શાહરૂખ ખાને અનંત અંબાણીને પૈસાનાં મામલાને લઈને પૂછ્યો હતો આવો સવાલ, જવાબ સાંભળીને થઇ ગઇ બોલતી બંધ, જુઓ વિડીયો

Posted by

દુનિયાનો સૌથી અમીર લોકોમાંથી મુકેશ અંબાણી એક છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દુનિયાભરમાં ચર્ચા થતી રહે છે. આ બંનેની જોડીને આદર્શ જોડી પણ માનવામાં આવે છે. ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી તેમના ત્રણ બાળકો છે, જેમાંથી આકાશ અંબાણી અને અનંત અંબાણી જુડવા છે. જે રીતે મુકેશ અંબાણી સાધારણ રીતે રહે છે, તેવી જ સાદગી અનંત અંબાણીને પણ ખૂબ જ પસંદ છે.

અનંત અંબાણીને પોતાના હાજર જવાબ માટે પણ જાણવામાં આવે છે. એકવાર બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પણ તેમણે બોલતી બંધ કરી દીધી હતી અને તે પણ બધાની સામે મંચ પર. રિલાયન્સએ વર્ષ ૨૦૧૭માં ૪૦ વર્ષ પૂરા કરી લીધા હતા. તેવામાં ગુજરાતના જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને શાહરુખ ખાન હોસ્ટ કરી રહ્યા હતા.

મંચ પર આ દરમિયાન શાહરૂખ ખાનની સાથે અંબાણી પરિવાર પણ હાજર હતો. કાર્યક્રમને હોસ્ટ કરવા દરમિયાન શાહરૂખ ખાને મુકેશ અંબાણીના ત્રણેય બાળકો સાથે પણ વાત કરી હતી. શાહરુખ ખાન તો મંચ પર આકાશ અંબાણી અને ઇશા અંબાણીની સાથે ડાન્સ કરતાં પણ નજર આવ્યા હતા. મંચ પર જ્યારે મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણી સાથે શાહરુખ ખાન વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન શાહરૂખ ખાને તેમને પોતાની પહેલી સેલેરીનાં વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમને પહેલી સેલેરીનાં રૂપમાં ફક્ત ૫૦ રૂપિયા જ મળ્યા હતાં.

શાહરૂખ ખાને આગળ જણાવ્યું કે, તે જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન ત્યાં પંકજ ઉધાસનો એક મ્યુઝિક કન્સર્ટ થયો હતો. તેવામાં શાહરૂખ ખાન મ્યુઝિક કોન્સર્ટમાં તે વિચારીને વોલંટિયર બની ગયા હતા કે તેમને થોડી કમાણી થઇ જશે. આ કામ કરવા માટે શાહરૂખ ખાનને ત્યારે ૫૦ રૂપિયા મળ્યા હતા. શાહરૂખ ખાને વિચાર્યું કે તેને કઈ રીતે ખર્ચ કરવામાં આવે, તો તે આ પૈસાથી તાજમહેલ જોવા માટે ચાલ્યા ગયા.

મંચ પર કાર્યક્રમને હોસ્ટ કરવા દરમિયાન શાહરૂખ ખાને અનંત અંબાણીની સામે પોતાની પહેલી સેલેરીનો ઉલ્લેખ કર્યો પરંતુ ત્યારબાદ તરત જ તેમણે અનંત અંબાણીને પણ તેમની પહેલી કમાણીના વિશે સવાલ કર્યો. અનંત અંબાણીએ આ સવાલનો ખૂબ જ સારો જવાબ પણ આપ્યો. તેમણે જે કહ્યું તેને સાંભળ્યા બાદ તો કાર્યક્રમમાં જેટલા લોકો હાજર હતા તે બધા જ હસી પડ્યા.

પોતાની પહેલી કમાણીનાં સવાલ પર શાહરુખ ખાનને જવાબ આપતા અનંત અંબાણીએ તેમને કહ્યું કે, “તમે તો રહેવા જ દો. જો મે મારી પહેલી સેલેરી તમને જણાવી દીધી તો તમે શરમાઈ જશો. શાહરૂખ ખાને જ્યારે પહેલી સેલેરીને લઈને પૂછવામાં આવેલ પોતાના સવાલનો આવો જવાબ અનંત અંબાણી પાસેથી સાંભળ્યો તો તે પણ હસવા લાગ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અનંત અંબાણીના પિતા મુકેશ અંબાણી ભારતમાં તો સૌથી અમીર વ્યક્તિ બની ચૂકેલા છે પરંતુ સાથે જ એશિયામાં પણ હવે તે સૌથી અમીર વ્યક્તિ છે.

જુઓ વિડીયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *