શિયાળામાં આંતરડા અને પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મૂળા અને તેના પાન, ઘણા રોગોને રાખે છે દૂર

તે વાત તો બિલકુલ સત્ય છે કે સ્વસ્થ જીવનશૈલી જ સફળતાની ચાવી માનવામાં આવે છે. જો મનુષ્ય સ્વસ્થ જીવનશૈલી પસાર કરી રહ્યો હોય તો તે પોતાના દરેક કાર્યમાં આગળ વધી શકે છે. જોકે જોવામાં આવે તો માણસના શરીરમાં ઘણા પ્રકારના બેકટેરિયા મળી આવે છે જેમાંથી અમુક સારા હોય છે તો અમુક ખરાબ પણ હોય છે પરંતુ જો આપણે પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ તો તેનાથી આપણી અંદરના ખરાબ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે અને સારા બેક્ટેરિયામાં વધારો થાય છે. એવી ઘણી બધી ખાણી-પીણીની ચીજો છે જેનાથી આપણે પોતાની અંદરના ખરાબ બેક્ટેરિયાને મારી શકીએ છીએ આ જ ચીજોમાંથી એક ચીજ છે મૂળો.

જેવી જ શિયાળાની શરૂઆત થાય છે મૂળા પણ બજારમાં આવવા લાગે છે. મૂળાનું સેવન કરવાથી એક નહી પરંતુ ઘણા બધા ફાયદાઓ મળે છે. ઘણા લોકો એવા હોય છે જે મૂળાને સલાડના રૂપમાં ખાવાનું પસંદ કરે છે તો અમુક લોકો મૂળાના પરોઠા બનાવીને ખાતા હોય છે. મુળાની સાથે સાથે મૂળાના પાંદડાનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. મૂળાનાં પાંદડા આપણા આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મૂળાને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો તેમનું સેવન કરવામાં આવે તો પેટ સાથે જોડાયેલી બીમારીઓ દૂર ભાગે છે.

મૂળાના સેવનથી તમને મળશે આ અદભુત ફાયદાઓ

  • જે લોકોને હંમેશા કબજિયાતની પરેશાની રહે છે, તેમના માટે મૂળાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
  • મૂળાનું સેવન કરવાથી પાઈલ્સમાં પણ રાહત મળે છે.
  • જો તમે મૂળાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં જમા થયેલા ખરાબ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે.
  • મેદસ્વીપણું ઓછુ કરવા માટે પણ મૂળાનું સેવન ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
  • જો તમે પોતાના વાળને જલ્દી લાંબા અને ઘાટા કરવા માંગતા હોય તો આ સ્થિતિમાં તમારે મૂળાના રસને પોતાના વાળમાં લગાવવો જોઈએ.
  • ઘણીવાર જોવા મળે છે કે લોકોને માથાના દુખાવાની સમસ્યા વધારે રહે છે, આ સ્થિતિમાં મૂળાનું સેવન તમને આ પરેશાનીથી છુટકારો અપાવી શકે છે.
  • જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમને મૂળાનું સેવન જરૂર કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • મૂળાનું સેવન કરવાથી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે.
  • મૂળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં સહાયતા કરે છે.
  • જો તમે મૂળાનું સેવન કરો છો તો તેનાથી શરદી અને ઉધરસથી બચી શકાય છે.

જાણો મૂળાનું સેવન ક્યા સમયે કરવું જોઈએ

શિયાળાની સિઝનમાં મૂળા વધારે પ્રમાણમાં આવે છે. તમે શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે રાતના સમયે મૂળાનું સેવન ના કરશો કારણકે તેના લીધે શરદી, ઉધરસ જેવી સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. ભલે મુળાની તાસીર ગરમ હોય છે પરંતુ રાતના સમયે મુળાની તાસીરમા બદલાવ આવી શકે છે, જેના લીધે મૂળા શરીરને ઠંડક પહોંચાડે છે. તમારે રાતના સમયે મૂળાનું સેવન કરવાથી બચવું પડશે. તમે રાતના સમયે મૂળાના પાંદડાનું શાક કે મૂળાના શાકનું સેવન કરી શકો છો.

મૂળાનું સેવન ક્યારે ના કરવું જોઈએ

જેમકે આપણે બધા જ લોકો એ વાત સારી રીતે જાણીએ છીએ કે જો કોઈ ચીજનાં ફાયદા હોય છે તો તેના નુકશાન પણ હોય છે, તેથી જો તમે મૂળાનું સેવન કરી રહ્યા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શરદી, ઉધરસ, પેટમાં દુખાવો, તાવ આવવા પર તમારે મૂળાનું સેવન ના કરવું જોઈએ કારણ કે આ દરમિયાન મૂળાનું સેવન કરવાથી ઘણી બિમારીઓ વધવાની સંભાવના રહેલી હોય છે. જો તમે મૂળાનું સેવન બધી જ વાતોને ધ્યાનમાં રાખીને કરો છો તો તેનાથી તમારા આંતરડાની સફાઈ થશે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા ફાયદાઓ પણ મળશે.