શરીરના કોઈ ભાગ પર બર્થમાર્ક હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો પીઠ પર હોય તો વ્યક્તિ…

જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો તે ઘણી જ ખૂબીઓ સાથે આ દુનિયામાં આવે છે. જોકે કોઈપણ વ્યક્તિની ખૂબીઓ તેમના જન્મ થતાં જ જોવા મળતી નથી. ઘણા બાળકોમાં તો જન્મ થયાના થોડા સમય બાદ જ આ ખૂબીઓ દેખાવા લાગતી હોય છે. જ્યારે અમુક બાળકોની ખુબીઓ ઘણા સમય બાદ જોવા મળે છે. ઘણીવાર તમે જોયું હશે કે અમુક બાળકોનો જન્મ થાય ત્યારે તેમના શરીર પર અમુક નિશાન હોય છે. તેને બર્થમાર્ક કહેવામાં આવે છે. કારણ કે તે જન્મના સમયથી જ હોય છે.

સમુદ્રશાસ્ત્રના અનુસાર બર્થમાર્કથી વ્યક્તિના ભવિષ્ય અને તેમના સ્વભાવ વિશે ઘણુ બધુ જાણી શકાય છે. કોઈપણ વ્યક્તિના સ્વભાવની વિશે જાણવું હોય તો તમારે બસ તેમના શરીરના બર્થમાર્કને જોવાની જરૂર હોય છે. કહેવામાં આવે છે કે દરેક નિશાનનો એક મતલબ હોય છે. એવું જરૂરી નથી કે દરેક બર્થમાર્ક શુભ જ હોય. અમુક બર્થમાર્ક અશુભ પણ હોય છે. અમુક નિશાન સૌભાગ્યનું પ્રતીક હોય છે તો અમુક દુર્ભાગ્યને પ્રોત્સાહન આપે છે. આજે અમે તમને જણાવીશું કે શરીરના અલગ અલગ ભાગ પર જોવા મળતા બર્થમાર્કનો મતલબ શું હોય છે.

ચહેરા પર બર્થમાર્ક

અમુક લોકોના ચહેરા પર તમે કાળા રંગનું આછું નિશાન જોયું હશે. તે નિશાન બર્થમાર્કનું હોય છે. જે લોકોના ચહેરા પર બર્થમાર્ક હોય છે. તે વ્યક્તિ ખૂબ જ વધારે બોલવા વાળું હોય છે. સાથે જ તે ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે. આ લોકોને જીવનમાં ક્યારેય પણ ધનની ખોટનો સામનો કરવો પડતો નથી.

હાથ પર બર્થમાર્ક

અમુક લોકોના હાથ પર પણ બર્થમાર્ક હોય છે. જેનો અર્થ થાય છે કે તે લોકો પરિવારિક હોય છે. આવા લોકો પોતાનો સમય વધારેમાં વધારે પરિવારની સાથે પસાર કરે છે. આ લોકોનો વધારે સમય બાળકોની સંભાળ રાખવામાં પસાર થાય છે.

પીઠ પર બર્થમાર્ક

જે લોકોની પીઠ પર બર્થમાર્ક હોય છે તે લોકો વધારે પ્રામાણિક અને ખુલ્લા વિચારોવાળા હોય છે. આ લોકો કોઇપણ કામ પ્રામાણિકતાથી અને મહેનતથી કરે છે.

આંગળી પર બર્થમાર્ક

જે લોકોની હાથોની આંગળીઓ પર બર્થમાર્ક હોય છે. તે લોકો પોતાનું જીવન મુક્તપણે જીવવાનું પસંદ કરે છે. તેમને પોતાના જીવનમાં કોઈના પર નિર્ભર રહેવાનું પસંદ હોતું નથી.

પેટ પર બર્થમાર્ક

જે લોકોના પેટ પર બર્થમાર્ક હોય છે તે લોકો લાલચુ હોય છે અને હંમેશા પોતાના વિશે જ વિચારતા હોય છે.

ગાલ પર બર્થમાર્ક

જો કોઈ વ્યક્તિના ગાલ પર બર્થમાર્ક હોય તો સમજી જાઓ કે તે વ્યક્તિ ખૂબ જ મહેનતુ છે. વળી જેના ડાબા ગાલ પર બર્થમાર્ક હોય તો સમજી જાઓ કે તે વ્યક્તિ જીવનમાં ખૂબ જ પરેશાન અને ઉદાસ છે.

ખંભા પર બર્થમાર્ક

જો કોઈ વ્યક્તિના ડાબા ખંભા પર બર્થમાર્ક હોય તો તે ખરાબ નસીબની નિશાની હોય છે. જ્યારે જો કોઈ વ્યક્તિના સીધા ખંભા પર બર્થમાર્ક હોય છે તો તે શુભનું પ્રતીક હોય છે.

છાતી પર બર્થમાર્ક

જો કોઈ વ્યક્તિની છાતી પર બર્થમાર્ક હોય તો સમજી જાઓ કે તે વ્યક્તિને દરેક કામમાં સફળતા મળશે. તેમને જીવનમાં ક્યારેય પણ હારનો સામનો કરવો પડતો નથી. આ લોકો હસમુખ સ્વભાવના હોય છે.

માથા પર બર્થમાર્ક

જો કોઈ વ્યક્તિના માથા પર કોઈ જગ્યાએ બર્થમાર્ક હોય છે તો તે તેમના લવ લાઇફની તરફ ઇશારો કરે છે. તેના પરથી એવું જાણવા મળે છે કે તે વ્યક્તિ ઘણીવાર પ્રેમ સંબંધોમાં પડે છે.

પગમાં બર્થમાર્ક

જો કોઈ વ્યક્તિના પગમાં બર્થમાર્ક હોય તો સમજી જાઓ કે તે ખૂબ જ ભાગ્યશાળી છે તેમને જીવનમાં દરેક વખતે સફળતા મળશે અને તેમની ખૂબ જ પ્રગતિ પણ થશે.