શનિની ૭ વર્ષની મહાદશાને શનિની સાડાસાતી કહેવામાં આવે છે. શનિની સાડાસાતીને ખુબ જ પીડાદાયક માનવામાં આવે છે. સાડાસાતી હોવા પર વ્યક્તિએ જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ અને કષ્ટોનો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિનાં જીવનમાં કોઇને કોઇ તબક્કા પર શનિની સાડાસાતી અને શનિ ઢૈય્યા ચોક્કસ આવે છે. શનિને ન્યાય અને કર્મનાં આધારે ફળ આપતા ગ્રહ માનવામાં આવે છે. જે લોકો પોતાનાં જીવનમાં હંમેશા ન્યાયનો સાથ આપે છે અને સત્કર્મો કરે છે, તેમની કુંડળીમાં શનિની સાડાસાતીનો પ્રભાવ હોવા છતાં પણ શનિદેવ તેમને વધારે તકલીફ નથી આપતા. શનિદેવનું નામ સાંભળતા જ લોકો ડરવા લાગે છે. વર્ષ ૨૦૨૩ ની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૩ ની શરૂઆતમાં શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. તો ચાલો જાણી લઈએ કે કઈ-કઈ રાશિ વાળા લોકો પર જોવા મળી રહ્યો છે શનિની સાડાસાતીનો પ્રભાવ.
મીન રાશિ
મીન રાશિ પર હાલમાં શનિની સાડાસાતીનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. મીન રાશિ વાળા લોકો પર શનિ સાડાસાતીની શરૂઆત ૨૯ એપ્રિલ ૨૦૨૨ એ શરૂ થઈ ગઈ હતી અને તે ૧૭ એપ્રિલ ૨૦૩૦ સુધી ચાલુ રહેશે.
મકર રાશિ
મકર રાશિ વાળા લોકો પર શનિની સાડાસાતી વર્ષ ૨૦૧૭ થી ચાલી રહી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ૨૯ માર્ચ ૨૦૨૫ એ મકર રાશિની સાડાસાતી સમાપ્ત થશે, જેની શરૂઆત ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ થી થઈ હતી.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા લોકો પર પણ તેની અસર જોવા મળી રહી છે. કુંભ રાશિમાં શનિની સાડાસાતી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૮ સુધી રહેશે. ત્યારે શનિ માર્ગી થવા પર કુંભ રાશિ વાળા લોકોને સાડાસાતીમાંથી છુટકારો મળી જશે. જણાવી દઈએ કે ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ થી કુંભ રાશિમાં શનિની સાડાસાતીની શરૂઆત થઈ હતી.
ધન રાશિ
ધન રાશિ પણ આ યાદીમાં સામેલ છે. જણાવી દઈએ કે ધન રાશિ વાળા લોકોને શનિની સાડાસાતીમાંથી સંપુર્ણ રીતે છુટકારો ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ નાં રોજ મળી જશે.
આ રાશિ પર રહેશે શનિની ઢૈય્યાનો પ્રભાવ
વળી હવે તે રાશિઓની પણ વાત કરી લઈએ, જેનાં પર શનિની ઢૈય્યાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જે રાશિઓ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેમાં કર્ક તથા વૃશ્ચિક રાશિ સામેલ છે. હાલમાં આ રાશિ પર શનિ ઢૈય્યા છે, જેની શરૂઆત ૨૯ એપ્રિલ ૨૦૨૨ થી થઈ હતી. વળી તુલા તથા મિથુન રાશિ વાળા લોકોને શનિની ઢૈય્યામાંથી સંપુર્ણ રીતે છુટકારો ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ એ શનિ માર્ગી થવા પર મળી જશે.
કોઈપણ રાશિ પર શનિની સાડાસાતી ૩ તબક્કામાં ચાલે છે. પહેલો, બીજો અને ત્રીજો તબક્કો. બીજા તબક્કાને સૌથી વધારે પીડાદાયક માનવામાં આવે છે. આ તબક્કામાં વ્યક્તિ પર નિષ્ફળતા, રોગો અને દુર્ભાગ્ય પાછળ પડી જાય છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો આર્થિક, બીજો પારિવારિક અને ત્રીજા ચરણમાં સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર પડે છે.
સાડાસાતી માંથી છુટકારો મેળવવાનાં ઉપાયો
શનિની સાડાસાતીનાં પ્રભાવને ઓછો કરવા અથવા દુર કરવા માટે શનિવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિવારે શનિદેવનાં દર્શન કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાભકારી માનવામાં આવે છે. શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવ સંબંધિત તેલ, કાળા કપડા, કાળા અડદ અને કાળા ધાબળાઓનું દાન કરવું જોઈએ.