શું ચીનનાં પણ છે અલગ હનુમાનજી, તેની પાછળ પણ છે કંઈક આવી કહાની, જાણો

હનુમાન, જેમનાં ઉલ્લેખ વગર રામાયણ પુરી થઈ શકતી નથી. જે સંપુર્ણ હિન્દુ સંસ્કૃતિ પર છવાયેલા છે, જેનો ઉલ્લેખ મહાભારત સુધી છે. શું તે ચીનથી ભારત આવ્યા હતાં ? શું ચીનમાંથી ભારત આવીને તેઓ ભગવાન રામને મળ્યા હતાં ? અને બાદમાં લંકા યુદ્ધમાં મુખ્ય ભુમિકા નિભાવીને કે લંકા યુદ્ધ બાદ તેઓ ચીન ચાલ્યા ગયા હતાં ?.

ચીનની દંતકથાઓમાં એક એવા દિવ્ય વાનરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે એક દેવીના અંશમાંથી જન્મેલા હતાં. તેમના પિતા કોઈ નહોતા અને તેમનામાં અદભુત શક્તિઓ હતી. મંકી કિંગ નો ચહેરો એકદમ વાનર જેવો હતો પરંતુ તેઓ બે પગ પર ચાલી શકતા હતાં. તેમની અપાર શક્તિનો સામનો કોઈ દેવ કે દાનવ પણ કરી શકતા નહોતા. યુદ્ધ કળામાં તેમનો કોઈ મુકાબલો કરી શકતું નહોતું.

હનુમાનજી જેવી શક્તિ વાળા ચીનના મંકી કિંગ

એટલું જ નહીં ચીનનાં પ્રાચીન ગ્રંથમાં નોંધનીય મંકી કિંગની કથા કહે છે કે મંકી કિંગ ની પાસે જે સૌથી અદ્ભુત શક્તિ હતી તે હતી હવામાં કોઈપણ સહારા વગર ઉડવાની. બરાબર ભગવાન હનુમાનજીની જેમ અને બીજું મંકી કિંગ વિશે ચીની ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે, તેમની એક બીજી અદ્ભુત શક્તિ એ હતી કે તેઓ કોઈનું પણ રૂપ ધારણ કરી શકતા હતાં.

હનુમાનજીની રૂપ બદલવા વાળી શક્તિનો ઉલ્લેખ રામાયણમાં વારંવાર આવે છે. હવે સવાલ એ ઉઠે છે કે ચીની સંસ્કૃતિમાં, ચીનનાં પ્રાચીન ગ્રંથોમાં જે મંકી કિંગનું વર્ણન છે તે બિલકુલ હનુમાનજી જેવું જ કેમ છે?. શું ખરેખર હનુમાનજી ક્યારેય ચીનમાં રહ્યા હતાં ?. શું આપણા હનુમાનજીનું પરાક્રમ ચીનની દંતકથામાં મંકી કિંગનાં નામથી નોંધનીય છે ?.

હનુમાનજી અને મંકી કિંગનું હિમાલય કનેક્શન

હિન્દુ સંસ્કૃતિમાં હનુમાનજી નાં બાળપણનો ઉલ્લેખ છે. જ્યારે તેઓ એક તપસ્વી ઋષિના શ્રાપ થી પોતાની શક્તિઓ ભુલી ગયા હતાં. ત્યારબાદ તેમનો ઉલ્લેખ તેમના મોટા થવા પર રામાયણમાં ત્યારે આવે છે જ્યારે તેઓ સુગ્રીવનાં કહેવા પર રૂપ બદલીને રામ અને લક્ષ્મણને મળે છે. તેની વચ્ચે હનુમાનજી વિશે વધારે જાણકારી તો હિન્દુ ગ્રંથોમાં નથી.

હવે સવાલ એ ઉઠે છે કે શું તેની વચ્ચે હનુમાનજી ચીનમાં રહ્યા હતાં. શું આ દરમિયાન તેઓ મંકી કિંગનાં નામથી ચીનમાં દેવતા કહેવાયા હતાં ?. હિન્દુ ધર્મમાં હનુમાનજીને કેસરી અને માતા અંજનીનાં પુત્ર જણાવવામાં આવ્યા છે. તેઓ પવનદેવનાં આશીર્વાદથી ઉત્પન થયા હતાં એટલા માટે તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે.

