માં લક્ષ્મી અને ધનનો ખૂબ જ ઊંડો સંબંધ હોય છે. હિન્દુ માન્યતાઓનાં અનુસાર જો તમારા જીવનમાં ધન સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો તેના સમાધાન માટે તમે માં લક્ષ્મીની પાસે જઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીજીને જે પણ વ્યક્તિ પ્રસન્ન કરે છે, તેને જીવનભર ધનની કમી રહેતી નથી. માં લક્ષ્મી તેમના જીવનમાં એવો ભાગ્યોદય કરે છે કે તેમના પૈસાની આવક રોકવાનું નામ લેતી નથી. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ માં લક્ષ્મીમાં પૂજા પાઠમાં લાગેલા રહે છે. શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ હોય છે. કહેવામાં આવે છે કે આ દિવસે માં પોતાના ભક્તોની વાત જલ્દી સાંભળી લે છે. તેવામાં શુક્રવારનાં રોજ જો તમે અમુક ખાસ રીતથી માં લક્ષ્મીનું પૂજન કરો છો તો તમને ઘણા બધા લાભ મળી શકે છે.
શુક્રવારનાં દિવસે અમુક ખાસ ચીજો માં લક્ષ્મીને અર્પિત કરવાથી જીવનમાં ધનની આવક ક્યારેય રોકાતી નથી. તમારું ભાગ્ય પૈસાની બાબતમાં પ્રબળ થઈ જાય છે. ધન કમાવાના નવા અવસર પણ મળે છે. તો ચાલો જાણી લઈએ કે તમે શુક્રવારનાં દિવસે માં લક્ષ્મીના ચરણોમાં શું શું ચઢાવી શકો છો.
ચાંદી અથવા સોનાનો સિક્કો
શુક્રવારના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ હોય છે, તેનાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. સાથે જ જો તમે આ દિવસે સોનાનો કે ચાંદીનો સિક્કો ખરીદીને માં લક્ષ્મીનાં ચરણોમાં રાખો છો તો તે તમારા ઘરમાં બરકત જાળવી રાખવાનું કામ કરે છે. માં ની સામે પૂજા કરીને અને બાદમાં તિજોરીમાં રાખવાથી પૈસાની આવક વધવાની શરૂ થઈ જાય છે. સિક્કાની જગ્યાએ તમે સોના-ચાંદીની અન્ય ચીજો પણ માં ના ચરણોમાં રાખી શકો છો. તેનાથી તમને ઘણો બધો લાભ મળે છે.
મોર પંખ
મોર પંખમાં ગજબની પોઝિટિવ એનર્જી હોય છે. તેને લક્ષ્મીજીનાં નજીક રાખવાથી પૂજા સ્થળ પોઝિટિવ એનર્જીથી ભરાઈ જાય છે. એક વાત તમને જણાવી દઈએ કે માં લક્ષ્મી ફક્ત તે જગ્યા કે ઘરમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે જ્યાં સકારાત્મક ઊર્જા હોય છે. તેના સિવાય મોર પંખ ખૂબ જ આકર્ષક પણ હોય છે જે માં લક્ષ્મીનું ધ્યાન ખેંચે છે અને તમારી મનોકામના જલ્દી સાંભળે છે.
કળશ
કળશ એક પવિત્ર ચીજ હોય છે, તેને દેવી-દેવતાઓની પાસે રાખવાનાં ઘણા બધા ફાયદા હોય છે. તે ઘરમાં પોઝિટિવ એનર્જી લેવલ વધારે છે અને સાથે સાથે નેગેટિવ એનર્જી અને ખરાબ શક્તિઓને સમાપ્ત પણ કરે છે. એક વાતનું ધ્યાન રહે કે આ કળશમાં તમે તાંબાનો લોટો, પાંચ આંબાના પાન અને એક નારિયેળનો ઉપયોગ અવશ્ય કરો. તમે ઇચ્છો તો તેમાં એક પૂજાનો દોરો પણ લપેટી શકો છો સાથે જ નારિયળની ઉપર સ્વસ્તિકનું નિશાન બનાવવાનું ભુલવું નહી. જો તમે દર શુક્રવારે આ પ્રકારના કળશ સાથે માં લક્ષ્મીની પૂજા કરો છો તો તમને ઘણા બધા લાભ મળી શકે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી પ્રવેશ કરશે નહી.