તમે ટીવી સિરિયલમાં કે પછી ફિલ્મોમાં તો અજીબ પ્રકારનાં સાપ જોયા હશે પરંતુ હકિકતમાં પણ તમે એવા કોઈ સાપ જોયા છે, જે સૌથી વિચિત્ર હોય. ટીવીમાં ઘણીવાર તમે જોયું હશે કે સાપ કાં તો આકારમાં ખુબ જ મોટા હોય છે કે પછી તેમનો વિચિત્ર રંગ હોય છે પરંતુ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હકિકતમાં જ એક સાપ ખુબ જ વિચિત્ર નજર આવી રહ્યો છે.
આ વીડિયોમાં બે ફુટ લાંબો રુંવાટી વાળો સાપ એક વાસણની અંદર ફરતો નજર આવી રહ્યો છે. આ સાપ નો રંગ લીલા કલરનો છે. જોકે તે રુંવાટી વાળો સાપ છે. તમે પણ આ સાંભળીને ચોંકી ગયા હશો કે સાપમાં પણ રુંવાટી હોય છે?. પરંતુ આ રુંવાટી વાળા સાપની વિચિત્રતા જ તેની વિશેષતા બની ગઈ છે.
ઘરની પાસે મળ્યો રુંવાટી વાળો સાપ
આ વીડિયોમાં તમે પણ જોઈ શકો છો કે જ્યારે સાપ આમ-તેમ ફરે છે તો તેની રુંવાટી પણ મુવમેંટ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સાપ થાઈલેન્ડમાં મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સાપને થાઈલેન્ડનાં સખોન નખોનમાં એક ૪૯ વર્ષના સ્થાનિક વ્યક્તિએ જોયો હતો. આ વ્યક્તિનું નામ “તુ” જણાવવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તો પહેલીવાર આ સાપને “તુ” નાં ઘર પાસે જોવામાં આવ્યો હતો. લીલા રંગનાં શેવાળ અને ઘાસ વચ્ચે સાપ ને જોવો ખુબ જ મુશ્કેલ હતો. મીડિયા સાથે વાત કરતા “તુ” નાં પરિવારનાં લોકો માંથી તેમની ભત્રીજીએ જણાવ્યું કે, “મેં પહેલા ક્યારેય આવો સાપ જોયો નથી. મારા પરિવાર અને મેં વિચાર્યું કે લોકોને તેનાં વિશે જાણ થવી અને તેનાં વિશે શોધ કરવા માટે ઉપયોગી હશે.
“તુ” નાં ઘરમાં જ રાખ્યો આ અનોખો સાપ
તેવામાં જ્યાં સુધી તેનાં પર શોધ માટે કોઈ અધિકારી આવતું નથી, તેમણે આ સાપને “તુ” નાં ઘર પર જ રાખ્યો છે. અહીં આસપાસનાં લોકોનું કહેવાનું છે કે સરીસૃપ પાણીવાળા સાપ છે, જે ફુફકાર મારે છે. લાંબા સમય સુધી ઘાસમાં રહેવાનાં કારણે તેનાં શરીર પર શેવાળ જામી ગયો છે, જે રુંવાટી જેવો દેખાઈ રહ્યો છે.
આ વિચિત્ર સાપને લઈને NSW સેન્ટર કોસ્ટ પર વાઈલ્ડ લાઈફ ARC માં સાપ પ્રજાતિ સમનવ્યક સેમ ચેટફિલ્ડ એ મીડિયાને જણાવ્યું કે સાપ ની ઉપર રહેલી રુંવાટી કેરોટિન થી બનેલી છે. સાપ ની રુંવાટી તેની ત્વચાની ઉપર એક પરત જેવી હોય છે. તેમણે જણાવ્યું કે પફ ફેસ વોટર સ્નેક ને નકાબપોશ વોટર સ્નેક પણ કહેવામાં આવે છે. મોટાભાગે તે દક્ષિણ પુર્વ એશિયાનાં ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં મળી આવતા હોમલોસ્પીડે પરિવારમાં વિષૈલ સાપ ની એક પ્રજાતિ માનવામાં આવે છે.