શનિવારનાં દિવસે પીપળા સાથે જોડાયેલ કરી લો આ ઉપાય, તમારા જીવનમાંથી દુર થઈ જશે બધા જ કષ્ટ અને પરેશાની

હિન્દુ શાસ્ત્રનું માનીએ તો શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને ન્યાયનાં દેવતા પણ કહેવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો શનિદેવ કોઈથી પ્રસન્ન થઈ જાય છે તો તે વ્યક્તિનાં જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી રહેતી નથી. વળી જો શનિદેવ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિનું જીવન કષ્ટો અને પરેશાનીઓથી ભરાઈ જાય છે.

તેને શારીરિક, આર્થિક અને માનસિક ત્રણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે પરંતુ તેવામાં કોઈ વ્યક્તિ કષ્ટનાં સમયમાં પીપળાનાં વૃક્ષની પુજા કરે છે તો તેના જીવનમાંથી શનિ સાથે જોડાયેલી પીડા સમાપ્ત થઈ જાય છે. બ્રહ્મ પુરાણ પ્રમાણે શનિદેવે પોતે કહ્યું હતું કે, શનિવારનાં દિવસે જે પણ વ્યક્તિ પીપળાની પુજા કરશે, પીપળાને સ્પર્શ કરશે. તે વ્યક્તિનાં તમામ મનોરથ સિદ્ધ થઈ જશે. તે વ્યક્તિને ક્યારેય શનિ સાથે જોડાયેલા કષ્ટ રહેશે નહિ. તેવા લોકોનાં ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે.

ધ્યાનથી વાંચો બધા ઉપાય

  • સૌથી પહેલો નિયમ એ છે કે દર શનિવારે પીપળાનાં ઝાડની જડ ને સ્પર્શ કરીને તેને પ્રણામ કરો અને દરરોજ સાંજે સરસોનાં તેલનો દિવો પ્રગટાવવો અને ૫ કે ૯ વાર પીપળાનાં વૃક્ષની પરિક્રમા કરો. આ રીતે પીપળાની પુજા કરવાથી શનિ સાથે જોડાયેલા કષ્ટો ધીમે-ધીમે દુર થવા લાગે છે.

  • ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, “વૃક્ષોમાં હું પીપળો છું”. શનિદેવ પણ શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના ઇષ્ટ દેવતા માને છે, તેવામાં તેઓ પીપળાની પુજાથી અત્યંત પ્રસન્ન થાય છે. જો તમને ક્યાંક નોકરીમાં મુશ્કેલી આવી રહી છે તો તમે દર શનિવારે દુધમાં ગોળ અને પાણી મેળવીને પીપળા પર અર્પિત કરો. જો તમારી પાસે સમય હોય તો તમે આવું દરરોજ કરો. આવું કરવાથી વ્યક્તિ ઝડપથી સફળતા તરફ આગળ વધે છે.

  • આ ઉપાય સિવાય શનિવારે પીપળાનું એક પાન તમારા ઘરે લઇ આવો. ત્યારબાદ તેના પર અત્તર લગાવો અને આ પાનને તમારા પર્સમાં રાખી લો. દર મહિને આ પાનને બદલતા રહો. આ પ્રકારનાં ઉપાય કરવાથી ધનની ક્યારેય કોઈ કમી રહેતી નથી.

  • આ બધા સાથે જો તમે તમારા મનની કોઇ વિશેષ મનોકામના પુરી કરવા માંગો છો તો કોઈ જુના પીપળાનાં ઝાડ પાસે જાઓ. આ દરમિયાન તમારી સાથે લાલ પેન, થોડું લાલ કપડું અને નાળાછડી લઈને જાઓ. તેની સાથે જ લોટમાંથી બનેલો ઘી નો દિવો પણ અવશ્ય લઈને જાઓ. પીપળાના ઝાડની નીચે ઘી નો દિવો પ્રગટાવો અને સામે ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

  • ત્યારબાદ પીપળાનું પાન તોડ્યા વગર તેના પર પોતાની ઈચ્છા લખી દો. ત્યારબાદ ઝાડની ડાળ પર ૭ વાર નાળાછડી વીંટી દો. આ નાળાછડીને પોતાના કાંડા પર પણ બાંધી દો. બાદમાં ઝાડની પાસે જમીનમાંથી થોડી માટી લો અને તેને લાલ કપડામાં બાંધી લો. ત્યારબાદ તે લાલ કપડામાં બાંધેલી માટીને લાવીને તે સ્થાન પર રાખી દો, જ્યાં તમે ધન રાખો છો. તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે અને દરેક મનોકામના પુરી થઈ જાય છે.