શિયાળાની ઋતુ આવતાની સાથે જ ઘણા પ્રકારની બીમારીઓ લોકો પર મંડરાવવા લાગે છે. આ ઋતુમાં લોકો સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે તે પોતાને ઠંડીથી કઈ રીતે બચાવી શકે ? ઠંડીથી બચવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો અજમાવે છે પરંતુ તેમ છતાં પણ તેમની ચપેટમાં આવી જ જાય છે. હકીકતમાં ઠંડીથી બચવા માટે પૌષ્ટિક ખાણી-પીણી પણ અનિવાર્ય છે, જેના લીધે જ તમે આ ઋતુમાં તંદુરસ્ત રહી શકો છો.
શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી આવવાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેના ઘણા બધા ફાયદા પણ હોય છે. તેવામાં અહીયા અમે તમને લીલા શાકભાજીના ભજીયાનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી તમે ઠંડીની સીઝનમાં સ્વસ્થ રહી શકો છો.
પત્તરવેલીના પાનનાં ભજીયા
ઠંડીની સીઝનમાં લોકો ખૂબ જ ખાતા હોય છે, જેના લીધે તેમની ચરબી વધવા લાગે છે. એટલું જ નહી કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે. તેવામાં જો તમારું પેટ પણ વધી ગયું હોય અથવા તો તમે તેમનાથી બચવા માંગતા હોય તો તમારે પત્તરવેલીના પાનનાં ભજીયા જરૂર ટ્રાય કરવા જોઈએ. પત્તરવેલીના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદગાર સાબિત થાય છે. જોકે તે ભજીયા સામાન્ય રીતે નહી પરંતુ તેમને ખાસ વિધિથી બનાવવામાં આવે છે, જેના લીધે તેનો લાજવાબ સ્વાદ અને અનેક ફાયદાઓ મળે છે. પૌષ્ટિક ભજીયા બનાવવા માટે સૌથી પહેલા પત્તરવેલીના પાનને ધોઈને બેસનમા મિક્સ કરી દો. ત્યારબાદ તેના પર મીઠું, મરચું અને મસાલો ભેળવી દો. છેલ્લે તેમને ગોળાકાર આકારમાં ફ્રાય કરો અને બાદમાં ચટણીની સાથે સર્વ કરો.
મેથીનાં ભજીયા
જો તમને ખૂબ જ વધારે ઠંડી લાગતી હોય કે પછી તમને ઠંડીની ઋતુ માફક ના આવતી હોય તો નાસ્તામાં કે બપોરના ભોજનમાં મેથીનાં ભજીયા ટ્રાય જરૂર કરવા જોઈએ. હકીકતમાં મેથીને ઠંડીની સીઝનમાં વરદાન માનવામાં આવે છે. તેવામાં તેમનું સેવન કરવાનું ના ભૂલવું જોઈએ. મેથીમાં વિટામીન, કેલ્શિયમ, આયરન, એન્ટી-ઓક્સિડેન્ટ્સ ગુણ રહેલા હોય છે, જેનાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. સાથે જ તેમની તાસીર ગરમ હોવાના લીધે ઠંડીથી પણ બચી શકાય છે. એટલું જ નહીં તમે તેમની મદદથી ઘણી બીમારીઓથી પણ બચી શકો છો. તમે મેથીના ભજીયાને કોઈપણ રીતે બનાવી શકો છો. તમે ઈચ્છો તો મેથીને બારીક કાપીને બેસનમાં મીઠું અને મરચું નાખીને તેલ કે રિફાઇન્ડમાં તળી નાખો અને બાદમાં ચટણી સાથે ગરમા-ગરમ તેનો આનંદ માણો.
