શરીરના આ અંગો પર વાળ હોવા હોય છે સૌભાગ્યશાળીની નિશાની, તે લોકો હોય છે ખૂબ જ ધનવાન

Posted by

હસ્તરેખા વિજ્ઞાનમાં ફક્ત હાથની રેખાઓ જ નહી પરંતુ વ્યક્તિના શરીરના બધા અંગોની બનાવટ અને તેમના પર રહેલ ચિન્હોથી પ્રતિત થનાર ભવિષ્યના વિશે પણ જણાવવામાં આવ્યું છે. તેવામાં આજે અમે વાત કરીશું શરીર પર રહેલા વાળના વિશે. આમ તો દરેક વ્યક્તિના શરીર પર વાળ હોય છે અને તે એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ અમુક વિશેષ અંગો પર વાળ હોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ આખરે તે કયા કયા અંગો છે.

મહિલાઓનાં લાંબા વાળ

જે મહિલાઓનાં માથા પર લાંબા અને કાળા વાળ હોય છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાંબા કાળા વાળ હોવા ફક્ત તે મહિલા માટે જ શુભ હોતું નથી પરંતુ તે જેમની સાથે લગ્ન કરે છે તેમના માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આવા પુરુષો નોકરી અને વ્યવસાયમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે છે. માનવામાં આવે છે કે તે યુવતીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તે લગ્ન કરીને જે પણ ઘરમાં જાય છે, ત્યાં બધાની ફેવરિટ બની જતી હોય છે. તેમના પતિ પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે.

મહિલાઓનાં હાથ પર વાળ

અમુક મહિલાઓ એવી પણ હોય છે જેમના હાથ પર વાળ હોય છે. માનવામાં આવે છે કે આવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે પરંતુ તે સ્વભાવથી ખૂબ જ જિદ્દી હોય છે. જો તે કોઈ કામ કરવાનું નક્કી કરી લે તો તેને પૂરું કરીને જ માને છે. તેમને અધૂરું કામ કરવું પસંદ હોતું નથી. આ જ કારણ છે કે તે પોતાના કરિયરમાં સફળ રહે છે અને ખૂબ પૈસા કમાય છે. પોતાના કામ પ્રત્યે આ મહિલાઓમાં ગજબનું ઝનૂન જોવા મળે છે. તે દરેક કામ પોતાના મગજથી કરે છે. આ જ કારણ છે કે તેમને પૈસાની કોઇ કમી હોતી નથી.

પુરુષોના ખભા પર વાળ

હસ્તરેખા વિજ્ઞાનમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પુરુષોના ખભા પર વાળ હોય છે, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એટલું જ નહીં પરંતુ તે ખૂબ જ બુદ્ધિશાળી અને જ્ઞાની પણ હોય છે. આ જ કારણ છે કે તે કોઈપણ કાર્યને દિલથી નહી પરંતુ મગજથી કરવાનું પસંદ કરે છે. માનવામાં આવે છે કે જે પુરુષોનાં હાથમાં વાળ ઓછા હોય છે, તે દૂરદર્શી જરૂર હોય છે પરંતુ સાથે સાથે મતલબી પણ હોય છે. સાથે જ આ પુરુષો પૈસાની બાબતમાં પણ ખૂબ જ વધારે કંજૂસ હોય છે. તે જલ્દી કોઈના પર પૈસા ખર્ચ કરતા નથી, ત્યાં સુધી કે પોતાના ઘર માટે પણ તેમના ખિસ્સામાંથી જલ્દી પૈસા નીકળતા નથી.

છાતી પર વાળ

પુરુષ હોય કે મહિલા જેમની છાતી પર વાળ હોય છે, તે ખૂબ જ શુભ હોય છે. માનવામાં આવે છે કે આવા પુરુષો સંતોષી સ્વભાવના હોય છે અને કોઈપણ ચીજને લઈને ક્યારેય પણ અસંતોષ વ્યક્ત કરતા નથી. એટલું જ નહી તે હસમુખ સ્વભાવના પણ હોય છે, તેથી તે દરેક લોકો સાથે હસીને જ વાત કરતા હોય છે. જે મહિલાઓ અને પુરુષોની છાતી પર વાળ હોય છે તે ક્યારેય પણ પૈસાની પાછળ ભાગતા નથી. તે ફક્ત પોતાના કામ પર જ ફોકસ કરે છે. આ લોકો માટે પૈસા જમા કરવા કોઈ ખાસ જરૂરી હોતું નથી.

કાન પર વાળ હોવા

કાન પર વાળ હોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ લોકો ખૂબ જ જવાબદાર વ્યક્તિ હોય છે અને તે પોતાની જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવે છે. સાથે જ તે દરેક સંબંધમાં પ્રામાણિક હોય છે, તેવામાં તેમના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય છે. આવા લોકો પોતાના ઘર પરિવારનાં સૌથી વિશ્વસનીય વ્યક્તિ હોય છે અને તેને અચકાયા વગર કામ સોંપી શકાય છે. આ લોકો ક્યારેય પણ નિરાશ કરતા નથી અને દરેક કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે. એટલું જ નહી તે કોઈપણ પરિસ્થિતિમાં હાર માનવા તૈયાર હોતા નથી અને તે દરેક પરિસ્થિતિ સામે ઝઝૂમે છે.

પીઠ પર વાળ હોવા

પીઠ પર વાળ હોવા વીર અને સાહસી હોવાનો સંકેત માનવામાં આવે છે. આ લોકો વફાદાર અને જવાબદાર વ્યક્તિ હોય છે. જેમના પીઠ પર વાળ હોય છે, તે ધનનાં મામલામાં પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. માનવામાં આવે છે કે તેમના પર માં લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે અને તે સદાય આગળ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *