શનિવારના દિવસે કરી લો આ ૭ કામ, હનુમાનજીની કૃપાથી બગડેલું કામ પણ થઈ જશે પૂરું

Posted by

હનુમાનજીને સંકટમોચન નામથી પણ ઓળખવામાં આવે છે. તે ભક્તોના દુઃખ-દર્દ ને દૂર કરવા માટે પણ જાણીતા છે. આજના જમાનામાં દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સંકટ તો આવતું જ હોય છે. તેવામાં હનુમાનજી તે સંકટોમાંથી તમને છુટકારો અપાવી શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસને ખુબ જ સારો માનવામાં આવે છે. જો તમે આ દિવસે અમુક ખાસ ઉપાયો કરો છો તો તમારા જીવનની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. તો ચાલો જાણી લઈએ તે ઉપાયો વિશે.

  • શનિવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને કાળા ઘોડાની નાળ ચઢાવવી. ત્યારબાદ ત્યાં બેસીને ૭ વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા.
  • શનિવારના દિવસે કીડીઓને ખવડાવવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમારે કાળા તલ, લોટ અને ખાંડને મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરી લો. હવે તેને કીડીઓને ખવડાવી દો. જીવનના દુઃખ ઓછા થવા લાગશે.

  • શનિવારના દિવસે સવારે જલ્દી ઉઠી જાઓ અને ગંગાજળથી સ્નાન કરી લેવું. હવે એક કટોરીમાં સરસોનું તેલ લઈને તેમાં તમારો ચહેરો જુઓ. ત્યારબાદ આ તેલ કોઈ ગરીબને દાન કરી દેવું. તમારા જીવનની બધી જ સમસ્યાઓ તરત જ ખતમ થઈ જશે.
  • શનિવારના દિવસે કૂતરાને ભોજન કરાવવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે તમે તાજી રોટલી બનાવો અને તેમાં થોડું સરસોનું તેલ લગાવીને કૂતરાને ખવડાવી દો. તેનાથી તમારા કાર્યોમાં આવી રહેલી અડચણો સમાપ્ત થઈ જશે.

  • શનિવારના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે ૨ ઘી ના દિવા પ્રગટાવો. ત્યારબાદ હાથ જોડીને હનુમાનજીનું ધ્યાન કરો. તમારી બધી જ મનોકામનાઓ ખૂબ જ જલ્દી પૂરી થઈ જશે.
  • જો તમારું કોઇ પણ કામ પૂર્ણ થઈ રહ્યું ના હોય અને તેમાં વારંવાર અડચણો આવી રહી હોય તો આ ઉપાય કરો. શનિવારના દિવસે હનુમાન મંદિર જાઓ અને ત્યાં ૧૦૮ પાંદડામાંથી બનેલી માળા હનુમાનજીને અર્પિત કરવી. ધ્યાન રાખવું કે આ માળાના દરેક પાંદડા પર સિંદૂર પણ લગાવેલું હોવું જોઈએ. આ ઉપાય કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જશે અને તમારી સમસ્યાનું નિવારણ પણ થઈ જશે.
  • શનિવારના દિવસે હનુમાન મંદિરમાં શ્રીફળ, ચણા અને ચિરોંજીનો પ્રસાદ ચઢાવવો પણ શુભ હોય છે. આ ઉપાય કરવાથી તમારી સાથે ખરાબ ચીજો બનતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *