શું સમય પહેલાં જ સફેદ થવા લાગ્યાં છે તમારા વાળ?, ક્યાંક તમને આ બિમારી તો નથી ને?

Posted by

અમુક લોકોનાં વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે. યુવાનોમાં પણ આ સમસ્યા ઝડપથી વધી રહી છે.  તે આ સમસ્યામાંથી પરેશાન થઈને ઘણા પ્રકારનાં પ્રયોગો કરે છે પરંતુ પરિણામ મળતું નથી. છેવટે થાકીને તેઓ કેમિકલ ડાય કે પછી હેરકલરનો સહારો લેતાં હોય છે, જે વાળને ખુબ જ નુકસાન કરે છે. સમય પહેલાં વાળ સફેદ થવાની સમસ્યાને આપણે Premature aging કહીએ છીએ. સફેદ વાળ થવાનાં બે મુખ્ય કારણ હોય છે.

પહેલાં પ્રદુષણ અને બીજું આપણાં શરીરમાં પોષક તત્વોની ઉણપ. તે સિવાય બદલાતી જીવનશૈલી પણ તેનું એક મુખ્ય કારણ છે. સફેદ વાળ વ્યકિતની વધતી ઉમર તરફ ઇશારો કરે છે અને સાથે સાથે કેટલીયે બિમારીઓ તરફ પણ ઇશારો કરે છે, જેનાથી તમને અજાણ હશો. આજે અમે તમને અમુક બિમારીઓ વિશે જણાવીશું, જેનાં લીધે વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે.

આ બિમારીનાં કારણે ઉંમર પહેલાં સફેદ થવા લાગે છે વાળ

  • જો તમે થાઇરોઇડની સમસ્યાથી પરેશાન હોય તો તેનાં લીધે તમારા વાળ સમય પહેલાં જ સફેદ થઈ શકે છે. ઘણાં લોકો એ વાતથી અજાણ હોય છે કે થાઇરોઇડ ડિસઓર્ડર, હાઇપરથાયરાઇડિઝ્મ અને હાઇપોથાયરાઇડિઝમ વાળ સફેદ થવાનું કારણ બની શકે છે, તેમાં સૌથી પહેલાં ધીમે-ધીમે વાળનો રંગ ઉડવા લાગે છે અને બાદમાં વાળ સફેદ થવા લાગે છે.

  • વાળની સાફસફાઈ પણ વાળ સફેદ થવાનું મુખ્ય કારણ છે. વાળને હંમેશા સાફ રાખવા જોઈએ. વાળમાં ગંદકીનાં કારણે સ્કેલ્પમા સંક્રમણનું જોખમ વધી જાય છે, જેનાં લીધે વાળ સફેદ થવા લાગે છે. વાળની સાફસફાઈ વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણકે વાળ મનુષ્યનાં શરીરનો સૌથી મહત્વપુર્ણ ભાગ છે.

  • લોહીની ખામીને આપણે એનિમીયા નામથી જાણીએ છીએ. જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો શરીરનાં મોટાભાગનાં ભાગમાં રક્તસંચાર યોગ્ય રીતે થઈ શકતો નથી અને તેનાં કારણે ઓક્સિજનની આપુર્તી ઓછી થઈ જાય છે. વાળ સફેદ થવાનું તે પણ એક કારણ હોય શકે છે.

  • હોર્મોન્સમાં ફેરફારની સીધી અસર તમારા વાળ અને તમારી ત્વચા પર પડે છે. હોર્મોન્સમાં સમસ્યા પણ સફેદ વાળની એક નીશાની છે.

  • શરીરમાં ઝીંકની ભરપુર માત્રા ના હોવાનાં લીધે પણ વાળ સફેદ થવા લાગે છે. એક સંતુલિત આહાર તમારા હાડકા, ત્વચા અને સ્કૈલ્પને સ્વસ્થ રાખે છે એટલે પોષક તત્વોથી ભરપુર પદાર્થોનું સેવન કરવું જોઈએ. ભોજનમાં ઝીંકની માત્રાનું પણ ધ્યાન રાખવું.

  • શરીરમાં વિટામીન B12 ની ખામી હોવાનાં લીધે પણ સમય પહેલાં જ વાળ સફેદ થવા લાગે છે. તેની ખામી હોવાનાં લીધે તમને પનીશિયસ એનીમિયાની ફરિયાદ રહે છે, જે વાળ સફેદ થવાનું કારણ બની શકે છે.