શું આઈપીએલ ટીમની બસ માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી, પોલીસે જણાવી સંપૂર્ણ હકીકત

Posted by

અમદાવાદમાં આઈપીએલ ખેલાડીઓનાં કાફલાને જવા દેવા માટે એમ્બ્યુલન્સને રોકવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ આ વીડિયોને ફેક જણાવી રહી છે. આઈપીએલ ૨૦૨૧ કોરોના વાયરસને ભેટ ચડી ચૂકી છે. આઈપીએલમાં ખેલાડીઓ સંક્રમિત થયા બાદ આ મહામારીને જોતા લીગને તાત્કાલિક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩.૮૨ લાખ નવા કેસ સામે આવ્યા છે. જે પાછલા દિવસોની તુલનામાં ૨૮૦૦૦ વધારે છે. હોસ્પિટલ દર્દીઓથી ભરાયેલી છે. તેની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેણે તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે અને સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે.

એક વીડિયોએ મચાવ્યો હડકંપ

હકિકતમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ટ્રાફિક જંકશન પર ઇન્ડિયન પ્રીમિયર લીગના ખેલાડીઓનાં કાફલાને જવા દેવા માટે એમ્બ્યુલન્સને પણ રોકી દેવામાં આવી છે. ૧૭ સેકન્ડના આ વીડિયોમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ૩ બસો પણ નજર આવી રહી છે, જેને ઘણા પોલીસ વાહનો દ્વારા જંકશન પર લઈ જવામાં આવી રહી છે અને તેના માટે રસ્તો બનાવવા માટે એક એમ્બ્યુલન્સને પણ રાહ જોવી પડી હતી. આ વિડીયોને અમદાવાદનાં પાંજરાપોળ વિસ્તાર પર શૂટ કરવામાં આવ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો અમદાવાદ પોલીસની ઘણી આલોચના કરી રહ્યા છે. જોકે અમે લોકો આ વિડીયોની પુષ્ટિ કરતાં નથી.

વીડિયોની થઈ નથી પુષ્ટિ

આ વિષય પર પોલીસ અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “અમે વીડિયો જોયો છે અને હજુ સુધી તેની ચકાસણી કરવામાં આવી નથી કે શું તે જંકશન પર યાતાયાત ટ્રાફિક પોલીસ કે અમદાવાદ પોલીસ દ્વારા એવું કરવામાં આવ્યું છે. પોલીસ કોઈપણ વી.આઇ.પી. કાફલા માટે રસ્તામાં એમ્બ્યુલન્સને ક્યારેય રોકશે નહિ. ભલે પછી તે આઇપીએલનાં ખેલાડી હોય કે કોઈ મંત્રી. આ મામલો ક્ષણિક મુંઝવણનો હોઈ શકે છે. આ વિડીયો દ્વારા પોલીસની છબીને ધૂળમાં મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે”.