ઘણીવાર એવું જોવા મળે છે કે શિયાળાની ઋતુમાં લોકો ગોળ અને મગફળીની ચીક્કીનું સેવન કરે છે. ખાસ કરીને ઉતરાયણની આસપાસ લોકો ખૂબ જ ચીક્કી ખાતા હોય છે અને જે તેમને એકવાર ખાઈ લે છે તો બાદમાં તેમનો સ્વાદ જ એવો હોય છે કે તે તેના વગર રહી શકતા નથી. જોકે ચીક્કીનો સ્વાદ તો લાજવાબ હોય જ છે પરંતુ તે શિયાળાની ઋતુની દ્રષ્ટિએ પણ ખૂબ જ કામની ચીજ છે. હકીકતમાં ગોળ અને મગફળીનું કોમ્બિનેશન શિયાળા માટે ખૂબ જ સારું હોય છે, તેનાથી ઘણા લાભ થાય છે અને ઘણી બિમારીઓમાંથી પણ છુટકારો મળે છે. તો ચાલો જાણી લઈએ આખરે મગફળીની ચિક્કી ખાવાથી ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે.
શરીરને રાખે છે ગરમ
હકીકતમાં મગફળીની તાસીર ગરમ હોય છે. આ જ કારણ છે કે તેના સેવનથી શરીરને અંદરથી ગરમી મળતી રહે છે. જે ઠંડીના દિવસોમાં ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે. વળી ગોળની વાત કરવામાં આવે તો તેને હંમેશા ખાંડથી સારો વિકલ્પ માનવામાં આવે છે. તેવામાં જેમને લોહીની ખામી રહેતી હોય તે ગોળનું સેવન કરી શકે છે.
બૈડ કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલ
મગફળીની ચિક્કી ખાવાથી શરીરનું બૈડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદયની બિમારીઓનું જોખમ રહેતું નથી. સાથે જ હાર્ટએટેકનું જોખમ પણ ખૂબ જ ઓછું થઈ જાય છે.
ઇમ્યુનિટી સિસ્ટમને કરે છે બુસ્ટ
આમ તો ચિક્કી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે, તેમાંથી જ એક એ પણ છે કે તેના સેવનથી શરીરનું પ્રતિરક્ષા તંત્ર મજબુત થાય છે. મગફળી ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટનું કામ કરે છે, જેનાથી શિયાળાની ઋતુમાં થનાર વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઈ જાય છે, સાથે જ તેનાથી શરદી અને ઉધરસથી પણ બચી શકાય છે.
પાચનક્રિયા રાખે છે સ્વસ્થ
મગફળી અને ગોળ ખાવાથી પાચન સંબંધિત તમામ સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો અને કબજિયાતથી પણ છુટકારો મળી જાય છે. જે લોકોને પેટમાં દુખાવાની સતત સમસ્યાઓ રહેતી હોય છે, તેમણે ચીક્કીનું સેવન કરવું જોઈએ.
વજન કરે છે કંટ્રોલ
મગફળી અને ગોળના સેવનથી વારંવાર ભૂખ લાગતી નથી અને શરીરમાં એનર્જી યોગ્ય રહે છે. તેનાથી શિયાળામાં તમે વારંવાર ખાવાથી, તળેલું અને મસાલેદાર ખાવાથી બચી શકશો અને તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.
તણાવને રાખે છે દૂર
મગફળીમાં અમુક એવા તત્વ મળી આવે છે, જે ટ્રીપ્ટોફેન તણાવ, એંગ્જાયટી અને ડિપ્રેશન દૂર થાય છે, તેથી મગફળી અને ગોળની ચિક્કીના સેવનથી મૂડ સારો રહે છે.
ગ્લોઈંગ સ્કિન
ચીકકી ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય જળવાઈ રહે છે અને તેનાથી સ્કિનમાં ગ્લો આવે છે, સાથે જ તેનાથી એન્ટી એજિંગ અને પીંપલ્સ જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે.
પીરિયડ્સના દુખાવામાં મળે છે રાહત
મગફળી અને ગોળની ચિક્કી ખાવાથી મહિલાઓને પણ ઘણા બધા ફાયદાઓ પહોંચે છે, તેનાથી પીરિયડ્સ દરમિયાન થનાર દુખાવામાં રાહત મળે છે. સાથે જ એનિમિયાથી ગ્રસિત લોકો માટે પણ ચિક્કીના સેવનથી ખૂબ જ ફાયદો થાય છે.
આ વાતોનું જરૂર રાખો ધ્યાન
- ચિક્કી સ્વાદમાં જરૂર સારી હોય છે પરંતુ તેમનું વધારે સેવન નુકસાનદાયક પણ સાબિત થઈ શકે છે. કોઈપણ ચીજના વધારે પડતા પ્રમાણથી દુષ્પરિણામ થાય છે. દિવસમાં ગોળનું સેવન ૫ ગ્રામથી વધારે કરવું ના જોઈએ.
- વધારે મગફળી ખાવાથી સ્કિન, એલર્જી, પેટ ખરાબ, એસીડીટી અને સોજા જેવી પણ સમસ્યા થઈ શકે છે.
- મગફળીનાં સેવન કર્યાના તરત જ ક્યારેય પણ પાણી પીવું ના જોઈએ. તેનાથી ઉધરસની સમસ્યા થઈ શકે છે.
- જે લોકોને એસીડીટી અને આર્થરાઈટિસ જેવી બીમારીઓ છે, તેમણે મગફળી અને ગોળની ચિક્કીનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઇએ.
- ચિક્કીનું સેવન કર્યા બાદ ગરમ દૂધનું સેવન કરી શકો છો, તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી પરંતુ ઠંડું પાણી પીવાથી ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ જરૂર થઇ શકે છે.