શાનદાર લુક અને જબરદસ્ત પરફોર્મન્સ, જાણો દેશની ૫ બેસ્ટ ઇલેક્ટ્રિક બાઈક વિશે

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ બાદ ભારતીય બજારમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સનું ચલણ ઘણું વધી ગયું છે. પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર પણ આ દિશામાં પ્રયાસ કરી રહી છે. તેવામાં દરેક વાહન નિર્માતા કંપનીએ પોતાના સેગમેન્ટ્સમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ લાવી રહી છે. જેમાં ઘણી સ્ટાર્ટઅપ કંપની પણ સામેલ છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ ભારતની ૫ બેસ્ટ ઇલેક્ટ્રિક બાઇક જેમના લુક્સ અને ફીચર્સ સાથે તેના ભાવ પણ ઘણા શાનદાર છે.

Joy Monster

પ્રતિકાત્મક તસ્વીર

Joy Monster એ ગુજરાતની એક સ્ટાર્ટઅપ કંપની Joy ઇ-બાઇક્સ બનાવે છે. આ બાઇકમાં કંપનીએ 72V, 39 AH લિથિયમ બેટરી પેક અને 250W ની ક્ષમતાની BLDC ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. કંપની અનુસાર આ બાઇકને ચલાવવામાં ઘણો સમાન્ય ખર્ચ આવે છે અને આ બાઇક સિંગલ ચાર્જમાં ૧૦૦ કિલોમીટરની ડ્રાઇવિંગ રેંજ આપે છે. આ બાઇકની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટરની છે. આ બાઈક ૫ થી ૫.૩૦ કલાકમાં જ ફૂલ ચાર્જ થઈ જાય છે. તેની કિંમત ૯૮,૯૯૯ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.

Kabira KM 300

પ્રતિકાત્મક તસ્વીર

Kabira મોબિલિટી ગોવા બેસ્ડ એક સ્ટાર્ટઅપ કંપની છે, જેણે પોતાની બે ઈલેક્ટ્રીક બાઈકનાં મોડલને બજારમાં ઉતાર્યા છે. કંપની અનુસાર આ બાઈક ભારતની સૌથી ફાસ્ટેસ્ટ e-bikes છે. આ બાઇકમાં 6k wh ની ક્ષમતાની BLDC ઇલેક્ટ્રિક મોટર અને 4 kwh ની ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે. કંપની અનુસાર આ બાઈક સ્પોર્ટ મોડમાં ૬૦ કિલોમીટર અને ઇકો મોડમાં ૧૨૦ કિલોમીટર ડ્રાઇવિંગ આપે છે. આ બાઇકને ફૂલ ચાર્જ થવામાં ૬ થી ૬.૩૦ કલાક લાગે છે. આ બાઇક માત્ર ૩.૩ સેકન્ડમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. બાઇકની કિંમત ૧,૨૬,૯૯૦ રૂપિયા (એક્સ-શોરૂમ, ગોવા) છે. હાલમાં તો આ બાઈક દેશના અમુક શહેરમાં જ વેચાણ માટે ઉપલબ્ધ છે.

Kabira KM 400

પ્રતિકાત્મક તસ્વીર

Kabira ની આ બાઇકમાં 8 KW ઇલેક્ટ્રિક મોટર અને 4.4 kwh ની ક્ષમતા બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઈક સ્પોર્ટ મોડમાં ૯૦ કિલોમીટર અને ઇકો મોડમાં ૧૫૦ કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. આ બાઇકની ટોપ સ્પીડ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક છે. તેની કિંમત ૧,૩૬,૯૯૦ રૂપિયા (એક્સ-શોરૂમ, ગોવા) છે. Kabira ની આ બાઈક પણ હાલમાં દેશમાં અમુક શહેરમાં જ વેચાણ માટે ઉપલબ્ધ છે.

REVOLT RV 400

પ્રતિકાત્મક તસ્વીર

REVOLT મોટર્સ એ આ બાઇકને વર્ષ ૨૦૧૯ માં બજારમાં લોન્ચ કરી હતી. આ બાઇકમાં કંપનીએ 3.24 KWH નું સવાઇપેબ્લ બેટરી પેક અને 5 KW ની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. આ બાઇકને ફુલ ચાર્જ થવામાં ૪.૫ થી ૫ કલાક લાગે છે અને ૧૫૬ કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. કંપની આ બાઈકમાં ૮ વર્ષ કે ૧.૫ લાખ કિલોમીટર સુધીની વોરંટી પણ આપે છે. આ બાઇકની કિંમત ૧.૧૯ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)છે.

Ultraviolette F77

પ્રતિકાત્મક તસ્વીર

Ultraviolette એ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પોતાની પહેલી બાઇકને બજારમાં ઉતારી હતી. જોકે તે એક બેંગ્લોર બેસ્ડ સ્ટાર્ટઅપ કંપની છે. આ બાઈક લાઇટિંગ, શેડો અને લેસર જેવા ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ બાઇકમાં 4.2 kwh ની ક્ષમતાનો બેટરી પેક અને 25 kW ની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. આ બાઇકની ડ્રાઇવિંગ રેન્જ ૧૩૦-૧૫૦ કિલોમીટર છે. કંપની તેમા ૩ રીમુવેબલ બેટરી પેક્સ પણ આપે છે. આ બાઇકમાં બંને ટાયરમાં ડિસ્ક બ્રેક છે અને તેમાં અપસાઇડ ડાઉન ફોર્ક સસ્પેન્શન પણ આપવામાં આવ્યું છે. આ બાઈક માત્ર ૨.૯ સેકન્ડમાં ૬૦ કિલોમીટર સુધીની ઝડપ પકડી શકે છે. જેની કિંમત ૩ લાખ રૂપિયાથી લઈને ૩.૨ લાખ રૂપિયા (ઓનરોડ) છે.