સિંહ રાશિફળ ૨૦૨૧ : જાણો વૈદિક જ્યોતિષ પર આધારિત સિંહ રાશિ માટે વર્ષ ૨૦૨૧નું વિસ્તૃત રાશિફળ

Posted by

રાશિચક્રમાં સિંહ રાશિ પાંચમા નંબર પર આવે છે અને આ રાશિનું ચિન્હ સિંહ છે અને તેના સ્વામી સૂર્ય છે. આ રાશિના વ્યક્તિઓ સખત મહેનત કરવા વાળા હોય છે અને તે જેમને પ્રેમ કરે છે તેમનો સાથ અંતિમ સમય સુધી નિભાવે છે. ધનની બાબતમાં સિંહ રાશિના જાતકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જો કોઈ તેમના અભિમાનને ઠેસ પહોંચાડે છે તો તે ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જાય છે. જો તમારી રાશિ સિંહ છે અને તમારા મનમાં એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧માં તમારું આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમ જીવન કેવું રહેશે તો ચિંતા કરવાની જરાપણ જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત સિંહ રાશી ૨૦૨૧ રાશિફળ તમારા બધા જ સવાલોનો જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

આ વર્ષે આર્થિક બાબતોમાં થોડી પરેશાની રહી શકે છે. માર્ચમાં કોઈ કાર્યમાં વધારે ખર્ચ કરવો પડી શકે છે. જૂનમાં દરેક ડગલા ખૂબ જ સમજી-વિચારીને રાખવા પડશે. ઓક્ટોબર બાદ તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે. નવા વર્ષમાં તમારા વિરોધીઓ પોતાની સીમાઓમાંથી બહાર આવીને તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પરંતુ તમારે શાંત રહીને તેમને રોકવાના પ્રયાસો કરવા પડશે. મે મહિનામાં વ્યવસાયમાં વિવાદની સ્થિતિ બની શકે છે પરંતુ નવી યોજનાઓથી તમને ફાયદો મળશે. નવા વર્ષના ડિસેમ્બર મહિનામાં ખર્ચાઓ વધવાના યોગ બની રહ્યા છે.

સ્વાસ્થ્ય

તમારું સ્વાસ્થ્ય જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારું રહેશે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે થોડી બેદરકારીથી પણ તબિયત બગડી શકે છે. જુલાઈથી ભાગ્ય સાથ આપવા લાગશે અને જે સમસ્યાઓ તમારી સામે આવી રહી હતી તે ઓછી થવા લાગશે. તમારી આળસના લીધે કોઈ મોટું કામ બગડી શકે છે. મહિલાઓ માનસિક તણાવનો શિકાર થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં સ્વાસ્થ્ય બગડી શકે છે. પેટ સંબંધિત રોગો થવાની સંભાવનાઓ રહેલી છે. તમારે સ્વસ્થ રહેવું હોય તો નવા વર્ષમાં મસાલેદાર ભોજન કરવાથી બચવું પડશે.

પારિવારીક જીવન

પારિવારિક મામલાઓમાં આ નવું વર્ષ મિશ્રિત ફળદાયી રહેશે. ઘણા એવા લોકો સાથે મુલાકાત થશે, જે તમને સારી સલાહ આપવા માટે આગળ આવશે. નવા વર્ષમાં ઘરના સદસ્યોની સાથે સમય પસાર કરવાનો સારો અવસર મળશે. તમે પોતાની વાતોને અન્ય લોકો સુધી પહોંચાડવામાં સફળ રહેશો. નજીકના સંબંધીના વિશે સારા સમાચાર મળી શકે છે. ઘરના વડીલ સદસ્ય પણ તમારી મદદ કરી શકે છે. વર્ષના આખરી સમયમાં પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થવાના યોગ બની રહ્યા છે.

પ્રેમજીવન

નવા વર્ષમાં રોમાન્સ ચરમસીમા પર હશે. મહિલાઓ સાથે જોડાયેલ કાર્યોમાં લાભના સંકેત છે કારણકે આ દરમિયાન નસીબ તમને સાથ આપશે નહી. પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું. જો તમારા પાર્ટનર પોતાનું વચન ના નિભાવે તો ખરાબ લગાવવું નહી. તમારે બેસીને વાતચીત દ્વારા મામલાઓ ઉકેલવાની જરૂરિયાત રહેશે.

કરિયર

વર્ષ ૨૦૨૧ માં તમારું કરિયર મજબૂત અને સ્થિર રહેશે. કરિયરની દ્રષ્ટિથી આ વર્ષ ખૂબ જ સફળતા આપનાર સાબિત થશે. જો કાર્યક્ષેત્રમાં તમે સખત મહેનત અને નિશ્ચયથી કામ કરશો તો નવેમ્બર મહિનાનાં અંત સુધીમાં સફળતા જરૂર મળશે. વાહનનો પ્રયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો. નવા વર્ષમાં તમારા વ્યવહારમાં આવેલ પરિવર્તનથી લોકોને આશ્ચર્ય થશે. તમે સફળતાની તરફ ધીમે-ધીમે આગળ વધશો. તમારી યોગ્યતાને લોકો ઓળખશે. નવા વર્ષમાં તમે આગળ વધી શકો છો અને પોતાની ક્ષમતા લોકોને બતાવી શકો છો.

વૈદિક ઉપાય

શુક્રવારના દિવસે ધાર્મિક સ્થાન પર જઈને ખીરનું દાન કરવું. જે લોકો ધન સંબંધિત કોઈ સમસ્યનો સામનો કરી રહ્યા હોય તેમણે નિયમિત રૂપથી માં લક્ષ્મીજીની આરતી અને મંત્રોનો જાપ કરવો. દરરોજ ઘીનો દિવો પ્રગટાવવો ખૂબ જ શુભ છે, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહી.

શુભ મહિનો અને શુભ રંગ

સિંહ રાશિના જાતકો માટે જાન્યુઆરી અને ઓગસ્ટનો મહિનો ખૂબ જ શુભ રહેશે. આ બે મહિના દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. જ્યારે શુભ રંગની વાત કરીએ તો નવા વર્ષમાં લાલ રંગ તમારા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *