આ વર્ષે ધનતેરસનો તહેવાર ખુબ જ ખાસ રહેશે. ધનતેરસનો પર્વ દિવાળીનાં એક દિવસ પહેલા આવે છે. ધનતેરસ પર સોના-ચાંદીમાંથી બનેલા આભુષણ અને નવી વસ્તુઓની ખરીદી કરવાની પરંપરા છે. આ વર્ષે ધનતેરસનાં દિવસે કર્મફળ દાતા અને ન્યાયનાં દેવતા ભગવાન શનિ મહારાજ ચાલ બદલશે. ૨૫ ઓકટોબરે શનિદેવ વક્રીથી માર્ગી થવા જઈ રહ્યા છે.
શનિદેવ જુલાઈ મહિનાથી વક્રી અવસ્થામાં છે. ધનતેરસ પર શનિદેવ સીધી ચાલ ચાલવાથી આ તહેવારનું વિશેષ મહત્વ થઈ ગયું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલવાવાળા ગ્રહ છે. તે કોઈ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે. શનિ માર્ગી થવા પર તમામ રાશિ વાળા લોકો પર તેનો પ્રભાવ જોવા મળે છે પરંતુ ધનતેરસ પર શનિ ની સીધી ચાલથી આ ૪ રાશિ વાળા લોકોનાં જીવનમાં ઘણા બધા સકારાત્મક પ્રભાવ જોવા મળશે.
મેષ રાશિ
મેષ રાશિ વાળા લોકો પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે. ધનતેરસ પર જ્યારે શનિદેવ વક્રીથી માર્ગી થશે ત્યારે મેષ રાશિ વાળા લોકો પર રિતસરનો પૈસાનો વરસાદ થશે. તમારી રાશિમાં શનિદેવ કુંડળીમાં દસમાં ભાવમાં માર્ગી થશે. કુંડળીનું આ સ્થાન બિઝનેસ અને નોકરીનું માનવામાં આવે છે. તેનાં લીધે ધનતેરસ બાદ મેષ રાશિ વાળા લોકો સફળતાની સીડી ચડતા જશે. તમને પિતૃ સંપત્તિ મળવાનાં યોગ બની રહ્યા છે.
વ્યવસાયમાં સારો નફો મેળવી શકો છો અને જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમનાં માટે પણ ધનતેરસ શુભ સમય લઈને આવી રહી છે. એકસાથે ઘણી બધી નોકરીનાં પ્રસ્તાવ તમને મળશે. ધંધામાં નવી યોજના લાગુ કરશો અને તેનાં કારણે તમને ઘણા પ્રકારની સારી ડિલ જોવા મળી શકે છે. ધનને એકત્રિત કરવાનાં ઘણા સારા અવસર પ્રાપ્ત થશે.
તુલા રાશિ
ધનતેરસ પર શનિદેવની સીધી ચાલથી તમને જબરદસ્ત લાભ મળવાનાં અવસર મળશે. જમીન-સંપતિમાં કરેલું રોકાણ લાભ આપશે. ધનતેરસ બાદ તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. તમારી રાશિ માંથી શનિદેવ ચોથાભાવમાં માર્ગી થશે. તુલા રાશિ વાળા લોકોનાં જીવનમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. સુખ-સુવિધા અને ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે. જમીન અને મકાનમાં રોકાણ કરવા માટે સારા અવસર મળશે. તમને ઘણા પ્રકારનાં શુભ સમાચાર મળશે. નોકરી અને પોતાનો ધંધો કરતા લોકોને સારા અવસર પ્રાપ્ત થશે.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. કુંભ રાશિ શનિદેવની સ્વયં રાશિ છે. તેવામાં ધનતેરસનાં દિવસે શનિનું માર્ગી થવું કોઈ વરદાનથી ઓછું નથી. કુંભ રાશિ વાળા લોકોને જીવનમાં અચાનકથી પરિવર્તન જોવા મળી શકે છે. ધન લાભનાં સારા અવસર પ્રાપ્ત થશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. લગ્ઝરી વસ્તુઓ તમારી આસપાસ રહેશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે, જેનાથી તમારૂ બેંક બેલેન્સ વધી જશે.
મીન રાશિ
ધનતેરસ પર શનિદેવનું સીધી ચાલ ચાલવું મીન રાશિ વાળા લોકો માટે ખુબ જ શાનદાર અને શુભ ફળ આપવા વાળું રહેશે અને ધંધો કરી રહેલા લોકોને સારો નફો અને લાભ થઈ શકે છે. મીન રાશિ વાળા લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ રાશિ વાળા લોકો પર થશે. તેઓ જે કામ માં પોતાનો હાથ નાખશે, તે જરૂર પુરું થશે. ધનતેરસ બાદ મીન રાશિ વાળા લોકોનાં ખાતામાં પૈસાનો ઢગલો થઈ શકે છે.