ઓસ્ટ્રેલિયાઈ લીજેન્ડ શેન વોર્નનાં નિધન બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નેચરલ મૃત્યુ છે અને કોઈપણ પ્રકારની કોઈ સંદિગ્ધતા થઈ નથી. તેની વચ્ચે હવે અલગ-અલગ ચીજો સામે આવી રહી છે. શેન વોર્ન થાઈલેન્ડનાં જે રિસોર્ટમાં રોકાયા હતાં, ત્યાનાં સીસીટીવી ફુટેજ પરથી જાણવા મળ્યું છે કે શેન વોર્ન અને તેમનાં મિત્રોને મસાજ આપવા માટે ૪ થાઈ મહિલાઓ રિસોર્ટમાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તો શેન વોર્નનાં નિધનની વાત સામે આવી ગઈ હતી.
એક રિપોર્ટ પ્રમાણે એક મહિલાને શેન વોર્નને ફુટ મસાજ આપવા માટે જવાનું હતું પરંતુ જ્યારે તેણે તેનાં રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે કોઈએ પણ દરવાજો ખોલ્યો નહિ. શેન વોર્નનું નિધન ૪ માર્ચનાં રોજ થાઈલેન્ડનાં સામુજાન વિલામાં થયું હતું જ્યાં તે પોતાનાં મિત્રો સાથે વેકેશન કરવા આવ્યા હતાં. થાઈલેન્ડ પોલીસને સીસીટીવી ફુટેજ મળ્યાં છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ૪ મહિલાઓ ત્યાંથી નીકળી રહી છે. આવું શેન વોર્નનું શવ મળવાની થોડી મિનિટ પહેલાં જ થયું હતું. તેમાં આ ૪ માંથી એક મહિલા અનુસાર તેનું પાંચ વાગ્યાનું બુકિંગ હતું, જેમાં તેમને મસાજ, ફુટ મસાજ અને નેલ ટ્રીટમેન્ટ માટે બોલાવવામાં આવી હતી.
શેન વોર્ને નહોતો આપ્યો કોઈ જવાબ
મહિલા પ્રમાણે જ્યારે તે શેન વોર્નનાં રૂમ પાસે પહોંચી તો કોઈ જવાબ ના મળ્યો. ત્યારબાદ મહિલાએ પોતાનાં બોસને મેસેજ કરી જણાવ્યું કે શેન વોર્ન દરવાજો ખોલી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે થોડા સમય બાદ જ શેન વોર્નનાં નિધનની વાત સામે આવી હતી. વળી જ્યારે તેમનો દરવાજો ના ખુલ્યો તો તેમનાં મિત્રો એ રૂમને ખોલ્યો હતો.
શેન વોર્ન ત્યાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતાં. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. મિત્રોએ જ શેન વોર્નને સીપીઆર આપ્યું હતું જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મહિલાઓ પ્રમાણે તેમને શેન વોર્ન અને તેમનાં મિત્રોનાં ગ્રુપને મસાજ આપવા માટે બુક કરવામાં આવી હતી પરંતુ શેન વોર્ન પોતાનાં રૂમની બહાર આવ્યા જ નહોતા.
મહિલાઓએ જ છેલ્લી વાર જોયા હતા જીવિત
રિસોર્ટનાં સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. તે બપોરે ૨ વાગ્યાની આસપાસનાં છે. મસાજ કરવા પહોંચેલી ૪ મહિલાઓમાંથી બે મહિલાઓ શેન વોર્નનાં રૂમમાં પણ ગઈ હતી. પોલીસનું માનવું છે કે આ બે મહિલાઓ છે, જેમણે શેન વોર્નને છેલ્લીવાર જીવિત જોયા હતાં. શેન વોર્નનાં નિધનને લઈને થાઇલેન્ડ પોલીસે જે નિવેદન આપ્યું છે, તેમનાં પ્રમાણે શેન વોર્નનું નિધન સાંજે લગભગ ૫.૧૫ વાગ્યે થયું હતું. તેમને હાર્ટએટેક આવ્યો હતો.
રૂમમાં એવી કોઈ ચીજ મળી નથી, જે એ વાત તરફ ઈશારો કરે કે શેન વોર્નનાં મૃત્યુમાં કંઈક ગડબડ થઈ હોય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ એ વાત તરફ ઇશારો કરે છે કે તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું અને કોઈપણ પ્રકારની અન્ય ગડબડ થઈ નથી. થાઇલેન્ડ પોલીસે ચીફનાં સીસીટીવી ફુટેજ આવ્યા બાદ કહ્યું કે શેન વોર્ને મહિલાઓને મસાજ માટે બોલાવી હતી પરંતુ તેમનું તેમનાં મૃત્યુ સાથે કંઈપણ લેવાદેવા નથી.
પોલીસે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે શેન વોર્નનાં રૂમમાંથી લોહીનાં ડાઘા પણ મળ્યા હતાં. જોકે તે સીપીઆર આપવાનાં કારણે આવ્યા હતાં. તમને જણાવી દઈએ કે ૫૨ વર્ષનાં શેન વોર્ન પોતાના મિત્રો સાથે થાઈલેન્ડમાં ગયા હતાં. વેકેશનનાં બીજે દિવસે જ તેમના નિધનની ખબરો સામે આવી ગઈ હતી. ત્યારબાદ થી જ ખેલજગત શોકમાં હતું.