ગુજરાતનો આ બીચ ગોવાનાં બીચ કરતા પણ વધારે સુંદર છે, ગોવા પણ ભુલી જશો, તસ્વીરો જોઈને તમને પણ ફરવા જવાનું મન થઈ જશે

Posted by

શિવરાજપુર બીચ પર પ્રકૃતિની અનોખી સુંદરતા જોવા મળે છે. સ્વચ્છ અને વાદળી પાણી વાળા આ શાંત બીચને જોઈને પ્રવાસીઓનાં પણ હોશ ઉડી જાય છે. આંખોને ઠંડક પ્રદાન  કરવાની સાથે જ વાદળી દરિયા કિનારા વાળો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે એક સુંદર સ્થળ બની ગયેલ છે. આ બીચ સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો શિવરાજપુર બીચ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. તેને પર્યટન, પર્યાવરણ અને સલામતી માટે વૈશ્વિક “બ્લુ ફ્લેગ” ધોરણો અનુસાર વિકસિત કરવામાં આવી રહ્યો છે.

સફેદ રેતીની સાથે જ આ બીચ ઘણો શાંત અને સુંદર છે. અહી પર આવીને તમે દરિયાના સુંદર દ્રશ્યનો આનંદ લઈ શકો છો. આમ તો તે શાંત દરિયા કિનારો છે પરંતુ વિકેન્ડ પર અહીં ખુબ જ ભીડ હોય છે. આ દરિયા કિનારાને પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફરવા માટે ખુબ જ સારી જગ્યા માનવામાં આવે છે.

શિવરાજપુર બીચ એવો બીચ છે જ્યાં તમને તે બધી જ વસ્તુ જોવા મળે છે, જે એક સારા દરિયા કિનારે હોવી જોઈએ. અહીંનું પાણી વાદળી અને ખુબ જ સાફ છે. આ ગુજરાતનો એવો બીચ છે, જેને “બ્લુ ફ્લેગ” નો દરજ્જો મળ્યો છે. “બ્લુ ફ્લેગ” નો દરજ્જો માત્ર એ બીચ ને જ મળે છે, જે દુનિયામાં સાફ અને સ્વચ્છ હોય છે. ગુજરાતમાં આ બીચ સિવાય “ધોધલા બીચ” ને પણ “બ્લુ ફ્લેગ” નો દરજ્જો મળ્યો છે. એ પણ ખુબ જ સુંદર બીચ છે.

ભારતમાં ટોટલ ૮ બીચ છે, જેને “બ્લુ ફ્લેગ” નો દરજ્જો મળ્યો છે. શિવરાજપુર બીચ દ્વારકા થી ૧૫ મિનિટ (૧૧ કિલોમીટર) ના અંતર પર આવેલો છે. જે દ્વારકા-ઓખા હાઇવે પર સ્થિત છે. આ દરિયા કિનારો શિવરાજપુર ગામ સુધી ફેલાયેલો છે, જે લાઈટ હાઉસ અને પથરીલા દરિયાના બીચમાં આવેલો છે.

તમને જણાવી દઈએ કે આ બીચ ભારતનો બીજો સૌથી લાંબો બીચ છે. ગુજરાત સરકાર આ બીચને વધારે હોય સુંદર બનાવવા માટે તેના નિર્માણ પર ખુબ જ પૈસા ખર્ચ કરી રહી છે. અહીં પર ફરવા માટે ઘણી બધી વસ્તુઓ છે. અહીં પર સ્કૂબા ડાઇવિંગ, સ્નોકલિંગ, બોટિંગ જેવી ગતિવિધિઓનો તમે આનંદ લઈ શકો છો.

આ સિવાય તમે તરવાનો પણ આનંદ માણી શકો છો અને ઠંડી હવાનો પણ આનંદ લઈ શકો છો. અહીં પર સુર્યોદય અને સુર્યાસ્તનું દ્રશ્ય પણ ખુબ જ સુંદર હોય છે. તમે તે પણ જોઈ શકો છો. શિવરાજપુર દરિયા કિનારા પર કેમ્પિંગની સુવિધા પણ છે.

તેના માટે તમારે પૈસા ખર્ચ કરવા પડશે અને તમે અહીં રાત પણ પસાર કરી શકો છો. તમે સાત દ્વિપોનાં દર્શન માટે પણ જઈ શકો છો. ધ્યાન આપો કે વરસાદની ઋતુ (જુન અને જુલાઇ) દરમિયાન તરવા પર અને નહાવા પર પ્રતિબંધ છે. દ્વારકાની આસપાસ તમે દ્વારકા બીચ, ચોરવાડ બીચ, બેટ દ્વારકા બીચ પણ ફરવા માટે પણ જઈ શકો છો.

આ સિવાય તમે શ્રી દ્વારકાધીશ મંદિર, ગોમતીઘાટ, સુદામા સેતુ, શ્રી શારદા પાઠ, રુકમણી માતા મંદિર, ભડકેશ્વર મહાદેવ મંદિર, ગીતામંદિર, ગોપી તળાવ, લાઈટ હાઉસ, હર્ષદ માતા મંદિર પણ જોવા માટે જઈ શકો છો. અહિયા આવવા માટેનો સૌથી સારો સમય ઓક્ટોબરથી એપ્રિલનો છે.

શિવરાજપુર બીચમાં એન્ટ્રી ફી માત્ર ૩૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. તે સિવાય સ્કુબા ડાઇવિંગ માટે ૨૫૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ, સ્નોર્કલિંગ માટે ૭૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ, બોટિંગ માટે ૧૫૦૦ રૂપિયા પ્રતિ બોટ, આઇલેન્ડ ટુર માટે ૨૩૫૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવેલ છે. શિવરાજપુર બીચ દ્વારકા અને શિવરાજપુરની વચ્ચે સ્થિત છે એટલા માટે તમે દ્વારકામાં હોટલ બુક કરી શકો છો.