શિયાળાની ઋતુમાં ગોળ હોય છે અમૃત સમાન, તેને ખાવાથી નથી થતા આટલા રોગ

Posted by

શિયાળાની ઋતુમાં ગરમ ચીજોનું સેવન કરવું ખૂબ જ લાભદાયક હોય છે અને ગરમ ચીજોને ખાવાથી શરીર સરળતાથી બિમાર પડતું નથી. ગરમ ચીજો સિવાય શિયાળાની ઋતુ દરમિયાન ગોળ ખાવાથી પણ ઘણા બધા ફાયદાઓ શરીરને પહોંચે છે. તેથી શિયાળાની ઋતુ શરૂ થતાં જ ગોળનું સેવન જરૂર કરવું જોઈએ. તો ચાલો જાણી લઈએ શિયાળાની ઋતુમાં ગોળ ખાવાથી ક્યા-ક્યા લાભ શરીરને મળે છે અને કઈ-કઈ બિમારીઓને ગોળ ખાઈને દૂર કરી શકાય છે.

શરદીમાં મળે આરામ

ગોળ વાળું દૂધ પીવાથી શરીર અંદરથી ગરમ રહે છે અને શરદી-ઉધરસમાં આરામ મળે છે. જે લોકોને સરળતાથી શરદી થઈ જતી હોય છે, તે લોકોએ દરરોજ રાતના સમયે સુતા પહેલા ગોળનું દૂધ પીવું જોઇએ. ગોળ વાળું દૂધ પીવાથી શરદી થવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. ડોક્ટર અનુસાર મરી અને આદુને પણ એકસાથે ખાવાથી શરદી છૂમંતર થઈ જાય છે, સાથે જ ઉધરસની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. વળી જે લોકોને ગળામાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તે લોકોએ ગોળને આદુ અને ઘીની સાથે ગરમ કરીને તેનું સેવન કરવું જોઇએ. તેમને એકસાથે ખાવાથી ગળામાં દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે, એટલે કે એક ગોળની મદદથી શરદી-ઉધરસ અને ગળાના દુખાવાની સમસ્યામાં આરામ મેળવી શકાય છે.

કબજિયાત કરે દૂર

કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ગોળ કારગર સાબિત થાય છે. ગોળ ખાવાથી પાચનશક્તિ સારી રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. કબજિયાત થવા પર દરરોજ ભોજન કર્યા બાદ થોડો ગોળ ખાઈ લેવો, તેને ખાવાથી કબજિયાત રહેશે નહિ અને પેટ સરળતાથી સાફ થઈ જશે. તેના સિવાય જે લોકોને ગેસ અને ખાટા ઓડકાર આવે છે, તેમણે પણ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ ખાવાથી ખાટા ઓડકાર અને ગેસમાં આરામ મળે છે. ખાટા ઓડકાર આવવા પર ગોળ, સિંધાલુન મીઠું અને સંચળને એકસાથે ભેળવીને તેને ખાઈ લો. તમને તરત જ રાહત મળી જશે.

બ્લડપ્રેશરની સમસ્યા થશે દૂર

હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન રહેલા લોકોએ ગોળનું સેવન જરૂર કરવું જોઈએ. નિયમિત રૂપથી ગોળ ખાવાથી બ્લડપ્રેશરમાં આરામ મળી જાય છે અને તે કંટ્રોલમાં પણ રહે છે.

હાડકાઓ રાખે મજબૂત

શિયાળાની ઋતુમાં હાડકામાં દુખાવાની ફરિયાદ ઘણા લોકોને રહેતી હોય છે. હાડકામાં દુખાવો થવા પર ગોળ વાળું દૂધ પીવું ફાયદાકારક સાબિત થાય છે. હકીકતમાં ગોળમાં પર્યાપ્ત માત્રામાં કૈલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે અને તેનાથી હાડકાઓ મજબૂત રહે છે. જે લોકો રોજ ગોળ ખાય છે તેમને ક્યારેય પણ હાડકામાં દુખાવાની ફરિયાદ રહેતી નથી.

લોહીની ખામીને કરે છે દૂર

ગોળ ખાવાથી શરીરમાં લોહીની ખામી રહેતી નથી, તેથી જે લોકોના શરીરમાં લોહીની ખામી રહેતી હોય તેમણે ગોળ જરૂર ખાવો જોઈએ. ગોળ ખાવાથી શરીરને આયરન મળે છે અને લોહીની ખામી દૂર થઈ જાય છે. હિમોગ્લોબીન ઓછું હોવા પર ગોળનું સેવન દૂધની સાથે કરવું જોઈએ.

આંખો માટે ફાયદાકારક

જે લોકોની દ્રષ્ટિ કમજોર હોય કે જેમને આંખોમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તે લોકોએ પણ ગોળ જરૂર ખાવો જોઈએ. ગોળ ખાવાથી આંખોની કમજોરી દૂર થાય છે અને આંખોની રોશનીમાં વધારો થાય છે. ચશ્મા આવવા પર ગોળ ખાવો ફાયદાકારક સાબિત થાય છે.

મગજ માટે ફાયદાકારક

ગોળ ખાવાથી મગજ પર પણ સારી અસર પડે છે અને મગજ ખૂબ જ ઝડપથી કામ કરવા લાગે છે, સાથે જ યાદશક્તિ પણ મજબૂત થાય છે. તેના સિવાય જે લોકોને માઈગ્રેનની ફરિયાદ રહે છે તેમણે પણ દરરોજ ગોળ ખાવો જોઈએ. તેને ખાવાથી માઈગ્રેનમાં  રાહત મળે છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ જાય છે.

આ રીતે બનાવો ગોળ વાળું દૂધ

ગોળ વાળું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. પહેલા એક ગ્લાસ દૂધને ગરમ કરી લો અને ત્યારબાદ અંદર ગોળ ઉમેરી દો. જો તમે ઈચ્છો તો દૂધ ગરમ કરતા સમયે પણ તેમની અંદર ગોળ નાખી શકો છો. આ દૂધ દરરોજ રાતે સૂતા પહેલા પી લેવું જોઈએ. શિયાળાની ઋતુ દરમિયાન ગોળ વાળું દૂધ પીવું ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *