શરીરનાં આ સ્થાનમાં હોય છે આત્માનો વાસ, શાસ્ત્રોમાં કહેવામાં આવેલ આ વાતને હવે વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી

શરીરમાં દરેક અંગોનું એક નિશ્ચિત સ્થાન હોય છે. મગજ માથામાં હોય છે. હૃદય છાતીમાં અને કિડનીઓ પેટમાં હોય છે. આપણે આ બધી જ વાતો જાણીએ છીએ પરંતુ જ્યારે આત્માની વાત આવે છે તો આપણે જણાવી શકતા નથી કે શરીરની અંદર આત્મા ક્યાં સ્થાન પર રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આત્મા શરીરનાં ક્યાં સ્થાન પર રહેતી હોય છે.

આત્માનાં વિશે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તે શરીરનાં દરેક ભાગમાં રહે છે એટલે કે જ્યાં પણ સંવેદના હોય છે ત્યાં તેની ઉપસ્થિતિ મહેસુસ કરી શકાય છે. જો આ માન્યતાને માનવામાં આવે તો વાળ અને નખ જેવાં ભાગમાં તેનો વાસ હોવો ના જોઈએ પરંતુ જો શાસ્ત્રોનું માનવામાં આવે તો આત્મા મુખ્ય રૂપથી મસ્તિષ્કમાં નિવાસ કરે છે.

યોગની ભાષામાં તે કેન્દ્રને સહસ્ત્રાર ચક્ર કે બ્રહ્મરંઘ્ર કહેવામાં આવે છે. હવે તો વિજ્ઞાન પણ એ વાતની પુષ્ટિ કરવાં લાગ્યું છે. તેમનાં અનુસાર મૃ-ત્યુ બાદ આત્મા કે ચેતના શરીરનાં તે ભાગ માંથી બહાર નીકળીને બહાર જગતમાં ફેલાઈ જાય છે. અમુક જ્ઞાની પુરુષોનું કહેવું છે કે આત્મા સહસ્ત્રાર ચક્રમાં રહે છે, જે વ્યક્તિનાં મગજનો જ એક ભાગ હોય છે. પંડિતો જે સ્થાન પર ચોટલી રાખે છે, બસ તે જ જગ્યાએ તે સ્થિત હોય છે. શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે આત્માનો નિવાસ મસ્તિષ્કમાં જ છે.

નવા અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે તંત્રિકા પ્રણાલીમાંથી જ્યારે ક્કાંટમ પદાર્થ ઓછો થવા લાગે છે ત્યારે મૃ-ત્યુનો આભાસ થવા લાગે છે. એરિજોના વિશ્વ વિદ્યાલયનાં એનેસ્થિસિયોલોજી અને મનોવિજ્ઞાન વિભાગનાં પ્રોફેસર એમરેટસ અને તેમની સાથે તે જ યુનિવર્સિટીમાં રિસર્ચ વિભાગનાં નિર્દેશક ડો.સ્ટુઅર્ટ હેમેરાફ એ આત્મા વિશે ઘણી બધી વાતો જણાવી. તે બંનેનું કહેવું હતું કે મસ્તિષ્કની કોશિકાઓની અંદર બનેલા ઢાંચોમાં આત્માનું મુળ સ્થાન હોય છે, જેને “માઇથાટ્યુબસ” કહેવામાં આવે છે.

જેમ કે પહેલાં જ જણાવવામાં આવી ચુક્યું છે કે યોગની ભાષામાં આ કેન્દ્રને સહસ્ત્રાર ચક્ર કે બ્રહ્મરંધ્રના નામથી જાણવામાં આવે છે. માણસનું મૃ-ત્યુ થયા બાદ આત્મા શરીરના તે ભાગમાંથી બહાર નીકળીને જગતમાં ફેલાઈ જાય છે. શાસ્ત્રોમાં પણ કંઈક આવું જ કહેવામાં આવ્યું છે કે માણસનું મૃ-ત્યુ થયા બાદ શરીરમાંથી નીકળીને આત્મા બીજા લોકની યાત્રા પર નીકળી જાય છે.