શ્રી ગણેશજીને અર્પિત કરો આ ખાસ ચીજ, મળશે ઇચ્છિત નોકરી, આ ઉપાયોથી તમામ સમસ્યાઓ થશે દૂર

Posted by

ભગવાન શ્રી ગણેશજીને બધા જ દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. જો કોઈ શુભ કાર્ય કે પૂજાપાઠ કરવામાં આવે છે તો સર્વ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પહેલા તેમની પૂજા કરવાથી કામકાજમાં આવતી બધી જ અડચણો દૂર થાય છે. આજે અમે તમને અમુક જ્યોતિષીય ઉપાયો વિશે જણાવીશું, જેની મદદથી તમને તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે.

નોકરી સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાના ઉપાય

જો કોઈ વ્યક્તિને નોકરી મળવામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ રહી હોય અથવા તો ઇન્ટરવ્યૂ પાસ કરવામાં કોઇ સમસ્યા આવી રહી હોય તો તમારે બુધવારના દિવસે એક કાચો લાંબો સૂતરનો દોરો લો. તેને ભગવાન ગણેશજીની સામે રાખીને “શ્રી ગણેશાય નમઃ” મંત્રનો જાપ ૧૧ વાર કરો. ત્યારબાદ તમારે ગણેશજીના આશીર્વાદ લઈને તે દોરામાં ૭ ગાંઠ બાંધી દો અને તેને તમારી પાસે રાખી લો. જ્યારે તમે નોકરી કે ઇન્ટરવ્યૂ પર જઈ રહ્યા હોય તો આ દોરાને સાથે લઈ જાઓ. આ ઉપાય કરવાથી નોકરી સંબંધીત તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે.

જો નોકરીના ક્ષેત્રમાં તમારા ઉપરી અધિકારીઓ નારાજ હોય અથવા તો તમારા સહયોગીઓની સાથે સારો તાલમેલ ના હોય તો તમારે બુધવારના દિવસે સવારના સમયે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન ગણેશજીનો મંત્રનો ૧૧ વાર જાપ કરો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી કાર્યાલયમાં તમામ લોકો સાથે ફરીથી સારા સંબંધો બની જશે.

જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવવા માટે

ઘણીવાર એવું થાય છે કે કોઈ કારણવશ જીવનસાથી સાથે સંબંધ ખરાબ થઈ જાય છે. ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ સંબંધોમાં સુધારો આવતો નથી. જો તમે ઈચ્છો છો કે જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર બને તો તમારે તલ અને ગોળના લાડુ બનાવીને સાંજના સમયે ભગવાન શ્રી ગણેશની વિધિ-વિધાન પૂર્વક પૂજા કર્યા બાદ આ લાડુઓનો ભોગ લગાવો. ત્યારબાદ તમે આ લાડુઓને પ્રસાદના રૂપમાં પોતાના જીવનસાથીને ખવડાવો એને તમે પોતે પણ ગ્રહણ કરો. આ ઉપાય કરવાથી જીવનસાથી સાથેનો સંબંધ મધુર બને છે.

પારિવારિક શાંતિ માટે

પરિવારમાં માનસિક રૂપથી શાંતિ જાળવી રાખવા માટે તમારે સ્નાન કર્યા બાદ એક લોટામાં જળ લઈને તેમાં થોડી હળદર મેળવીને અને દૂર્વાની સાથી ગણેશજીનું નામ લઇને સૌપ્રથમ મંદિરમાં આ જળનો છંટકાવ કરો અને બાદમાં પૂરા ઘરમાં આ જળનો છંટકાવ કરી દો. આ ઉપાય કરવાથી પરિવારમાં માનસિક રૂપથી શાંતિ જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *