સ્ત્રી-પુરુષના શરીરના આ ભાગ પર તલ હોવું તે ભાગ્યશાળી અને બુદ્ધિમાન હોવાની નિશાની

સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શરીર પર તલના નિશાનનો મતલબ શું હોય છે. પરંતુ તેમાં ધ્યાન આપવા જેવી વાત એ હોય છે કે આ તલનું નિશાન તમારા શરીરના ક્યાં ભાગ પર છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શરીરના ભાગ ઉપર તલના નિશાનનો શું મતલબ હોય છે.

માથા પર તલ

માથામાં વચ્ચે તલ હોવું વ્યક્તિના જ્ઞાનને દર્શાવે છે. આવા વ્યક્તિને અંતર્દૃષ્ટિ, સક્રિય અને મહેનતું માનવામાં આવે છે. માથાની જમણી તરફ તલનું નિશાન ધન પ્રાપ્તિને દર્શાવે છે. માથાની ડાબી બાજુ સ્થિત તલ જણાવે છે કે વ્યક્તિ સ્વાર્થી હશે અને ભાગ્યશાળી નહી હોય.

આંખોમાં તલ

જમણી આંખના ખૂણામાં તલ હોવું એક સારો સંકેત છે. આવા વ્યક્તિને ઈમાનદાર, શાંત અને ભરોસાપાત્ર માનવામાં આવે છે. જ્યારે ડાબી બાજુની આંખ પર તલ હોવું અહંકારી અને અવિશ્વસનીય વ્યક્તિને દર્શાવે છે.

નાક પર તલ

નાકની દાંડી પર તલ હોવું ઝડપી વિચારવાની ક્ષમતાને દર્શાવે છે. આવા લોકો મોટાભાગે આત્મસન્માન વાળા હોય છે. નાકની જમણી તરફ તલનો મતલબ છે કે વ્યક્તિ ભાવુક સ્વભાવનો છે. આ તલ જેટલું મોટું થશે વ્યક્તિ પોતાના સ્વભાવથી એટલો જ વધારે ભાવનાત્મક થતો જશે. નાકની ડાબી બાજુ તલ હોવાનો મતલબ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ રહેશે.

ગાલ પર તલ

ગાલ પર તલ હોવું એ દર્શાવે છે કે વ્યક્તિ ખૂબ જ હિંમતવાન અને એથ્લેટિક રૂપથી પ્રતિભાશાળી છે. જમણા ગાલ પર તલ હોવું એ દર્શાવે છે કે વ્યક્તિ સંવેદનશીલ છે. જે પોતાના પરિવારને મહત્વ આપે છે. ડાબી બાજુના ગાલ પર તલ હોવું તે એવા વ્યક્તિની નિશાની છે જે અહંકારી છે.

કાન પર તલ

કાન પર તલ હોવું તે ધન અને સમૃદ્ધિની નિશાની છે. એવી સંભાવના છે કે આવા તલ વાળા વ્યક્તિને પાણીમાં ડૂબવાની ઘાત હોય છે. તેથી તેવા લોકોએ પાણીથી સાવધાન રહેવું જોઈએ.

હોઠ પર તલ

હોઠ પર તલ વાળા વ્યક્તિને પોતાના વજન અને ખોરાક પર ધ્યાન આપવું પડે છે. કારણકે તેમને થોડી સ્વાસ્થ્યની બાબતમાં સમસ્યાઓ થઈ શકે છે. નીચેના હોઠ પર તલ તે એવા વ્યક્તિની નિશાની છે જે સારું ખાવાનું પસંદ કરે છે.

દાઢી પર તલ

દાઢી પર તલ એક એવા વ્યક્તિને દર્શાવે છે જેને મુસાફરી કરવી પસંદ હોય છે અને વ્યવસાયમાં પણ ખૂબ જ સારો હોય છે. દાઢીમાં જમણી તરફનું તલ લોજિકલ વિચારસરણી અને રાજનૈતિક પ્રકૃતિને દર્શાવે છે. જ્યારે ડાબી બાજુનું તલ એક એવા વ્યક્તિને દર્શાવે છે જે સીધા અને પ્રામાણિક હોય છે.

ગળા પર તલ

ગળા પર તલ વાળા વ્યક્તિને સારા નસીબનો માનવામાં આવે છે. જો આ તલ ગળાની પાછળ હોય તો વ્યક્તિ ખૂબ જ ગુસ્સાવાળો અને આક્રમક સ્વભાવનો હોય છે.

ખભા પર તલ

જો કોઈ વ્યક્તિને ડાબી બાજુના ખભા પર તલ હોય તો તે સામાન્ય રીતે ઝઘડાળું હોય છે અને દરેક સમયે પોતે જ સાચો હોવા પર વજન આપે છે. જો જમણા ખભા પર તલ હોય તો તેનો મતલબ છે કે વ્યક્તિ બુદ્ધિમાન, બહાદુર અને હિંમતવાન છે.