સિંદુર લગાવતા સમયે ભૂલમાં પણ ના કરો આવી ભૂલો, નહિતર પતિ પર આવી શકે છે મોટી મુસીબત

Posted by

હિન્દુ પરંપરાઓના અનુસાર પરણિત મહિલાઓ માટે સિંદૂર લગાવવાનું ખૂબ જ મહત્વ છે કારણકે સિંદૂર એક પરણિત મહિલાની નિશાની માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખ-સમૃદ્ધિ માટે સિંદૂર લગાવે છે પરંતુ ઘણી મહિલાઓ સિંદુર લગાવતા સમયે અમુક ભુલો કરતી હોય છે. ભારતીય સંસ્કૃતિના અનુસાર જો તમે ખોટી રીતે સિંદૂર લગાવો છો તો તેની સીધી અસર તમારા પતિના ભાગ્ય પર પડે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે સિંદૂર હંમેશા યોગ્ય રીતે જ લગાવવું જોઈએ નહિતર તેની સીધી અસર તમારા લગ્નજીવન પર પણ પડી શકે છે. જેથી આજે અમે તમને તેના વિશે જાણકારી આપીશું.

કઈ રીતે લગાવશો સિંદૂર ?

જો તમે પરણિત છો તો સિંદુર લગાવતા સમયે માતા પાર્વતીનું ધ્યાન કરવું. તેનું કારણ એ છે કે માતા પાર્વતી જ અખંડ સૌભાગ્યવતીનાં આશીર્વાદ આપે છે.

માંગ માં સિંદૂર છુપાવવું નહી

આજકાલ ફેશનમાં ઘણીવાર મહિલાઓ પોતાનું સિંદુર માંગમાં છુપાવી લેતી હોય છે પરંતુ આવું બિલકુલ પણ કરવું ના જોઈએ. એક પરણિત મહિલા માટે માંગમાં સિંદૂર છુપાવવું બિલકુલ સારી આદત હોતી નથી, તેની ખરાબ અસર તેમના પતિ પર પડી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એક પરણિત સ્ત્રીના માંગમાં સિંદૂર દેખાવવું જોઈએ. કહેવામાં આવે છે કે સિંદુર છુપાવવાથી પતિના માન-સન્માનમાં કમી આવે છે.

સિંદુર નાનું ના લગાવવું

હિંદુ ધર્મ શાસ્ત્રોના અનુસાર જે મહિલાઓ માંગ પર લાંબુ સિંદૂર લગાવે છે તેમના પતિના માન-સન્માનમાં વધારો થાય છે. એટલું જ નહીં પતિને દરેક જગ્યાએ ઈજ્જત મળે છે. તેથી પરણિત મહિલાઓએ માંગ પર ક્યારેય નાનું સિંદૂર લગાવવું જોઈએ નહી.

નાકની સીધ માં લગાવો સિંદૂર

પરણિત સ્ત્રીઓએ નાકની સીધમાં સિંદુર લગાવવું જોઈએ. આડુ-અવળુ સિંદૂર લગાવવાથી પતિની સાથે સંબંધ ખરાબ થાય છે અને પતિના ભાગ્યમાં પણ કમી આવે છે. જો કોઈ પરણિત સ્ત્રી આડુ-અવળુ સિંદૂર લગાવે છે તો તેમના પતિ હંમેશા કોઇને કોઇ પરેશાનીથી ઘેરાયેલા રહે છે. જો તમે પણ પોતાના પતિની ભલાઈ ઈચ્છતા હોય તો એક સીધ માં જ સિંદૂર લગાવવું જોઈએ.

દરરોજ લગાવો સિંદૂર

વર્કિંગ મહિલાઓ પોતાના કામકાજમાં વ્યસ્ત હોવાના કારણે ઘણીવાર માથા પર સિંદુર લગાવી શકતી નથી પરંતુ કોશિશ કરવી જોઈએ કે તમે દરરોજ સિંદુર લગાવી શકો. આવું કરવાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે, તેથી દરરોજ સિંદૂર જરૂર લગાવવું જોઈએ.

સ્નાન કર્યા વગર સિંદૂર ના લગાવવું

પરણિત મહિલાઓ હંમેશા ધ્યાન રાખે ક્યારેય પણ સ્નાન કર્યા વગર સિંદૂર ના લગાવવું જોઈએ. તેના સિવાય પોતાના સિંદૂરને કોઈ અન્ય મહિલા સાથે પણ શેર ના કરવું જોઈએ. કહેવામાં આવે છે કે આવું કરવાથી પતિનો પ્રેમ વહેંચાઈ જાય છે.

જમીન પર પડી ગયેલ સિંદૂર ના લગાવો

ઘણીવાર એવું બને છે કે સિંદૂર લગાવતા સમયે ડબ્બી હાથથી છૂટી જાય છે અને બધું જ સિંદૂર જમીન પર પડી જાય છે. તેવામાં ઘણી મહિલાઓ તે સિંદૂરને ફરીથી ઉઠાવીને ડબ્બીમાં ભરી લેતી હોય છે અને તેને લગાવવાનું શરૂ કરી દેતી હોય છે, જ્યારે એવું ક્યારેય પણ ના કરવું જોઈએ. હિન્દુ શાસ્ત્રોના અનુસાર નીચે પડેલું સિંદૂર લગાવવાથી અપશુકન થાય છે. માનવામાં આવે છે કે જો સિંદુર એકવાર નીચે પડી જાય તો તે અપવિત્ર થઇ જાય છે. તેથી એ સિંદુરથી પોતાની માંગ ના ભરવી જોઈએ.

ક્યારેક ક્યારેક પોતાના પતિના હાથથી પણ સિંદૂર લગાવો

પરિણીત મહિલાઓએ પ્રયાસ કરવા જોઈએ કે સપ્તાહમાં ઓછામાં ઓછુ એકવાર પોતાના પતિના હાથથી સિંદૂર લગાવવું જોઈએ કારણકે તમે સિંદુર પોતાના પતિ માટે જ લગાવો છો. સામાન્ય રીતે પતિ ફક્ત લગ્નના દિવસે જ પત્નીની માંગ ભરતા હોય છે અને લગ્ન બાદ મહિલાઓ પોતાના હાથથી જ સિંદુર લગાવતી હોય છે, જ્યારે શાસ્ત્રોના અનુસાર ક્યારેક પતિના હાથથી પણ સિંદૂર લગાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *