શુ સીગરેટ પીવાની આદતથી પુરુષોના સ્પર્મ કાઉન્ટ અને પિતા બનવાની ક્ષમતા પર અસર પડે છે ?

સીગરેટ પીવી ધીરે ધીરે યુવાનોમાં ફેશન બની રહી છે. દરેક વ્યક્તિ જાણે છે કે સીગરેટ સ્વાસ્થય માટે નુક્સાનકારક હોય છે અને તેનાથી ઘણા પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેન્સરનો વિકાસ થયા પહેલા જ સીગરેટ તમારા લગ્નજીવનને ખરાબ કરવામાં પણ મોટી ભૂમિકા નિભાવી શકે છે ? જી હા, સ્ત્રી હોય કે પુરુષ, સિગરેટ તેની સેક્સુઅલ લાઈફ પર ખૂબ જ ખરાબ અસર કરે છે. પરંતુ પુરુષો માટે તે વધારે હાનિકારક હોય શકે છે. ઘણા આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે વધારે પડતી સીગરેટ પીવાથી પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા થઈ શકે છે. જેનાથી પુરુષોની પિતા બનવાની ક્ષમતા પર અસર પડે છે. ચાલો તમને જણાવી દઈએ કે પુરુષોની સેક્સુઅલ લાઈફ માટે સીગરેટનું વ્યસન કેટલું ખતરનાક છે અને શુ ખરેખર તેમાં પિતા બનવામાં મુશ્કેલી પડે છે.

સીગરેટ પીવાથી ઘટે છે સ્પર્મ કાઉન્ટ

પુરુષોને પિતા બનાવવામાં સૌથી મોટી ભૂમિકા તેમના વીર્યની હોય છે. સ્પર્મ જેટલા વધારે તંદુરસ્ત હશે, તેમના મહિલા ઇંડાની સાથે ગર્ભધારણની સંભાવના એટલી જ વધારે હોય છે. પરંતુ દુનિયાભરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સંશોધન બતાવે છે કે સીગરેટ પીવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટે છે. તેના સિવાય સીગરેટને લીધે સ્પર્મની ક્વોલિટી ખરાબ થાય છે. તેનો આકાર બગડે છે અને ગતિશીલતા ઘટે છે. જેના કારણે પુરુષોમાં વીર્ય તો બને છે પરંતુ તેમાં સ્પર્મ ઓછા હોય છે અને ક્વોલિટી પણ સારી નથી હોતી. તેથી એ વાતની પૂરી સંભાવના રહેલી છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સીગરેટ પીવે છે અથવા તો વધારે સીગરેટ પીવે છે તો તેમને પિતા બનવામાં આ આદત તેમને અટકાવી શકે છે.

સિગરેટ સ્પર્મ ને કઈ રીતે અસર કરે છે ?

  • રિસર્ચના અનુસાર સિગરેટ પીવાથી સ્પર્મ ની ગુણવત્તા અને કંસટ્રેશન ૨૩% સુધી ઓછી થઇ શકે છે.
  • સિગરેટની આદત સ્પર્મ ના ડી.એન.એ ને નુકસાન કરી શકે છે. જેનાથી સ્પર્મ ઈંડા ની સાથે મળીને ફર્ટિલાઇઝ શકતું નથી.
  • સિગરેટ પીવાની આદતથી શરીરમાં ઘણા પ્રકારના હાર્મોન્સનું બેલેન્સ પણ બગડે છે. આ હાર્મોનલ અસંતુલન પણ પુરુષોને પિતા બનવાની સંભાવનાને ખરાબ કરી શકે છે.
  • સિગરેટની આદત તમારા વીર્યના આકારને બગાડી શકે છે. જેનાથી તેને તરવામાં અને ઈંડા સુધી પહોંચવામાં પરેશાની થઇ શકે છે. સતત સ્મોકિંગ કરવાથી પુરૂષોના વીર્યમાં ખૂબ જ ઓછા તંદુરસ્ત સ્પર્મ બચે છે. જેથી પિતા બનવાની સંભાવના ઓછી થઈ જાય છે.
  • સંશોધન અનુસાર સિગરેટ પીવા વાળા લોકોમાં વીર્યની ગતિશીલતા (તરવાની ગતિ) માં પણ ૧૩% નો ઘટાડો આવે છે. તેના કારણે ફર્ટિલાઈઝેશન પૂરું થઈ શકતું નથી અને પુરુષ પિતા બનવાથી વંચિત રહી શકે છે.
  • ફક્ત આટલું જ નહીં સિગારેટની આદત પુરુષોની સેક્સ લાઇફને પણ અસર કરે છે. તેનાથી લિંગમાં ઉત્તેજનાની ખામી, શીઘ્રપતન, લિંગમાં સંકોચન જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
  • સિગરેટ છોડ્યા બાદ કેટલા દિવસમાં બધું થઇ શકે છે નોર્મલ ?

સંશોધન મુજબ જે લોકોને સિગરેટની આદત છે અને ઉપર બતાવવામાં આવેલ સમસ્યાઓ પણ છે તે જો સિગારેટ પીવાનું છોડી દે તો તેમની સેક્સ લાઇફ અને ફર્ટિલિટીની સંભાવના નોર્મલ થઈ શકે છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે સિગરેટ સંપૂર્ણ રીતે છોડયાના ત્રણ મહિના પછી તેમની અસર તમારા વીર્ય પર દેખાવાની શરૂઆત થાય છે અને ઘણી વખત સમસ્યાને સંપૂર્ણ રીતે ખતમ થવામાં ઘણા વર્ષો પણ લાગે છે. તેથી સારું રહેશે કે લગ્નજીવનને સારી રીતે માણવા માટે અને પિતા બનવા માટે તમે આજથી જ સિગરેટનું વ્યસન સંપૂર્ણ રીતે છોડી દો.