શિયાળાની ઋતુમાં રામબાણ સાબિત થાય છે ખજૂર, દૂર રહે છે આટલી પરેશાનીઓ

Posted by

શિયાળાની ઋતુમાં ખજૂરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમનું કારણ એ છે કે ખજૂરની તાસીર ગરમ હોય છે, જે શરીરમાં ગરમી પેદા કરવાનું કામ કરે છે. આર્યુવેદના અનુસાર પણ ખજૂરનાં ઘણા બધા ફાયદાઓ છે. તે ડાયાબિટીસ અને કબજિયાત જેવી બીમારીને દૂર કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. ખજૂરમાં આયરન, મિનરલ, કૈલ્શિયમ, અમીનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીર માટે જરૂરી તત્વ છે. ખજૂરને પોષણથી ભરપૂર માનવામાં આવે છે તેથી જેમના શરીરમાં પોષક તત્વોની કમી હોય છે તેમને દૂધની સાથે ખજૂર જરૂર ખાવો જોઈએ. ખજૂર તમારા હૃદયને પણ હેલ્ધી રાખે છે, જેના લીધે હૃદય સંબંધીત બીમારીઓનું જોખમ ઓછું રહે છે. એટલું જ નહીં તે ત્વચાને પણ ગ્લોઈંગ બનાવી રાખે છે. તો આજે અમે તમને ખજૂર ખાવાના અમુક અન્ય ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણી લઈએ આખરે ખજૂર ખાવાથી ક્યાં-ક્યાં લાભ થાય છે.

દાંત માટે

જો તમને દાંત સાથે જોડાયેલી સમસ્યાઓ હોય તો તમારે પોતાના ડાયટમાં ખજૂરને અવશ્ય સામેલ કરવો જોઇએ. એવું એટલા માટે કારણ કે ખજૂરમાં કૈલ્શિયમની ભરપૂર માત્રા હોય છે અને દાંતની સમસ્યા કૈલ્શિયમની કમી ના કારણે જ થાય છે. ખજૂરને જો તમે દૂધની સાથે ખાઓ છો તો તે તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે. તેનાથી દાંતમાં મજબૂતી આવે છે.

કબજિયાતની સમસ્યામાંથી મળશે છુટકારો

જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો તમારે સવાર-સાંજ ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ. ખજૂરનું સેવન કર્યા બાદ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી ભોજન જલદી પચી જાય છે. આયુર્વેદના અનુસાર ખજૂરથી ગેસ અને અપચાની સમસ્યા પણ દૂર થાય છે.

એનર્જીનો સ્ત્રોત છે ખજૂર

ખજૂરમાં ગ્લુકોઝ, ફકટોજ અને સુક્રોજ ભરપૂર માત્રામાં મળી આવે છે. તેવામાં તેમના સેવનથી તરત જ એનર્જી મળે છે. તેથી જો તમને ક્યારેય પણ એનર્જીની કમી મહેસૂસ થાય તો તમારે તરત જ ખજૂરનું સેવન કરી લેવું જોઈએ.

હાડકાઓને રાખે છે મજબૂત

ખજૂરમાં અમુક એવા તત્વો રહેલા હોય છે, જેનાથી હાડકાઓ મજબૂત બને છે. જણાવી દઈએ કે કૈલ્શિયમ, સેલેનિયમ, મૈગનીઝ અને કોપરનો સૌથી સારો સ્ત્રોત ખજૂર છે. તેવામાં ખજૂર હાડકાને કમજોર થવાથી બચાવે છે.

આયરનનો સારો સ્ત્રોત છે ખજૂર

આયરનની કમી થવાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે, તેથી શરીરમાં આયરનની માત્રા ઉચિત જળવાઈ રહે તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. જણાવી દઈએ કે આ આયરનની કમીથી થાક અને કમજોરી મહેસૂસ થાય છે. તેવામાં તમે ખજૂરનું સેવન કરીને થાક દૂર કરી શકો છો. તેના સિવાય ખજૂર લોહીને શુદ્ધ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *