શત્રુઓની અડધી શક્તિ ખેંચી લેતો હતો બાલી, જ્યારે હનુમાનજી સામે થયો તેમનો સામનો, વાંચો પુરી કથા

Posted by

શાસ્ત્રોના અનુસાર જોવામાં આવે તો સંકટ મોચન હનુમાનજીને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેમણે પોતાની શક્તિઓથી દુષ્ટોને સબક શીખવાડ્યો છે. તેમની શક્તિઓની આગળ કોઈ ટકી શકતું નથી. સમય આવવા પર તેમણે પોતાની શક્તિઓનું પ્રદર્શન કરીને સમસ્યાનું સમાધાન કર્યું છે. રામાયણના અનુસાર જોવામાં આવે તો એકવાર મહાબલી હનુમાનજીનો સામનો શત્રુની અડધી શક્તિ ખેંચી લેનાર બાલી સામે થયો હતો.

બાલીને પોતાની શક્તિ પર ખૂબ જ વધારે ઘમંડ હતો. તે એવું જ વિચારતો હતો કે તેમને આ દુનિયામાં કોઈપણ હરાવી નહી શકે. બાલીનો સામનો કોઈપણ કરી શકતું નથી. પરંતુ બાલીના આ ઘમંડને રામભક્ત હનુમાનજીએ ચૂર ચૂર કરી નાખ્યું હતું. આજે અમે તમને હનુમાનજી અને બાલીના યુદ્ધની કથા જણાવીશું.

બાલીની શક્તિઓનું આ હતું રહસ્ય

બાલીને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવતો હતો. તમને જણાવી દઈએ કે બાલી સુગ્રીવના ભાઈ અને અંગદના પિતા હતા. અપ્સરા તારા ના પતિ અને વાનર શ્રેષ્ઠ ઋક્ષ ના પુત્ર છે. જ્યારે બાલી કોઈપણની સાથે યુદ્ધ કરતા હતા તો તે પોતાના શત્રુની અડધી શક્તિ ખેંચી લેતા હતા. ભલે શત્રુ કેટલો પણ શક્તિશાળી કેમ ના હોય પરંતુ બાલી ની સામે તો તે કમજોર જ પડી જતો હતો. જેના કારણે બાલી પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરતો હતો.

રામાયણના અનુસાર જોવામાં આવે તો બાલીને તેમના ધર્મ પિતા ઇન્દ્ર પાસેથી એક સ્વર્ણ હાર પ્રાપ્ત થયો હતો. આ હાર ની શક્તિના કારણે બાલી લગભગ અજય હતો. બાલીએ ઘણા યુદ્ધ કર્યા હતા અને બધામાં તેમનો વિજય થયો હતો. બ્રહ્માજીએ બાલીને સ્વર્ણ હાર મંત્રયુક્ત કરીને આપ્યો હતો. જ્યારે બાલી આ હારને પહેરીને રણભૂમિમાં પોતાના શત્રુઓને સામે જતો હતો તો શત્રુઓની અડધી શક્તિ નષ્ટ થઈ જતી હતી. શત્રુની અડધી શક્તિ બાલીને પ્રાપ્ત થઇ જતી હતી જેના કારણથી બાલી શક્તિશાળી બની જતો હતો.

ભગવાન શ્રીરામ પણ બાલીની સામે ના આવ્યાં

એક ગેરસમજના કારણે બાલીના મનમાં સુગ્રીવના પ્રત્યે નફરત ઉભી થઇ ગઇ હતી. જેના કારણે બાલીએ તેમના ભાઈ સુગ્રીવની પત્નીને હડપીને તેમને બળપૂર્વક રાજ્યની બહાર કાઢી મુક્યા હતા. ત્યારે સુગ્રીવ હનુમાનજી પાસે પહોંચ્યા. હનુમાનજીએ સુગ્રીવનો પરિચય શ્રી રામજી સાથે કરાવ્યો હતો.

સુગ્રીવે પ્રભુ શ્રી રામજીને તેમની સમસ્યા વિશે જણાવ્યું. તેમણે એ પણ જણાવ્યું હતું કે બાલી કઈ રીતે બીજાની શક્તિઓને પોતાનામાં સમાવી લે છે. ત્યારે પ્રભુ શ્રીરામજીએ બાલીને છુપાઈને તીર માર્યું હતું. ભલે શ્રી રામજીએ કોઈ અપરાધ કર્યું નહોતું પરંતુ બાલીના મનમાં તે વિચાર બેસી ગયો હતો કે રામજીએ છુપાઈને તેમનો વધ કર્યો છે.

