શૂઝ અને ટૂંકા વસ્ત્રોમાં મંદિરે જવું અમીષા પટેલને પડી ગયું ભારે, યુઝર્સએ કરી આવી કોમેન્ટો

સોશિયલ મીડિયા પર બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલને હમેશા તસ્વીરો પોસ્ટ કરતાં જોઈએ છીએ. આ જ કારણથી અમીષા પટેલની હમેશા સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે. અમીષા પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમે જોશો તો ત્યાં તમને નિયમિત રૂપ થી તેમના લેટેસ્ટ ફોટા જોવા મળશે.

પોતાના પ્રશંસકો માટે અમીષા પટેલ હમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના વિષે અપડેટ્સ પોસ્ટ કરતાં રહે છે. પરંતુ હાલમાં જ અમીષા પટેલએ કઈક એવું કર્યું છે કે, જેના લીધે તે સોશિયલ મીડિયા પર તે ટ્રોલિંગનો શિકાર બની ગઈ છે. તેમની એક ભૂલના કારણે તે ટ્રોલર્સના નિશાના પર છે.

મંદિરના ફોટા અને વિડિયોઝ

આમ તો અમીષા પટેલ હમેશા અલગ અલગ જગ્યાઓ પર જાય છે. પરંતુ લોકડાઉન દરમ્યાન તે વધારે જ્યાં ત્યાં ફરતી જોવા મળી નથી. તેમ છતાં લોકડાઉનમાં થોડી છૂટછાટ મળ્યા બાદ અમીષા પટેલ હાલમાં જ લાંબા સમયબાદ એક મંદિર ની બહાર જોવા મળી હતી. અમીષા પટેલના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. અમીષા પટેલના ફોટોઝ અને તેમના વિડિયોઝ ને જોયા બાદ અમીષા પટેલને લોકોએ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું છે.

ટૂંકા વસ્ત્રોમાં દેખાઈ અમીષા પટેલ

ખરેખર ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે અમીષા પટેલ એક મંદિર પહોચી હતી. આ દરમ્યાન તેમણે ખૂબ જ ટૂંકા વસ્ત્રો પહેર્યા હતા અને સાથે જ શૂઝ પણ પહેર્યા હતા. આ જ કારણથી અમીષા પટેલ સોશિયલ મીડિયામાં ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. ટ્રોલર્સએ કહેવાનું શરૂ કરી દીધું હતું કે તે ભગવાન ભોળાનાથના દર્શન માટે આવી હતી તેવામાં તેમને ટૂંકા વસ્ત્રો પહેરવા જોઈતા નહોતાં.

અમીષા પટેલ ટોપ અને શોર્ટ્સમાં

શ્રવણ માહિનામાં ભગવાન શિવજીની પુજા કરવી અને મંદિરમાં તેમના આશીર્વાદ મેળવવા ખાસ મહત્વ રાખે છે. કદાચ આ જ કારણ હતું કે અમીષા પટેલ પણ ભોળાનાથના દર્શન કરવા માટે જ તે મંદિરે પહોચી હતી. અમીષા પટેલે આ દરમ્યાન ટોપ અને શોર્ટ્સ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

@ameeshapatel9 seen praying outside a closed temple due to covid ..📸💯 . . . . . . . #ameeshapatel #temple #covind19 #varinderchawla

A post shared by Varinder Chawla (@varindertchawla) on

લોકડાઉનના લીધે જો કે આ મંદિર બંધ હતું. તેવામાં અમીષા પટેલ ગાડીમાથી ઉતરીને મંદિરે પહોચી ગઈ હતી. હાથ જોડીને તેમણે પ્રાથના શરૂ કરી દીધી. અમીષા પટેલે તેમના શૂઝ પણ ઉતાર્યા નહી. ભગવાનની સામે પ્રાથના કર્યા બાદ કેમેરામેન ને અમીષા પટેલે હાથ વેવ પણ કર્યો. ત્યારબાદ તે પોતાની ગાડીમાં બેસીને ત્યાથી ચાલી ગઈ.

થઈ ગઈ ટ્રોલ

સોશિયલ મીડિયાના યુઝર્સને તેમનો આ અભિગમ પસંદ ના આવ્યો. આ જ કારણથી તેમણે અમીષાના ફોટોઝ અને વિડિયોઝને શેર કરીને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ત્યાં જ એક યુઝરે આ વિડીયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, જ્યારે આટલું બધુ ઉતારી જ રાખ્યું હતું તો શૂઝ પણ ઉતારી દેવાય અમ્મા. ત્યાં જ બીજી એક મહિલા યુઝરે લખ્યું કે અરે મેડમ તમે તો શૂઝ પહેરી રાખ્યા છે. તેને કાઢવા પડે છે.

હાલમાં જ ૪૪ વર્ષની અમીષા પટેલને બિકિની અને ડેનિમ શોર્ટ્સમાં પોતાનો ફોટો શેર કરતી જોવા મળી હતી. તે બાલ્કનીમાં ઊભી હતી અને તેમનો કાતિલ અંદાઝ સોશિયલ મીડિયાને ખૂબ જ પસંદ આવ્યો હતો.