શરીરના આ ભાગોમાં બાંધો કાળો દોરો, પૈસાની તંગી, ખરાબ નજર, દુર્ભાગ્ય બધાનું થઈ થશે સમાધાન

Posted by

એક માણસનાં જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ હોય છે. આ પરેશાનીઓનો સામનો કરીને પણ તેઓ થાકી જાય છે. તેવામાં વ્યક્તિ ભગવાનની તરફ આસ્થા અને શ્રદ્ધાનાં ભાવથી જોવે છે. તે વિચારે છે કે કોઈ એવો ચમત્કાર થઈ જાય અને તેમની બધી મુશ્કેલીઓનો હલ મળી જાય. પૈસા ના હોવા, અસ્વસ્થ રહેવું, ખરાબ કિસ્મતથી લઈને સારા જીવનસાથી ના મળવા સુધીની સમસ્યાઓ હોય છે, જે આપણને ટેન્શન અને ડિપ્રેશન આપે છે. આ બધાથી બચવા માટે અમે તમને આજે એક ખુબ જ સરસ અને સરળ ઉપાય જણાવવા જઇ રહ્યાં છીએ. તમે બધાએ જોયું હશે કે પૂજામાં કાળા દોરાનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. જો તમે આ કાળા દોરાને સાચી વિધિ અને સાચી જગ્યા પર બાંધો છો તો તમારી ઘણી મુશ્કેલીઓ આપમેળે જ હલ થઈ જશે. તો ચાલો આપણે હજુ તેને વિસ્તારથી સમજી લઈએ.

પૈસા માટે

ધન સંબંધિત કોઈપણ સમસ્યા જેવી કે આર્થિક તંગી, નોકરી ના મળવી, બિઝનેસમાં નુકસાન અથવા બીજું કંઈપણ હોય તેના માટે આ ઉપાય કરો. શુક્રવારનાં દિવસે માં લક્ષ્મીનાં ચરણોમાં એક કાળો દોરો રાખો. હવે ઘી નો દિવો પ્રગટાવીને તેમની પૂજા કરો. ત્યારબાદ કાળા દોરાને જમણા હાથમા બાંધી લો. જેનાથી તમારા હાથમાં વધારેમાં વધારે પૈસા આવવાના શરૂ થઈ જશે.

સારા ભાગ્ય માટે

જો તમે ખરાબ ભાગ્યથી પરેશાન છો અને તમારું ભાગ્ય ચમકાવવા ઈચ્છતા હોય તો બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરો. પૂજા પહેલા એમના ચરણોમાં કાળા રંગનો દોરો પણ રાખો. પૂજા સમાપ્ત થયા પછી આ કાળા દોરાને પોતાના જમણા હાથની ભુજા (કોણીની ઉપર વાળો ભાગ જ્યાં બાયસેપ બને છે) ત્યાં બાંધી દો. ભાગ્યવિધાતા ગણેશજી તમારૂ ભાગ્ય સારી રીતે ચમકાવી દેશે.

ખરાબ નજરથી બચવા માટે

જો તમે તમારા દુશ્મનો કે લોકોની ખરાબ નજરથી પરેશાન છો તો શનિવારનાં દિવસે સ્નાન કર્યા બાદ ડાબા પગમાં કાળો દોરો બાંધી લો. તેનાથી કોઈપણ તમારું ખરાબ કરી શકશે નહી. દુશ્મનની ખરાબ નજર અને કાવતરું પણ ફેલ થઈ જશે.

જીવનસાથી માટે

જો તમને પોતાને ગમે તેવો જીવનસાથી ના મળી રહ્યો હોય તો તમારે જરાપણ ચિંતા કરવાની જરૂર નથી. બસ સોમવારનાં દિવસે શિવજીની પૂજા કરો અને તેમને જલ અર્પિત કરો. ત્યારબાદ એક કાળો દોરો લો અને એમાં ૭ ગાંઠ બાંધી લો. દરેક ગાંઠને બાંધતા સમયે “ઓમ નમઃ શિવાય” જરૂર બોલો. ત્યારબાદ ૭ ગાંઠ વાળા દોરાને ગળામાં પહેરી લો. તેનાથી તમને જલ્દીથી ૭ જન્મ સુધી સાથ નિભાવવા વાળો જીવનસાથી મળી જશે.

સ્વસ્થ રહેવા માટે

કોઈ બીમારી અથવા દુર્ઘટનાથી બચવા માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે આ ઉપાય કરો. ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરો. ત્યારબાદ કાળા દોરાને પોતાની કમર ઉપર બાંધી લો. જે તમને ખરાબ તબિયત કે કોઈ અનહોની થી રક્ષા કરશે. એનાથી તમે હંમેશા સ્વસ્થ અને સહી સલામત રહેશો.

તમને આ જાણકારી કેવી લાગે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે જ એને બીજાની સાથે શેર કરવાનું ભૂલશો નહી, જેથી તેઓને પણ તેનો લાભ મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *