બોલિવૂડમાં ઘણા એવા કપલ છે જેમને જોઈને લાગે છે કે તે લગ્ન કરી લેશે, પરંતુ થોડા જ દિવસો બાદ તેમના બ્રેકઅપની ખબરો સામે આવવા લાગે છે. બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર અને શાહિદ કપૂરનો પણ સંબંધ કંઈક આવો જ હતો. ફેન્સને કરીના અને શાહિદની જોડી ખૂબ જ પસંદ હતી અને ફેન્સ ઈચ્છતા પણ હતા કે ખૂબ જ જલ્દી તે બંને લગ્ન પણ કરી લે, પરંતુ એવું થઈ શક્યું નહી. થોડા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બન્નેની વચ્ચે મતભેદની ખબરો સામે આવવા લાગી અને તેમનું બ્રેક-અપ થઈ ગયું. કરીના અને શાહિદના બ્રેક-અપ થી ફેન્સ ખૂબ જ દુઃખી થયા હતા. આજની આ પોસ્ટમાં અમે કરીના અને શાહિદના વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આજે અમે તમને કરીનાનાં જુના ઇન્ટરવ્યૂ પરથી અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. આ ઇન્ટરવ્યુ દરમ્યાન કરિનાએ શાહિદ કપૂરનાં વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન કરીનાએ જણાવ્યું હતું કે તે કઈ રીતે એકબીજાની સાથે સમય પસાર કરતા હતા.
કહ્યું શાહિદની સાથે રહું છું ત્યારે એન્જોય કરું છું
કરિનાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે તે તમામ ચીજો કરીએ છીએ જે એક યંગ કપલ કરે છે. અમે બહાર ભોજન કરવા માટે જઈએ છીએ, સાથે જ મુવી પણ જોઈએ છીએ. મને ફિલ્મો જોવી ખૂબ જ પસંદ છે. જ્યારે સમય મળે છે ત્યારે અમે મુવી જોવા ચાલ્યા જઈએ છીએ. મૂવી શરૂ થતા પહેલાં જ્યારે અંધારું થાય છે ત્યારે હું અને શાહિદ ખૂબ જ મસ્તી કરીએ છીએ. તે ખૂબ જ લવલી અને રીલેકસીંગ ફીલિંગ હોય છે. તેના સિવાય કરીનાએ કહ્યું હતું કે હું શાહિદની સાથે હોઉં છું ત્યારે ખૂબ જ વધારે એન્જોય કરું છું. અમને નોર્મલ રહેવું અને નોર્મલ ચીજો કરવી પસંદ છે. આ દરમિયાન જ્યારે કરિના કપૂરને પૂછવામાં આવ્યું કે શાહિદ માટે સૌથી વધારે મહત્વપૂર્ણ ચીજ શું છે ? તેના પર કરીને જવાબ આપ્યો.
હજુ પ્રેમ કરવાનો સમય નથી
આ સવાલનો જવાબ આપતા કરીનાએ કહ્યું હતું કે હાલમાં તો કંઈ નથી. અમારી રિલેશનશિપ હજુ સુધી તે સ્તર પર પહોંચી નથી અને તે ખૂબ જ ઉતાવળ હશે. અત્યારે અમે બંને શુટિંગ કરી રહ્યા છે અને પોત-પોતાનાં કરિયરમાં વ્યસ્ત છીએ. તેવામાં અમારી પાસે બિલકુલ પણ સમય નથી કે અમે એકબીજાની આંખોમાં પ્રેમથી જોઈ પણ શકીએ. કરિનાએ આગળ જણાવ્યું કે અત્યારે અમે બંને સારા મિત્રો છીએ. હકીકતમાં ફ્રેન્ડ્સથી થોડા વધારે. કરીનાની આ વાતોને સાંભળીને એવું જ કહી શકાય કે તેમના માટે તે ક્ષણો ખૂબ જ ખાસ હતી. કરીનાએ શાહિદની સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. તેમના બ્રેકઅપથી જેટલું દુઃખ ફેન્સને થયું હતું, તેનાથી ઘણું વધારે તેમને થયું હશે. એક સંબંધ જ્યારે તૂટી જાય છે તો તેને ભૂલીને જ આગળ વધવામાં ભલાઈ હોય છે.
આજે પોત-પોતાના જીવનમાં છે ખુશ
જણાવી દઈએ કે શાહિદ કપૂર અને કરીના કપૂરનું અફેર ખૂબ જ વધારે ચર્ચામાં રહ્યું હતું. પરદા પર બંનેની જોડી જેટલી સુંદર દેખાતી હતી, હકીકતમાં વાસ્તવિક જીવનમાં પણ તે બંને એકબીજાને એટલો જ પ્રેમ કરતા હતા. આ સેલિબ્રિટી કપલ લગ્ન કરવાના જ હતા કે તેમનું બ્રેક-અપ થઈ ગયું. બ્રેકઅપ બાદ કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા અને આજે તેમને એક દિકરો તૈમુર પણ છે. વળી શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધાં. શાહિદ અને મીરાને પણ આજે બે બાળકો છે.