શનિવારનાં દિવસે ભૂલમાં પણ ના ખરીદો આ ૪ ચીજો, તેને ખરીદવાથી ક્રોધિત થઈ જાય છે શનિદેવ

Posted by

શનિદોષથી દરેક વ્યક્તિને ડર લાગે છે અને શનિદોષથી બચવા માટે લોકો ઘણા બધા ઉપાયો પણ કરતા હોય છે. જો તમે પણ આ દોષથી બચવા માંગતા હોય અથવા તો આ દોષ દૂર કરવા માંગતા હોય તો શનિવારનાં દિવસે આ ઉપાયો કરવા સિવાય નીચે જણાવવામાં આવેલી ચીજોને ખરીદવાથી બચવું જોઈએ. આ ચીજોને શનિવારનાં દિવસે ખરીદવામાં આવે છે તો શનિદેવ નારાજ થઈ જાય છે. તો ચાલો જાણી લઈએ તે વસ્તુઓનાં વિશે.

લોખંડ ના ખરીદો

શનિવારનાં દિવસે ભૂલમાં પણ લોખંડની વસ્તુથી બનાવેલ સામાન ખરીદવો ના જોઈએ. આ દિવસે લોખંડની વસ્તુ ખરીદવાથી શનિ ગ્રહનો અશુભ પ્રભાવ પડે છે. માનવામાં આવે છે કે આ દિવસે જે લોકો લોખંડની વસ્તુ ખરીદીને ઘરે લાવે છે, તે પોતાની સાથે શનિ ગ્રહને પણ ઘરે લઈ આવે છે. તેથી શનિવારનાં દિવસે લોખંડની વસ્તુ ખરીદવાની ભૂલ પણ ના કરવી જોઈએ.

કાળા તલ

શનિવારનાં દિવસે કાળા તલ પણ ખરીદવાથી બચવું જોઈએ. શનિવારનાં દિવસે કાળા તલ ખરીદવા શુભ માનવામાં આવતું નથી. શનિદોષ થવા પર તમારે આ દિવસે કાળા તલ ખરીદવાની જગ્યાએ તેનું દાન કરવું જોઈએ. તમારે એક દિવસ પહેલાં જ કાળા તલ ખરીદી લેવા જોઈએ. વળી શનિદોષને દૂર કરવા માટે શનિવારનાં દિવસે કાળા તલ પીપળાના વૃક્ષ પર ચઢાવવા જોઈએ. આવું કરવાથી શનિ દોષ દૂર થઈ જશે. તેના સિવાય શનિદેવની પૂજા કરવા દરમિયાન તેમને કાળા તલ પણ અર્પિત કરવા જોઈએ.

કાળા શુઝ

શનિવારના દિવસે કાળા શુઝ ખરીદવા પણ અશુભ હોય છે. આ દિવસે કાળા શુઝ ખરીદવાથી શનિ ગ્રહ ભારે થઇ જાય છે. તેથી શનિવારના દિવસે તમારે ભૂલમાં પણ શુઝ ખરીદવા ના જોઈએ. માનવામાં આવે છે કે શનિવારનાં દિવસે કાળા રંગના શુઝ ખરીદવાથી દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

ના ખરીદો મીઠું

આ દિવસે મીઠું ખરીદવાથી પણ શનિદેવ નારાજ થઈ જાય છે, સાથે જ ધન હાનિ પણ થાય છે. માનવામાં આવે છે કે શનિવારનાં દિવસે મીઠું ખરીદવાથી કરજ ચડવા લાગે છે અને આર્થિક હાનિ પહોંચે છે.

આ કામ કરવું હોય છે શુભ

  • શનિવારનાં દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે નવી સાવરણી ઘરમાં લાવવાથી શનિદોષ દૂર થઇ જાય છે.
  • શનિવારનાં દિવસે શુઝનું દાન જરૂર કરવું જોઈએ. આ દિવસે શૂઝનું દાન કરવાથી શનિ ગ્રહ શાંત રહી છે.
  • શનિવારનાં દિવસે ગરીબ લોકોને તળેલું ભોજન કરાવવું જોઈએ.
  • શનિવારનાં દિવસે સરસોનાં તેલનું દાન જરૂર કરવું જોઈએ અને શનિદેવની પૂજા કરતા સમયે તલના તેલનો દિવો પણ પ્રગટાવવો જોઈએ.

  • શનિવારનાં દિવસે કાળા રંગના કપડા પહેરવા જોઈએ, જો કે આ રંગના કપડા શનિવારના દિવસે ખરીદવા ના જોઈએ.
  • શનિવારનાં દિવસે શનિદેવની સાથે-સાથે હનુમાનજીની પૂજા કરવી. એક કથા અનુસાર આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અને તેમને સરસોનું તેલ અર્પિત કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ જ કારણ હોય છે કે શનિદેવના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પણ હોય છે.
  • લોખંડની ધાતુ શનિદેવ સાથે જોડાયેલ હોય છે. એવું માનવામાં આવે છે કે જો શનિવારના દિવસે લોખંડની ધાતુનું દાન કરવામાં આવે છે તો શનિદોષ દૂર થાય છે. વળી શનિદેવને લોખંડની ધાતુ અર્પિત કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે.

કરો શનિદેવના આ મંત્રોનો જાપ

શનિવારનાં દિવસે ઉપર જણાવવામાં આવેલ મંત્રનો જાપ કરવાથી શનિદોષથી રક્ષણ મળે છે. આ મંત્રોનો જાપ તમે શનિદેવની પૂજા કરતા સમયે કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *