શાસ્ત્રોના અનુસાર જન્મદિવસ પર કરવા જોઇએ આ ૬ કામ, મળે છે લાંબી ઉંમર અને સારું ભાગ્ય

જન્મદિવસ એટલે કે બર્થ-ડે ઉજવવો દરેક લોકોને પસંદ હોય છે. દર વર્ષે વ્યક્તિ પોતાના જન્મદિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય છે. તે દિવસે તે પોતાનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ખુબ જ ધામધુમથી ઉજવે છે. પોતાના દરેક જન્મદિવસે વ્યક્તિ એવું જ વિચારે છે કે તેમનું આવનારું વર્ષ વધારે સારું અને સુખમય રીતે પસાર થાય.

તેમના જીવનના દુઃખ ઓછા થઈ જાય અને ભાગ્ય હંમેશા તેમનો સાથ આપે. આપણા શાસ્ત્રોમાં પણ જન્મદિવસને શુભ અને લાભકારી બનાવવા માટે અમુક ઉપાયો બતાવવામાં આવેલા છે. જો તમે શાસ્ત્રોના નિયમોના આધાર પર જન્મદિવસ ઉજવો છો તો આવનારું વર્ષ સારું ભાગ્ય અને વધારે સારું સ્વાસ્થ્ય લઈને આવે છે. તેનાથી તમારું પુરુ વર્ષ ખૂબ જ સારી રીતે પસાર થાય છે. તો ચાલો જાણીએ તમારે તમારો જન્મદિવસ કઈ રીતે ઉજવવો જોઈએ.

મીણબત્તી ઓલવવી ના જોઈએ

સનાતન માન્યતાઓના અનુસાર જન્મદિવસના દિવસે મીણબત્તી કે દિવો ઓલવવો ખૂબ જ અપશુકન લાવે છે. આવું કરવા પર વ્યક્તિને નરકનો દ્વાર જોવો પડે છે. તેથી યોગ્ય એ રહેશે કે તમે જેટલા વર્ષના થયા હોય એટલી મીણબત્તીઓ ઓલવવાની જગ્યાએ એટલી જ સંખ્યામાં મંદિરમાં દિવા પ્રગટાવો. તેનાથી તમારું આવનારું વર્ષ સકારાત્મક રહેશે.

આટલી ચીજોનું સેવન ના કરો

જન્મદિવસના દિવસે ભૂલમાં પણ માંસ કે મચ્છીનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે તમે ૧ વર્ષ વધારે જીવિત રહેવાની ઉજવણી કરો છો એવામાં કોઈ બીજા જીવને મારીને ખાવું યોગ્ય હોતું નથી. આવું કરવા પર પાપ લાગે છે. શાસ્ત્રોના અનુસાર તો તમારે જન્મદિવસ પર મદિરા એટલે કે દારૂનું પણ સેવન ના કરવું જોઈએ. એવી માન્યતા છે કે પોતાના જન્મદિવસ પર દારૂ પીવાથી અને માંસ ખાવાથી તમારું આવનારું વર્ષ વિવાદો અને રોગોથી ઘેરાયેલ રહે છે.

આ રીતે કરો સ્નાન

શાસ્ત્રોનું માનીએ તો જન્મદિવસના દિવસે તમારે ભૂલમાં પણ ગરમ પાણીથી સ્નાન ના કરવું જોઈએ. આ ક્રિયા તમારા ગ્રહો પર વિપરિત પ્રભાવ પાડે છે. તેથી પોતાના જન્મદિવસ પર સવારે ગંગાજળ ઉમેરીને સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી તમે પૂર્ણ રૂપથી શુદ્ધ અને પવિત્ર થઈ જાવ છો.

આ લોકોના આશીર્વાદ જરૂર લો

પોતાના જન્મદિવસ પર દેવી-દેવતાઓ, ગુરુઓ અને માતા-પિતાના આશીર્વાદ લેવાનું ભુલશો નહી. જન્મદિવસ પર તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી તમારું આવનારુ વર્ષ સુખોથી ભરપૂર રહે છે. તેનાથી તમારું ભાગ્ય પણ તમારો સાથ આપવા લાગશે.

દાન કરો

પોતાના જન્મ દિવસના દિવસે દાન ધર્મ કરવાનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે તમે કોઈપણ મંદિરમાં દાન કરો. તેના સિવાય પણ તમે કોઈ ગરીબ કે જરૂરિયાત માણસને મદદ કરી શકો છો. આવું કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તમને મનગમતું ફળ આપે છે.

આ લોકોનું અપમાન ના કરો

તમારા જન્મ દિવસના દિવસે ભૂલમાં પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ભલે તે પછી તમારા મિત્ર, સંબંધીઓ, બાળકો વગેરે હોય કે તમારો શત્રુ પણ કેમ ના હોય. બધાની સાથે આ દિવસે સારો વ્યવહાર કરો. ખાસ કરીને ગરીબ કે અસહાય વ્યક્તિને પોતાના જન્મદિવસ પર કષ્ટ આપવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. તેનું કારણ એ છે કે શનિદેવ તેમનું પ્રતિનિધિત્વ કરે છે. અમે આશા રાખીએ છીએ કે તમને જન્મદિવસ ઉજવવાના આ ઉપાયો પસંદ આવ્યા હશે.