આજકાલનાં સમયમાં લોકોનું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે. વ્યસ્ત જીવનશૈલીના લીધે દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકારી દાખવે છે, જેના લીધે ઘણાં પ્રકારની બીમારીઓ શરીરને પોતાના કબજામાં લઈ લેતી હોય છે. આમ તો બધી જ બીમારીઓ ખતરનાક હોય છે પરંતુ કેન્સરની બીમારીને સૌથી વધારે ખતરનાક અને જીવલેણ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં કેન્સરને સૌથી વધારે ખતરનાક બીમારીનાં રૂપમાં જાણવામાં આવે છે કારણકે તેની સારવાર હાલમાં તો વિકાસશીલ દેશોમાં નથી. કોઈપણ ઉંમરના વ્યક્તિને આ બીમારી પોતાની ઝપેટમાં લઈ શકે છે.
દિવસે ને દિવસે કેન્સરની બિમારીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધતી જઈ રહી છે, સંખ્યા વધતી હોવાનું કારણ એ પણ છે કે કેન્સરના લક્ષણો વિશે આપણને મોડી જાણ થાય છે. મોટાભાગના લોકો કેન્સરના લક્ષણોને ઓળખી શકતા નથી, જેના લીધે આ બીમારી ખૂબ જ ગંભીર રૂપ લઈ લેતી હોય છે. આજે અમે તમને કેન્સરના શરૂઆતી લક્ષણોનાં વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે આ બીમારીના શરૂઆતી લક્ષણોને સમયસર ઓળખીને આ બીમારીથી બચી શકો છો.
શ્વાસ ચડવો
જો તમે દરરોજ વ્યાયામ કરો છો તો કે પછી દોડો છો ત્યારે શ્વાસ ચડવા લાગે છે પરંતુ જે લોકોને ચાલ્યા વગર કે દોડ્યા વગર જ શ્વાસ ચડવાની સમસ્યા થઈ રહી હોય તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. સતત શ્વાસ ચડવો કેન્સરના શરૂઆતનાં સંકેત માનવામાં આવે છે. જો તમને પણ આવી પરેશાની થઇ રહી હોય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ભૂખ ઓછી લાગવી
કેન્સરની બિમારી એ એવી છે જે કોઈને પણ પોતાની ચપેટમાં લઈ શકે છે. પછી તે બાળક હોય કે કોઈ મોટું વ્યક્તિ. દરેક વ્યક્તિ તેનો શિકાર થઈ શકે છે. ઘણીવાર એવું બને છે કે ભૂખ ઓછી લાગે છે. તે પાચનતંત્ર સાથે જોડાયેલ સમસ્યા હોઈ શકે છે. જો પાચનક્રિયા ખરાબ હોય તો તેને જલ્દીથી ઠીક કરી શકાય છે પરંતુ જો તમને ઘણા દિવસોથી ભૂખ ઓછી લાગી રહી હોય તો તમારે આ સ્થિતિમાં તરત જ સાવધાન થઈ જવું જોઈએ અને જેટલી જલ્દી બની શકે ડોક્ટરની પાસે પહોંચી જવું જોઈએ કારણ કે ભૂખ ઓછી લાગવી કેન્સરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે.
રક્તસ્રાવ
જો થુંકતા સમયે, યુરીન કરતાં સમયે કે શૌચ કરતા સમયે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે આ સમસ્યા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
ઈજા જલ્દી ઠીક ના થવી
જો તમારા શરીરના કોઈપણ અંગ પર ઇજાના લીધે ઘા પડી ગયો હોય અને દવા કરવા છતાં પણ તમારા શરીરમાં પડેલ ઘા ઠીક ના થઈ રહ્યો હોય તો તેવામાં તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ નહીતર આ નાની પરેશાની આગળ જઈને કેન્સર જેવું ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
શરદી-ઉધરસ લાંબા સમય સુધી રહેવી
આપણા શરીર પર ઋતુના પરિવર્તનની પણ અસર પડે છે. ઋતુમાં પરિવર્તન આવતાં જ આપણને શરદી-ઉધરસ જેવી સમસ્યા થવા લાગે છે પરંતુ સામાન્ય સારવાર કરાવ્યા બાદ તે ઠીક થઈ જાય છે. પરંતુ જો તમને ખૂબ જ લાંબા સમયથી શરદી-ઉધરસ જેવી પરેશાની થઈ રહી હોય અને દવાથી પણ જો તે ઠીક ના થઈ રહી હોય તો તમારે આ સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણકે લાંબા સમય સુધી શરદી-ઉધરસ રહેવી કેન્સરના શરૂઆતના લક્ષણ માનવામાં આવે છે.