ચમત્કાર કે સંકટ : આ શનિ મંદિરમાં શનિદેવની મુર્તિએ ખોલી આંખો, કેમેરામાં કેદ થઈ ગયું આ અદભુત દ્રશ્ય, પુજારીએ કહ્યું, “કોઈ મોટી આફતની નિશાની”

મધ્યપ્રદેશનાં મુરેના જિલ્લાનાં એંતી પર્વત પર સ્થિત ત્રેતાયુગીન શનિ મંદિરનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભગવાન શનિદેવની બંધ આંખો થોડા સમય માટે ખુલ્લી હતી. વીડિયોમાં ખુલ્લી આંખે ભગવાન શનિદેવની પ્રતિમા સંપુર્ણપણે કાળી જોવા મળી રહી છે. આ જોઈને ધર્મપ્રેમીઓ અને ભક્તોનું કહેવું છે કે ખુલ્લી આંખોની સાથે ક્રોધની મુદ્રામાં ભગવાન શનિદેવનાં પ્રકોપનો કોને સામનો કરવો પડશે અથવા કોના પર શનિદેવની કૃપા થશે, એ તો આવનારો સમય જ બતાવશે.

Advertisement

કળયુગમાં ભગવાન આંખો ખોલે તો તમે શું કહેશો?. કારણ કે આવી જ એક ઘટના મુરેનાનાં શનિ મંદિરમાં જોવા મળી છે. જ્યાં શનિદેવે પોતાની આંખો ખોલી અને આ સમગ્ર દ્રશ્ય મોબાઈલમાં કેદ થઈ ગયું હતું. હકિકતમાં આ આખો મામલો ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ થી સામે આવી રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષથી ગ્વાલિયરની પોલીસ લાઈનમાં તૈનાત અશોક પરિહાર નામનો પોલીસકર્મી મુરેના જિલ્લામાં સ્થિત ત્રેતાયુગનાં શનિ મંદિરમાં જઈ રહ્યો છે. વર્ષનાં અંતિમ દિવસે એટલે કે ૩૧ ડિસેમ્બરે અશોક પરિહાર પોતાની પત્નિ સાથે શનિ મંદિર પહોંચ્યા હતાં. અહીં અશોક પરિહારે મુર્તિનાં દર્શન કર્યા બાદ પોતાનાં મોબાઈલમાં શનિદેવનો વીડિયો બનાવી રહ્યાં હતાં ત્યારે એક ચમત્કાર થયો.

અશોક પરિહારે જોયું તો શનિદેવની પ્રતિમાની આંખો ખુલી ગઈ હતી અને એક ક્ષણ માટે તો તે ચોંકી ગયાં હતાં. તેણે તરત જ મોબાઈલ રેકોર્ડ કરવાનું બંધ કરી દીધું અને સામેથી જ્યારે તેણે શનિદેવની પ્રતિમા જોઈ તો તેણે જોયું કે તેની આંખો ખુલી ગઈ છે. આ દ્રશ્ય જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. શનિદેવની આંખો ખોલતી તસ્વીરનો અદભુત નજારો મોબાઇલમાં કેદ થઈ ગયો હતો. તેની સાથે જ આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે.

અશોક પરિહારે તરત જ મંદિરનાં પુજારીને આ અંગે જાણ કરી હતી. મંદિરનાં પુજારીએ તેને ચમત્કાર ગણાવ્યો હતો અને તે બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જોકે મંદિરમાં રહેતા શિવરામદાસ મહારાજે તેને કોઈ અનિચ્છનીય બાબતનો સંકેત ગણાવ્યો છે. શિવરામ દાસ મહારાજ કહે છે કે, “આપણે શનિદેવની આંખો ક્યારેય જોતા નથી, તેમનાં માત્ર પગ દેખાય છે અને આવી સ્થિતિમાં જો શનિદેવ તેમની આંખો ખોલી રહ્યા છે તો તે એક મોટી આફતની નિશાની છે”. મંદિરનાં પુજારી બાબા શિવરામદાસ ત્યાગી મહારાજે કહ્યું કે, “જો આ વીડિયો સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી તો આ એક અદભુત ઘટના છે.

આ વીડિયો દર્શન કરવા આવેલા ગ્વાલિયર પોલીસ લાઈનમાં તૈનાત પોલીસકર્મી અશોક પરિહારે રેકોર્ડ કર્યો હતો, જે હવે વાયરલ થઈ ગયો છે. અશોક પરિહારે જણાવ્યું કે, ૩૧ ડિસેમ્બરનાં રોજ સાંજે લગભગ ૪ વાગ્યે તે મંદિરમાં ભગવાનની મુર્તિનો વીડિયો બનાવી રહ્યાં હતાં ત્યારે તેણે વીડિયોમાં મુર્તિની આંખો ખુલ્લી જોઈ. તેમનો દાવો છે કે જ્યારે તેમણે મોબાઇલ કાઢ્યો ત્યારે પણ શનિદેવની પ્રતિમાની આંખો ખુલ્લી જોવા મળી હતી. અશોક તેને ખુદ શનિદેવની કૃપા માને છે”. અશોક પરિહાર કહે છે કે, “ભગવાન ક્યારેય ગુસ્સે થતા નથી. ભગવાને તેમને દર્શન આપીને આશીર્વાદ આપ્યા છે. તે પોતાની જાતને ખુબ જ ભાગ્યશાળી માને છે”.

Advertisement