શાહરુખ-આમિર અને સલમાન આ ત્રણેય ખાન ક્યારેય એકસાથે કામ કેમ નથી કરતા, ઋષિ કપૂરે ખોલી હતી પોલ

Posted by

કહેવામાં આવે છે કે બોલિવૂડમાં ત્રણ ખાન શાહરુખ, આમિર અને સલમાનનો સિક્કો ચાલે છે. આ ત્રણેય ખાન બોલિવૂડ પર રાજ કરે છે. તેવામાં ફેન્સ આ ત્રણેયને એકસાથે મોટા પડદા પર જોવાની ઈચ્છા પણ રાખે છે. જોકે આજ સુધી તે સંભવ થઇ શક્યું નથી. બજેટ ફિલ્મની કહાની કે બીઝી શિડ્યુલનું બહાનું આપીને ત્રણેય ખાને ક્યારેય પણ એકબીજા સાથે કામ કર્યું નથી. આ ચીજને ઋષિ કપૂરે પોતાના પુસ્તક “ખુલ્લમ ખુલ્લા” માં ખૂબ જ સારી રીતે સમજાવ્યું હતું.

ઋષિ કપૂર પોતાના પુસ્તકમાં જણાવે છે કે એક સમય એવો હતો જ્યારે તેમની અને અમિતાભ બચ્ચનની વચ્ચે ટેન્શન રહેતું હતું. ત્યાર બાદ બંનેએ “અમર અકબર એન્થની” માં સાથે કામ કર્યું અને તે ખૂબ જ સારા મિત્રો બની ગયા. બિગ-બી તે સમયના સુપરસ્ટાર હતાં. તેમની ઇમેજ એન્ગ્રી યંગમેન વાળી હતી. બાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો હંમેશા જ એક્શન હીરોને વધારે પૂછવામાં આવે છે. તે સમયે તો રાઈટર-ડિરેક્ટર પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ પણ અમિતાભને ધ્યાનમાં રાખીને લખતા હતાં. આ એડવાન્ટેજ મહાનાયકને હમેશાં મળતું હતું.

ત્યારે બધા જ કલાકારોનાં મનમાં એવું જ થતું હતું કે ફિલ્મમાં જે પણ બચેલું છે તે તેમને મળશે. જો કે અમિતાભે આ વાત ક્યારેય સ્વીકારી જ નહી. તે હંમેશા સાથી કલાકારોની જગ્યાએ રાઇટર-ડાયરેક્ટર્સને ક્રેડીટ આપતા હતાં. જ્યારે તેમની સફળતામાં તેમના સહકલાકારોનો મોટો હાથ છે. ભલે પછી તે ઋષિ કપૂર હોય, વિનોદ ખન્ના હોય કે શત્રુઘ્ન સિન્હા કે પછી ધર્મેન્દ્ર હોય. તે સમયે બધા જ કલાકારો સેકન્ડરી રોલ કરવામાં અચકાતા ના હતાં. તેમને એ વાતથી કોઈ ખાસ ફરક પડતો ના હતો. બધા જ પોતાને કોઈનાથી ઓછા સમજતા ના હતાં.

ઋષિ કપૂર આગળ લખે છે કે તે સમયે ફિલ્મોમાં તેમની સાથે કામ કરવાનો મતલબ એ જ હતો કે સાથી કલાકારોના રોલ પણ દમદાર જ હશે. હવે એવું પણ ના હતું કે કોઈ એક્ટર સારો છે તો કોઈ ખરાબ. બસ તે સમયે કોઈપણનો સિક્કો ચાલી રહ્યો હતો. આજે એવું સંભવ નથી. એક ખાન બીજા ખાનની સાથે કામ કરતા નથી. કોઈ બીજો સારો એક્ટર પણ ત્રીજા સુપર સ્ટારની સાથે કામ કરવા માટે તૈયાર થતો નથી.

ઋષિ કપૂર પોતાના પુસ્તકમાં લખે છે કે જો શાહરુખ ખાન આજે બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે તો સલમાન ખાન કે આમિર ખાન જેવા લોકો તેમની સાથે સેકન્ડરી રોલ ક્યારેય પણ કરશે નહી. જ્યારે પહેલાના સમયની વાત જ કંઇક અલગ હતી. જેમ કે “ખૂન પસીના” માં વિનોદ ખન્ના, “કાલા પથ્થર” માં શત્રુઘ્ન સિન્હા અને “કભી-કભી” માં શશી કપૂર સેકન્ડરી રોલમાં હતાં પરંતુ તેમ છતાં પણ તેમણે પોતાના અભિનયથી છાપ છોડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *