હંમેશા લોકો જીવનમાં ઘણું બધું કરવા માંગતા હોય છે, પરંતુ લોકોની રોક-ટોક અને આલોચનાને કારણે અમુક કામો કરવામાં પાછળ હટી જતા હોય છે. આવું હંમેશાં ભારતની મહિલાઓની સાથે થતું હોય છે, પરંતુ પુરૂષ પણ સમાજની આ કૂટનીતિ નો શિકાર બની જાય છે. તેવામાં જે સાચા દિલથી સફળ થવા માંગે છે અથવા ઉદાહરણ તરીકે વાત ભોજનની લેવામાં આવે તો લોકો ભરપેટ ખાવા માંગે છે અને તેઓને ભોજન મળતું હોય છે, પરંતુ લોકો શું કહેશે તેના ડરથી ભોજન કરી શકતા નથી. આ પ્રકારના જ અમુક એવા કામ છે જેમાં હંમેશા બેશરમ બનીને પીછેહઠ કરવી જોઈએ નહીં, પરંતુ શાંતિથી જીવવા માટે આ ૩ કામોમાં બેશરમ બનવું જોઈએ. પછી જુઓ ના તમે ભૂખ્યા રહેશો અને ના તમારું કોઇ કામ અટકશે.
શાંતિથી જીવવા માટે આ ૩ કામ માં બેશરમ બનો
સમાજમાં આપણને અત્યાર સુધી એવું સાંભળવા મળ્યું છે કે વ્યક્તિ એ બધું કરવું જોઈએ પરંતુ ક્યારેય બેશરમ બનવું જોઈએ નહીં. કારણ કે બેશરમ લોકો માટે સમાજ હોતો નથી, તે ફક્ત સારા અને સાચા લોકો માટે હોય છે. પરંતુ આચાર્ય ચાણક્ય નીતિ અનુસાર જો વ્યક્તિ આ ૩ ચીજો માં બેશરમ નહીં બને તો દુનિયા તેને કચડી નાખે છે અને પાછળ ધક્કો આપી દેશે. તે વ્યક્તિને હંમેશા અફસોસ રહેશે કે તે શા માટે બેશરમ બન્યો નહીં. આચાર્યએ એવા ૩ કાર્યો વિશે જણાવ્યું છે કે જેને કરતા સમયે હંમેશા બેશરમ બનવું જરૂરી હોય છે. જો શાંતિથી જીવવું હોય તો આ ૩ કામ માં આપણે હંમેશા બેશરમ બનવું જોઈએ, તેમાં કંઈ ખોટું હોતું નથી.
ચાણક્ય અનુસાર જ્યારે પણ ભોજન લઈએ છીએ ત્યારે અવારનવાર શરમને કારણે જે પસંદ છે તે માંગી શકતા નથી અને ક્યારેક ક્યારેક ભૂખ્યા પણ ઊઠી જવું પડતું હોય છે. ભોજન કરતાં સમયે વ્યક્તિએ બેશરમ બનવું જોઈએ. જે વ્યક્તિ ભોજન કરતાં સમયે શરમ રાખે છે, તે ક્યારેય પણ સુખી રહી શકતો નથી. કારણ કે ભોજન કરતા સમયે શરમ કરનાર વ્યક્તિએ હંમેશા ભૂખ્યા રહેવું પડે છે. એટલા માટે ભોજન કરતાં સમયે શરમ છોડી દેવી જોઈએ.
આચાર્ય ચાણક્ય અનુસાર બીજી વાત એ છે કે જે લોકો જ્ઞાન અર્જિત કરતા સમયે અથવા અભ્યાસ કરતાં સમયે શરમ મહેસૂસ કરે છે, તેઓ ક્યારેય પણ યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જે લોકો અભ્યાસ કરતા સમયે શરમ રાખે છે, તેઓ જિંદગીભર પસ્તાય છે. એટલા માટે અભ્યાસ કરતા સમયે જો તમને કંઈ પણ સમજમાં ન આવતું હોય તો સવાલ કરતા રહો. એવું વિચારવું નહીં કે કોણ જોઈ રહ્યું છે અને કોણ સાંભળી રહ્યું છે.
આચાર્ય ચાણક્ય અનુસાર ત્રીજી વાત એ છે કે જે લોકો ધન કમાવવાના મામલામાં શરમ-સંકોચ કરે છે, તેઓ ક્યારેય પણ અમીર બની શકતા નથી. જે વ્યક્તિ વ્યાપાર અથવા વ્યવહાર સંબંધિત પૈસાની લેવડદેવડ કરતાં શરમ મહેસૂસ કરે છે તે ક્યારેક કંઇ બની શકતા નથી અને પૈસા કમાઈ શકતા નથી. એટલા માટે હંમેશા ગરીબ બનવાથી સારું છે કે જ્યારે પણ તમને અવસર મળે ત્યારે પૈસા આપણા હોય અથવા કોઈ જરૂરી કામ થી કરજ લેવાનું હોય તો તેને માંગવાથી શરમ રાખવી જોઈએ નહીં.