કેસરી હિમાલયનાં રાજા હતાં એટલે કે હિમાલય સાથે હનુમાનજીનો ઉંડો સંબંધ છે અને હિમાલયની બરાબર પાર છે ચીન. તે ચીન જેનો ધર્મગ્રંથ અને પ્રાચીન દંતકથામાં ઉલ્લેખ છે એક એવા મંકી કિંગનો જે મહાબલી હતાં, જેમનો સામનો કોઈ કરી શકતું નહોતું. તો સંભવ છે કે હિમાલયનાં રાજા કેસરીનાં દિકરા જ ચીનમાં મંકી કિંગ કહેવાયા અને મંકી કિંગ હનુમાન જ હતાં.

હનુમાનજી અને મંકી કિંગ નાં હથિયાર

હવે મંકી કિંગ અને હનુમાનજીનાં હથિયારોને જોઈએ. ચીની ધર્મો ગ્રંથો પ્રમાણે મંકી કિંગ માત્ર એક જ હથિયારથી લડતા હતાં અને તે ધાતુની બનેલી એક લાકડી હતી એટલે કે તે ધારદાર હથિયાર નો ઉપયોગ કરતા નહોતા. હનુમાનજી દ્વારા પણ ક્યારેય કોઈ ધારદાર હથિયારનાં ઉપયોગનો ઉલ્લેખ રામાયણમાં નથી. તેઓ માત્ર એક ગદાથી યુદ્ધ કરતા હતાં. ગદા જેના વિશે કદાચ ચીનની સંસ્કૃતિને તે સમયે જાણકારી નહોતી પરંતુ તે સમાનતા પણ ઓછી નથી કે બંનેના હથિયાર ઘણા હદ સુધી એકબીજાને મળતા હતાં.

હનુમાન અને મંકી કિંગ ની દિવ્ય શિક્ષા

હિન્દુ ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવે છે કે હનુમાનજીને શિક્ષા અને સિદ્ધિ સ્વયં સુર્યદેવથી પ્રાપ્ત થઈ હતી. જ્યારે ચીનની સંસ્કૃતિ પણ એવું કહે છે કે એક મહાન ગુરુ મંકી કિંગ ને બાળપણમાં જ શિક્ષા આપવા માટે સાથે લઈ ગયા હતાં. તેમણે જ મંકી કિંગ અને શાસ્ત્રો અને શસ્ત્રની શિક્ષા આપી હતી અને મહાન યોદ્ધા બનાવ્યાં હતાં એટલું જ નહીં ગુપ્ત શક્તિની પ્રાપ્તિ પણ મંકી કિંગને આ ગુરુ તરફથી મળી હતી એટલે કે આ વિષયમાં મંકી કિંગ અને હનુમાનજીમાં ઘણી સમાનતા છે.

હનુમાનજીની જેમ મંકી કિંગ બાળ બ્રહ્મચારી

હનુમાનજીને બાળ બ્રહ્મચારી કહેવામાં આવે છે. તે સંસારનાં મોહમાયાથી દુર માત્ર રામનું નામ જપે છે. કમાલ જુઓ કે ચીનનાં ધર્મગ્રંથોમાં જે મંકી કિંગનો ઉલ્લેખ છે તે પણ બાળ બ્રહ્મચારી હતાં. તેમણે પણ ક્યારેય લગ્ન કર્યા નહોતા, બરાબર હનુમાનજીની જેમ જ. તે એક આશ્ચર્યચકિત કરવા વાળું છે કે બંને અલગ-અલગ દેશનાં બે દેવતાઓ વચ્ચે આટલી બધી સમાનતા હોય. સાચું શું છે, કહેવું મુશ્કેલ છે પરંતુ એ પણ સત્ય છે કે જ્યાં વિજ્ઞાન અને સવાલની હદ સમાપ્ત થાય છે ત્યાંથી જ આસ્થાનો સંસાર શરુ થાય છે.