શું તમે જાણો છો વકીલ શા માટે પહેરે છે કાળો કોટ, જાણો તેની પાછળનું રહસ્ય

જો તમે લોકો ક્યારેય કોર્ટ કે કોર્ટની બહાર ગયા હશો તો તમે લોકોએ જોયું હશે કે ત્યાં હાજર રહેલા બધા જ વકીલે કાળા રંગનો કોટ પહેર્યો હોય છે પરંતુ શું તમે ક્યારેય પણ આ વાત પર વિચાર કર્યો છે કે આખરે બધા વકીલ કાળા રંગના જ કોટ શા માટે પહેરે છે ? તે કોઈ બીજા રંગના પણ કોટ પહેરી શકે છે ?

તમારા લોકોમાંથી ઘણા લોકો એવા હશે જેમના મનમાં આ વિચાર આવ્યો હશે પરંતુ તેના વિશે વધારે જાણવાની કોશિશ નહીં કરી હોય પરંતુ તમારા સવાલનો જવાબ હવે મળી ગયો છે, બની શકે છે કે ક્યારેક તમારા મનમાં આ સવાલ જરૂર આવ્યો હશે કે વકીલ કાળા રંગનો જ કોટ શા માટે પહેરે છે ? આ વીશે અમે અમુક વાતોને શોધી કાઢી છે જેના કારણે વકીલ હંમેશા કાળા રંગનો જ કોટ પહેરે છે.

આખરે વકીલ શા માટે કાળા રંગનો જ કોટ પહેરે છે ?

  • જો વકીલ કાળા રંગનો કોટ પહેરે છે તો તે અનુશાસન અને આત્મવિશ્વાસ હોવાનું પ્રતીક માનવામાં આવે છે. આ પહેરવેશ કોર્ટે બીજા પ્રોફેશનની તુલનામાં વકીલોને અલગ ઓળખાણ આપી છે. વર્ષ ૧૯૬૧માં ભારતમાં એડવોકેટ એક્ટ નિયમના અનુસાર વકીલો માટે કાળો કોટ પહેરવો અનિવાર્ય કરવામાં આવ્યો હતો.
  • હકીકતમાં કાળો રંગ તાકાત અને અધિકારનું પ્રતિક હોય છે. કાળા રંગનો સંબંધ આજ્ઞાકારી માનવામાં આવે છે. આ જ કારણોથી બધા વકીલોને ન્યાયના આધીન માનવામાં આવે છે. તમે લોકોએ વકીલોના શર્ટ પર સફેદ બૈડ જોયું હશે. તે બૈડ પવિત્રતા અને નિર્દોષતાનું પ્રતીક હોય છે.

  • જેમ કે તમારા લોકોમાંથી ઘણા લોકોને એ વાતની જાણકારી હશે કે કાળા રંગને શોકનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઇંગ્લેન્ડમાં જ્યારે કિંગ ચાર્લ્સનું મૃત્યુ થયું હતું ત્યારે તેમની શોક સભામાં બધા જ વકીલો કાળા રંગનો કોટ પહેરીને હાજર રહ્યા હતાં. ત્યારથી જ વકીલ માટે કાળો કોટ પહેરેલો અનિવાર્ય કરી દેવામાં આવ્યો હતો. જોકે જોવામાં આવે તો ઇંગ્લેન્ડમાં પ્રોફેશન માટે કાળા રંગને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.
  • જો આપણે કાળા રંગને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો કાળો રંગ ગરમ કિરણોને અવશોષિત કરે છે જ્યારે કોર્ટમાં દલીલો ચાલતી હોય છે તો તે દરમિયાન ત્યાનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય છે જેના કારણે વકીલ પરસેવામાં ભીના થઇ જાય છે. આ સ્થિતિમાં ગરમીને સહન કરવાની શક્તિને વધારવા માટે વકીલ કાળો કોટ ધારણ કરે છે.

  • જો આપણે કાળા રંગની વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરીએ તો કાળો રંગ દ્રષ્ટિ હીનતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. જેમકે તમે બધા જ લોકો જાણતા હશો કે “કાનૂન અંધા હોતા હૈ” માન્યતા અનુસાર દ્રષ્ટિહીન વ્યક્તિ ક્યારેય પણ પક્ષપાત કરી શકતો નથી. આ જ આ કારણથી વકીલ કાળા રંગનો કોટ પહેરે છે. જ્યારે વકીલ કાળા રંગનો કોર્ટ પહેરે છે તો તે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સત્ય માટે લડાઈ લડતા હોય છે.

ઉપરોક્ત જે ૫ વાતો અમે તમને જણાવી છે તે કારણોથી કોર્ટમાં વકીલ કાળા રંગનો કોટ પહેરતા હોય છે. અમે આશા રાખીએ છીએ કે તમને તેના વિશે જાણકારી મળી ગઈ હશે કે આખરે વકીલ કાળા રંગનો જ કોટ શા માટે પહેરે છે.