શાહરુખ ખાનની લાડલીથી લઈને સૈફ અલી ખાનનાં દિકરા સુધી, વર્ષ ૨૦૨૧માં ફિલ્મોમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આ સ્ટાર કિડ્સ

વર્ષ ૨૦૨૦ ખતમ થવા જઈ રહ્યું છે અને આ વાતની ખુશી લગભગ બધા જ લોકોને છે. જેમકે આપણે બધા જ જાણીએ છીએ કે આ વર્ષ ઇતિહાસનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. આ વર્ષે ફક્ત કોરોના વાયરસ જેવી ગંભીર બીમારી જ નથી આવી પરંતુ બોલિવૂડના ઘણા જાણીતા દિગ્ગજોએ પણ આપણો સાથ છોડી દીધો છે. તેવામાં હવે લોકો ૨૦૨૦ પૂરું થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને એક નવી આશાની સાથે ૨૦૨૧ માં પ્રવેશ કરવા માંગે છે. સાથે જ એ પણ આશા રાખી રહ્યા છે કે વર્ષ ૨૦૨૧માં ઘણા સ્ટાર કિડ્સ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. તો કોણ છે તે સ્ટાર કિડ્સ જે આપણને દેખાઈ શકે છે ૨૦૨૧ની ફિલ્મોમાં. ચાલો જાણી લઈએ.

શનાયા કપૂર

રાજા જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા બોલિવૂડના એક્ટર સંજય કપૂરની દિકરી શનાયા કપૂર ખૂબ જ સુંદર છે. તે ઘણીવાર બોલીવુડ ઇવેન્ટમાં પણ નજર આવે છે. જોકે હવે સંજય કપૂર ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે પરંતુ ખબરો મળી રહી છે કે શનાયા ખૂબ જ જલ્દી બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે વર્ષ ૨૦૨૧માં તે ડેબ્યૂ કરી શકે છે.

સુહાના ખાન

શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન ફિલ્મોમાં ના હોવા છતાં પણ હાલના દિવસોમાં કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. શાહરુખ ખાનનાં બાળકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના ખાને હજુ સુધી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું નથી તેમ છતાં પણ તેમના લાખો ચાહકો છે. સુહાના એ પોતે જ જણાવ્યું હતું કે તેમને અભિનયમાં દિલચસ્પી છે અને હાલના દિવસોમાં તે ન્યૂયોર્કમાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે. તેવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે વર્ષ ૨૦૨૧માં તેમને પણ ફિલ્મોમાં જોવામાં આવી શકે છે.

પલક તિવારી

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતાં, જેનાથી તેમને પલક તિવારી નામની એક દિકરી છે, જે હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે. પલક સુંદરતાની બાબતમાં કોઈ બોલીવુડ હિરોઇનથી ઓછી નથી. પલકની ગ્લેમરસ તસ્વીરો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં જ પલકનાં ડેબ્યુને લઈને ખબરો આવી હતી. જેમને શ્વેતાએ અફવાહ જણાવી હતી. તેવામાં શ્વેતાના ફેન્સ ઈન્ડસ્ટ્રીમાં પલકની એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખબરો મળી રહી છે કે પલક પણ નવા વર્ષમાં ડેબ્યૂ કરી શકે છે.

જુનૈદ ખાન

જુનૈદ ખાન બોલિવૂડ એક્ટર આમિર ખાનનાં દિકરા છે. જુનૈદ પાછલા ઘણા વર્ષોથી થિયેટરમાં એક્ટિવ છે. ખબરોનાં અનુસાર નવા વર્ષમાં જુનૈદ યશરાજ બેનરની સાથે બોલીવુડમાં ડેબ્યુ કરશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જુનૈદ એક પિરિયડ ડ્રામા ફિલ્મમાં નજર આવી શકે છે, જેને સિદ્ધાર્થ પી. મલ્હોત્રા ડાયરેક્ટ કરી રહ્યા છે. વર્ષ ૧૯૬૨નાં એક ચર્ચિત કેસ પર આ ફિલ્મ આધારિત છે. આ કેસમાં એક મહારાજાએ મશહૂર જર્નાલિસ્ટ અને સમાજસેવી કરસનદાલ મુલીજી પર આરોપ લગાવ્યો હતો કે તે તેમના વિરુદ્ધ આર્ટીકલ છાપી રહ્યા છે અને હિન્દુ ધર્મના વલ્લભાચાર્ય સંપ્રદાયને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. રિપોર્ટસ્ નું માનવામાં આવે તો તેમાં જુનૈદ તે જર્નાલિસ્ટનું પાત્ર નિભાવશે.

ઇબ્રાહિમ અલી ખાન

ઇબ્રાહિમ અલી ખાન મશહૂર બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનનાં દિકરા છે. જ્યાં ઈબ્રાહીમની બહેન સારા અલી ખાન ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂકી છે તો વળી ઈબ્રાહીમને હજુ ફિલ્મોમાં ડેબ્યુ કરવાનું બાકી છે. ઇબ્રાહિમ લુકની બાબતમાં બિલકુલ પોતાના પિતા પર ગયા છે. ઇબ્રાહિમને પહેલીવાર લોકોએ ટિકટોકનાં એક વીડિયોમાં એક્ટિંગ કરતા જોયા હતાં અને તેમના અભિનયના ફેન થઈ ગયા હતાં. ખબરોનું માનીએ તો ઈબ્રાહીમ નવા વર્ષમાં ફિલ્મોમાં ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આર્યન ખાન

આર્યન ખાન બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનાં દિકરા છે. સાંભળવા મળ્યું છે કે સુહાનાની જેમ આર્યનને પણ એક્ટિંગમાં ખૂબ જ દિલચસ્પી છે. તે પણ જલ્દી ફિલ્મોમાં નજર આવવા માંગે છે. તેમના માટે તેમણે તૈયારી પણ શરુ કરી દીધી છે. જો કે શાહરુખ ખાનને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે આર્યનને ફિલ્મોમાં રુચિ નથી. હાલના દિવસોમાં આર્યન અમેરિકામાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યા છે. રિપોર્ટસ્ નું માનીએ તો આર્યન ખાન પણ આવનારા વર્ષમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે.