શિલ્પા શેટ્ટીએ શેર કરી પોતાના નવા રેસ્ટોરન્ટની તસ્વીરો, આ ખાસ મિત્રોની સાથે જઈને કર્યું ડિનર

બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઇમાં પોતાનું નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે અને સોશિયલ મિડીયા પર પોતાના રેસ્ટોરન્ટની તસ્વીરો શેર કરી છે. સોશિયલ મીડિયા દ્વારા શિલ્પા શેટ્ટીએ લોકોને જણાવ્યું છે કે તેમણે એક નવું રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે, જે મુંબઈના બાંદ્રામાં છે. તે Bastian Chain નું રેસ્ટોરન્ટ છે.

સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટી પોતાના રેસ્ટોરન્ટની તસ્વીરો શેર કરતા એક પોસ્ટ લખી છે અને જણાવ્યું છે કે આ રેસ્ટોરન્ટ પોતાના પતિ રાજ કુન્દ્રાની સાથે મળીને ખોલ્યું છે. પોતાના નવા રેસ્ટોરન્ટમાં શિલ્પા શેટ્ટીએ પોતાના ખાસ મહેમાનોને પણ બોલાવ્યા હતા. શિલ્પા શેટ્ટીએ એક પોસ્ટ શેર કરી જેમાં તેમની સાથે જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ જોવા મળી રહ્યા છે. પોતાના આ ખાસ મિત્રોની સાથે શિલ્પાએ અહીંયા ડિનર કર્યું હતું.

આ અવસર પર શિલ્પા શેટ્ટીએ કાળા રંગના કપડા પહેર્યા છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. શિલ્પા શેટ્ટીએ અભિનેત્રી જેનેલિયા ડિસુઝા, રિતેશ દેશમુખ અને પતિ રાજ કુન્દ્રાની સાથે પોતાની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરોમાં શિલ્પાના રેસ્ટોરન્ટની ઝલક પણ જોવા મળી રહી છે અને તેમનું આ રેસ્ટોરન્ટ ખૂબ જ મોટું અને સુંદર છે. આ તસ્વીર શેર કરતા લખ્યું છે કે, “હવે તે તૈયાર છે”.

શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા એક વેપારી છે અને રાજ કુન્દ્રાએ ઘણા બધા વ્યવસાય શરૂ કરી રાખ્યા છે. રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા બાદ શિલ્પાએ પણ વ્યવસાય જગતમાં પગલાં પાડ્યા છે અને ઘણા વ્યવસાય શરૂ કર્યા છે. શિલ્પા શેટ્ટી દ્વારા કરવામાં આવેલ વ્યવસાયમાં હવે આ રેસ્ટોરન્ટ પણ સામેલ થઈ ચૂકી છે.

જોકે આ રેસ્ટોરન્ટમાં ભોજન કરવું સામાન્ય માણસના ગજા બહારની વાત છે. કારણ કે તે ખૂબ જ મોંઘું રેસ્ટોરન્ટ છે. બાંદ્રા વાળા Bastian માં ઘણીવાર બોલીવુડ સિતારાઓ ભોજન કરવા આવે છે અને શિલ્પા શેટ્ટી મુંબઈમાં Bastian Chain ની કો-ઓનર છે.