જ્યારે બાલીનો હનુમાનજી સામે થયો સામનો

બાલીને પોતાની શક્તિઓ પર ખૂબ જ વધારે ઘમંડ હતો. તે એવું જ વિચારતો હતો કે આ વિશ્વમાં તેને કોઈપણ હરાવી શકશે નહીં અને તેમનો કોઈ સામનો પણ કરી શકશે નહી. પરંતુ બાલીના આ ઘમંડને હનુમાનજીએ તોડ્યો હતો. એકવાર હનુમાનજી અને બાલી સામસામે આવી ગયા. પ્રચલિત કથા અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે એક દિવસ રામભક્ત હનુમાનજી વનમાં તપસ્યા કરી રહ્યા હતા. તે દરમિયાન બાલી લોકોને ધમકાવતા વનમાં પહોંચી ગયા. બાલી પોતાની તાકાતના નશામાં ચૂર હતો. વનમાં પહોંચીને બાલી જોરજોરથી પડકાર આપવા લાગ્યો કે આ જંગલમાં કોણ છે જે મને હરાવી શકે. જો કોઈએ માતાનું દૂધ પીધું હોય તો મારી સાથે લડીને બતાવે.

બાલીની મોટી મોટી બૂમોથી હનુમાનજીની તપસ્યા ભંગ થઈ ગઈ. ત્યારે હનુમાનજીએ આવીને કહ્યું કે તમે ખૂબ જ શક્તિશાળી છો. તમને આ વિશ્વમાં કોઈ નહીં કરાવી શકે પરંતુ તમે આ રીતે શા માટે બૂમો પાડી રહ્યા છો ? આટલું સાંભળતા જ બાલીને ગુસ્સો આવી ગયો અને તેમણે હનુમાનજીને જ પડકાર ફેક્યો. બાલીએ હનુમાનજીને એવું પણ કહ્યું કે તમે જેની ભક્તિ કરી રહ્યા છો હું તેને પણ હરાવી શકું છું. પ્રભુ શ્રીરામજીની મજાક ઉડતા જોઈને હનુમાનજીને વધારે ગુસ્સો આવી ગયો.

હનુમાનજીએ બાલીનો પડકાર સ્વીકાર્યો. એવું નક્કી કરવામાં આવ્યું કે બીજા દિવસે સૂર્ય ઉગતાની સાથે જ બન્નેની વચ્ચે યુદ્ધ થશે. જ્યારે હનુમાનજી તૈયાર થઈને યુદ્ધ માટે નીકળી પડ્યા ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા અને તેમણે હનુમાનજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે બાલીના પડકારનો સ્વીકાર ના કરે. પરંતુ હનુમાનજીએ કહ્યું કે તેમણે મારા પ્રભુ શ્રી રામજીને પડકાર આપ્યો છે તેથી હું તેમની સાથે યુદ્ધ અવશ્ય કરીશ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે તમારી શક્તિનો ૧૦ મો ભાગ લઈને યુદ્ધમાં જાઓ. બાકી તમારા આરાધ્યના ચરણમાં સમર્પિત કરી દો.

હનુમાનજીએ બ્રહ્માજીની વાત માની લીધી અને પોતાની શક્તિને ૧૦ મો ભાગ લઈને બાલી સાથે યુદ્ધ કરવા માટે ગયા. જ્યારે બાલી અને હનુમાનજી સામ સામે આવ્યા તો હનુમાનજીની શક્તિનો અડધો ભાગ બાલીના શરીરમાં સમાવવા લાગ્યો. બાલીને પોતાના અંદર ખૂબ જ વધારે શક્તિનો અહેસાસ થવા લાગ્યો. તેમને એવું લાગી રહ્યું હતું કે તેમનું શરીર ફાટી જશે. ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા અને આવીને કહ્યું કે જો તમે તમારું જીવન બચાવવા માંગતા હોય તો તરત જ હનુમાનજીથી ખુબ જ દૂર ભાગી જાઓ નહિતર તમારું શરીર ફાટી જશે. ત્યારે બાલીને બધું જ સમજાઈ ગયું અને તે તરત જ હનુમાનજીથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા. ત્યારે તેમને રાહત મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *