શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે પોતાના ભોજનમાં સામેલ કરો આ તમામ ચીજો

હિમોગ્લોબીન આપણા શરીરમાં લોહીનું એક પ્રમુખ અવયવ છે. તે શરીરની રક્ત કોશિકાઓમાં રહેલા એવા કણ હોય છે, જે શરીરની વિભિન્ન કોશિકાઓ સુધી ઓક્સિજનનું વહન કરે છે. તેમાં મુખ્ય રૂપથી આયરન ઉપસ્થિત હોય છે. એક સ્વસ્થ વયસ્ક પુરુષમાં હિમોગ્લોબીનનું સામાન્ય સ્તર લગભગ ૧૩.૫ ગ્રામથી ૧૭.૫ ગ્રામ પ્રતિ ડેસિલિટર વચ્ચે હોવું જોઈએ. જ્યારે એક સ્વસ્થ વયસ્ક મહિલામાં આ સ્તર લગભગ ૧૨.૦ ગ્રામથી ૧૫.૫ ગ્રામ પ્રતિ ડેસિલિટર વચ્ચે હોવું જોઈએ. શરીરમાં તેની ઉણપ થવાથી એનીમિયા કે નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે જો શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ થઈ જાય તો તેના ક્યાં-ક્યાં લક્ષણો જોવા મળે છે ? સાથે જ તેની પૂર્તિ માટે આપણે કઈ-કઈ ચીજોનું સેવન કરવું જોઇએ ? આ તમામ ચીજો છે, જો તમે તેને તમારા ભોજનમાં સામેલ કરો છો તો તે શરીરમાં રક્ત એટલે કે લોહીની માત્રા વધારવામાં મદદ પણ કરશે.

શરીરમાં આયર કે હિમોગ્લોબીનની ઊણપ હોવાના લક્ષણો

શરીરમાં હિમોગ્લોબીન કે આયરનની ઉણપ હોવા પર નિમ્ન લક્ષણ જોવા મળે છે. જેમકે હંમેશા થાકનો અનુભવ થવો, ગભરામણ જેવું ફીલ થવું, શ્વાસ લેવામાં તકલીફ અનુભવી, ત્વચા, આંખ કે નખનું પીળું પડી જવું વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે. તો ચાલો જાણી લઈએ કે આપણે કઈ ચીજોને આપણા ભોજનમાં સામેલ કરવી જોઈએ કે જેથી આયરન કે હીમોગ્લોબિનની ઉણપ ના રહે.

લીલા પાંદડા વાળા શાકભાજી

લીલા શાકભાજી ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકમાં પર્યાપ્ત માત્રામાં આયરન તત્વ મળી આવે છે. તે આયરન આપણા શરીરમાં હિમોગ્લોબીન નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ જ કારણ છે કે ચિકિત્સક પણ શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ હોવા પર લીલા શાકભાજી જેમ કે પાલક, સાગ, બ્રોકલી, ગ્રીન બીન્સ અને મેથી વગેરેનું સેવન કરવાની સલાહ આપે છે.

વિટામીન-સી યુક્ત આહાર

શરીરમાં હિમોગ્લોબિનનાં નિર્માણમાં આયરન ભલે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે પરંતુ શરીરમાં આયરનને સારી રીતે અવશોષિત થવા માટે વિટામીન-સી ઘણું જ આવશ્યક હોય છે. એટલા માટે શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ પૂરી કરવા માટે આયોડીન યુક્ત આહાર સાથે સાથે વિટામીન-સી યુક્ત ફળ જેવા કે સંતરા, કીવી, સ્ટ્રોબેરી, જમરૂખ, દ્રાક્ષ, તરબૂચ તથા લીંબૂ વગેરેનુ સેવન પણ જરૂર કરવું જોઈએ.

ફોલિક એસિડની પૂર્તિ

વાસ્તવમાં વિટામીન-બી ૯ ને જ ફોલિક એસિડ કહેવામાં આવે છે. આ વિટામિન આપણને એનિમિયા જેવા રોગોથી બચાવે છે. એટલા માટે આપણા આહારમાં આ વિટામિનનું હોવું ખૂબ જ આવશ્યક હોય છે. તે આપણા શરીરમાં લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણમાં સહાયતા કરે છે. વિટામિનની પૂર્તિ માટે આપણે રાજમા, અંકુરિત અનાજ, બીટ, મસુર દાળ, મગફળી, ખજૂર, કેળા, સફરજન, ફ્લાવર, બ્રોકોલી, એવોકાડો તથા પાલક વગેરેનું સેવન કરવું જોઈએ.

અન્ય ઉપાયો

જો શરીરમાં ખૂબ જ જલ્દી લોહી વધારવા માંગો છો તો તેના માટે શેરડીનાં રસનું પણ સેવન કરવું ઘણું ફાયદાકારક રહે છે. આ સિવાય તમે દાડમ તથા બીટનાં રસમાં સંતરાનો રસ ભેળવીને પી શકો છો, તેનાથી શરીરમાં ખૂબ જ જલ્દી હિમોગ્લોબીન વધે છે તથા તેની ઊણપ દૂર થાય છે. આ રીતે આ તમામ ચીજોને પોતાના ડાયટમાં સામેલ કરવાથી આપણે આયરન અથવા હિમોગ્લોબીનની ઊણપને દૂર રાખી શકીએ છીએ.