ફ્લાવરનાં ભજીયા
ઠંડીની સીઝનમાં જો તમારું પેટ યોગ્ય રીતે સાફ ના રહેતું હોય તો તમારા માટે ફ્લાવરનાં ભજીયા ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. હકીકતમાં ફ્લાવરમાં રહેલા વિટામિન તમારા પાચનતંત્રને યોગ્ય બનાવી રાખે છે. ઠંડીની સીઝનમાં ફ્લાવરનું શાક ખાવું દરેકને પસંદ હોય છે પરંતુ અહીંયા અમે તમને તેમના ભજીયા ખાવાની સલાહ આપી રહ્યા છીએ, જેનાથી તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું રહે છે. ફ્લાવરના ભજીયા બનાવવા માટે તમારે બારીક કે થોડું નાનું-મોટું ફ્લાવરને કાપી લો અને ત્યારબાદ બેસનમાં ભેળવીને તેમને તળી નાખો. તેના સિવાય તમે તેમના પાંદડાના પણ ભજીયા બનાવી શકો છો, જે ખૂબ જ ફાયદાકારક હોય છે.
પાલકનાં ભજીયા
પાલકમાં રહેલ આ બધાં જ તત્વોની મદદથી આપણે પોતાને બિમારીઓથી દૂર રાખી શકીએ છીએ. હકીકતમાં પાલક ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે, જેનાથી તમે રોગોની સામે સરળતાથી લડી શકો છો. પાલકનું શાક મોટાભાગના લોકોને પસંદ આવતું નથી. તેવામાં જો તમે પાલકનાં ભજીયા ટ્રાય કરશો તો તે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે હેલ્ધી પણ રહેશે. સાથે જ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. પાલકમાં વિટામીન-સી થી ભરપુર લીલા મરચાને ઉમેરીને પણ ભજીયા બનાવી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેમાં આયરન હોવાને લીધે શરીરમાં લોહીની ખામી પણ પૂરી થાય છે. સાથે જ પાચનતંત્ર મજબૂત થશે. તેના સિવાય આંખોની રોશનીમાં પણ વધારો થાય છે.
મગ-દાળનાં પકોડા
આમ તો ઠંડીની સીઝનમાં તમે કોઈપણ લીલા શાકભાજીના ભજીયા ખાઈ શકો છો પરંતુ તેના સિવાય તમે મગદાળના ભજીયા પણ ખાઈ શકો છો. મગદાળના ભજીયા ખૂબ જ વધારે પૌષ્ટિક હોય છે, જે બીમારીઓને આપણાથી દૂર રાખે છે. મગદાળના ભજીયાથી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે. સાથે જ તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. એટલું જ નહીં આ ભજીયા બાળકોને પણ ખુબ જ પસંદ આવે છે. તેવામાં તમે તેમને નાસ્તામાં કે ભોજનમાં પણ બનાવી શકો છો. આ ભજીયાને બનાવવા માટે સૌથી પહેલા મગદાળને ૩ થી ૪ કલાક સુધી પલાળીને રાખી દો. ત્યારબાદ તેને પીસીને પેસ્ટ તૈયાર કરી લો. તૈયાર પેસ્ટને એક બાઉલમાં નાખીને મીઠું, મરચું અને મસાલો ભેળવી દો. ત્યારબાદ તેને તળી નાખો.
ડુંગળીનાં ભજીયા
ડુંગળી તો દરેક ઋતુમાં આપણને બીમારીઓથી બચાવે છે, તેવામાં શિયાળાની ઋતુમાં તો ડુંગળી રામબાણનું કામ કરે છે. તેમાં રહેલા તત્વો ઘણી બીમારીઓથી તમને દૂર રાખે છે. ડુંગળીમાં રહેલા વિટામીન, કેલ્શિયમ, આયરન, એન્ટિ-ઓક્સિડેન્ટ, એન્ટી-વાયરલ ગુણ ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે, જેના લીધે તમે જલ્દી બીમાર પડતા નથી. સાથે જ શરદી, ઉધરસ, તાવ વગેરેથી પણ રાહત મળે છે. ડુંગળીનાં ભજીયા બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીને કાપી લો. ત્યારબાદ બેસનમાં ડુંગળી, મીઠું , મરચું અને મસાલો ઉમેરી દો. ત્યારબાદ તેને ગોળ શેપમાં તેલમાં તળી નાખો અને બાદમાં તેને ચટણી સાથે ખાઈને તેનો આનંદ માણો.
નોટ : તમારે આ ભજીયાનો સ્વાદ સવારે કે બપોરના સમયે જ લેવો જોઈએ. હકીકતમાં રાતના સમયે જો તમે તેનું સેવન કરો છો તો પેટ ભારે રહી શકે છે.