વેકેશન સ્પેશિયલ, પસ્તી વાળો : સાહેબ, પેપર-પસ્તી હોય તો આલો. સાહેબ : મેડમ પિયર ગયા છે, અત્યારે કોઈ નથી, પછી આવજે. પસ્તી વાળો : તો…

Posted by

જોક્સ
સાહેબ : જેના લગ્ન થયા ગયા હોય એ છોકરાઓને “વર” કહેવાય પણ જેમનાં લગ્ન ના થયા હોય એને શું કહેવાય?.
પપ્પુ : “નવરા”.
પછી તો સાહેબે સાંજ સુધી માર્યો.

જોક્સ
પત્નિ : આપણા લગ્નને આટલા બધા વર્ષ થઈ ગયા પણ તમે મને કંઇ નથી આપ્યું.
પતિ : દિલ તો આપ્યું છે મારી જાન, હવે બીજું શું જોઈએ?.
પત્નિ (રોમેન્ટિક થઈને ફિલ્મી અંદાજમાં) : નહિ જાનું, કોઈ સોને કી ચીજ દો ના.
પતિ : તો આજે સાંજે નવો તકિયો લઇ આવીશ, શાંતિ સે સોના.

જોક્સ
પિતા : દિકરા, એક જમાનો હતો, જ્યારે ૧૦ રૂપિયા લઇને બજારમાં જાવ તો દુધ, શાક, કરિયાણું બધું જ આવી જતું હતું.
દિકરો : પપ્પા, હવે જમાનો બદલાય ગયો છે. હવે દરેક દુકાન પર CCTV કેમેરા આવી ગયા છે.

જોક્સ
એક મંદિરની બહાર બેસેલો એક ભિખારી બુમો પાડતો હતો :બહેન, થોડા પૈસા આપીને મદદ કરો.
એક ભાઈ ને દયા આવી, તેણે પર્સ ખોલ્યું પણ છુટ્ટા પૈસા ના મળ્યા, તેથી બોલ્યો : ભાઈ આજે છુટ્ટા નથી કાલે આપીશ.
ભિખારી : આ ઉધારીમાં જ મને હજારોનું નુકશાન થઇ ગયું છે.

જોક્સ
છગન ગર્લફ્રેન્ડ સાથે પહેલીવાર ડેટ પર ગયો પણ ૨ જ મિનિટમાં તેની ગર્લફ્રેન્ડ ભાગી ગઈ.
કારણ કે છગને તેને કહ્યું, આ મારી પહેલી ડેટ છે ડાર્લિંગ. કોઈ ભુલ અથવા કમી રહી જાય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજે.

જોક્સ
પપ્પુ ઘરનો દરવાજો કાઢીને ખભા પર લઇને બજારમાંથી જઇ રહ્યો હતો.
સંતા : ભાઇ, આ દરવાજો વેચવાનો છે?.
પપ્પુ : ના, દરવાજાનાં તાળાની ચાવી ખોવાઇ ગઇ છે. તાળું ખોલાવા જઉં છું.
સંતા : પણ તે દરમિયાન ઘરમાં કોઇ ચોર ઘુસી જશે તો?.
પપ્પુ : અરે પણ તે ઘરમાં કઈ રીતે ઘુસી શકે?, દરવાજો તો મારી પાસે છે.

જોક્સ
એક દિવસ એક ભિખારીએ મગનલાલ સામે બે વાટકા મુકી દીધા.
મગનલાલે વાટકામાં સિક્કો નાખીને ભિખારીને પુછ્યું, “બીજો વાટકો શેના માટે છે?”.
ભિખારી : “આ મારી કંપનીની બીજી બ્રાંચ છે”.

જોક્સ
પત્નિએ કડવા ચોથનું વ્રત રાખ્યું.
પત્નિ : મેં તમારા માટે વ્રત રાખ્યું અને તમે મને ક્યાંય ફરવા પણ ના લઈ ગયા.
પતિ : ઓકે, ચાલ પીઝા ખાવા જઈએ.
બંને જણા રેસ્ટોરેન્ટમાં ગયા.
વેઇટર : શું ખાશો તમે?.
પત્નિ : એક લાર્જ પીઝા લાવો.
વેઇટર : મેડમ પીઝાના ૮ પીસ કરું કે ૪?.
પત્નિ : ૮ પીસ ખાઈશ તો જાડી થઈ જઈશ, ૪ જ કરજો.

જોક્સ
એક વ્યક્તિની પત્નિનું અપહરણ થયું. અપહરણ કરનારાઓએ તેને ફોન કર્યો અને કહ્યું “જો આજ રાત સુધીમાં પૈસા ના આપ્યા તો તારી પત્નિને મારી નાખીશુ”
પતિ ચુપ રહ્યો.
બીજા દિવસે અપહરણકર્તાઓનો ફરી ફોન આવ્યો : “આજ રાત સુધીમાં પૈસા ના આપ્યા તો તમારી પત્નિનાં ટુકડે-ટુકડા કરી નાખીશું”.
પતિ ચુપ રહ્યો.
ત્રીજા દિવસે અપહરણકર્તાઓએ ફોન કર્યો : “જો આજ રાત સુધીમાં પૈસા ના આપ્યા તો તારી પત્નિને કાલે સવારે સહી સલામત ઘરે મોકલી દઇશું.
પતિ : પૈસા બોલો કુતરાઓ… ડરાવો છો શું કામ?.

જોક્સ ૧૦
મગન (ડોક્ટરને) : જયારે હું ઉંઘી જાઉં છું ત્યારે મારા સપનામાં વાંદરાઓ ક્રિકેટ રમે છે.
ડોક્ટર : આ દવા સુતા પહેલા લેવાથી સપના નહિ આવે.
મગન : કાલ થી ખાઇશ. આજે તેઓની ક્રિકેટ મેચની ફાઈનલ છે.

જોક્સ ૧૧
આળસુ દિકરો : મમ્મી એક ગ્લાસ પાણી આપજે ને.
માં : જાતે ઉભો થઈને પી લે.
આળસુ દિકરો : પ્લીઝ અહીં આપી જા ને.
માં : જો હવે ફરી બોલ્યો તો ઝાપટ મારીશ.
આળસુ દિકરો : ઠીક છે, ઝાપટ મારવા આવ ત્યારે પાણી લેતી આવજે.

જોક્સ ૧૨
પતિ-પત્નિ એક જ પ્લેટમાંથી પાણીપુરી ખાઈ રહ્યા હતાં.
પતિ પોતાની પત્નિની આંખોમાં આંખો નાખીને જોવા લાગ્યો.
પત્નિ શરમાઈને બોલી : આવી રીતે શું જોઈ રહ્યા છો તમે?.
પતિ બોલ્યો : થોડું ધીરે ખા જાડી, ક્યારનો હાથમાં પ્લેટ પકડીને ઉભો છું પણ મારો તો વારો જ નથી આવતો.

જોક્સ ૧૩
ભિખારી : સાહેબ ૫ રૂપિયા આપો ને.
કંજુસ : અલ્યા મારી પાસે ૧૦૦ ની નોટ છે, તારી પાસે ૯૫ રૂપિયા છુટા છે?.
ભિખારી : હા છે ને.
કંજુસ : તો ભાઇ, પહેલા એ વાપર ને.

જોક્સ ૧૪
વેકેશન સ્પેશિયલ
પસ્તી વાળો : સાહેબ, પેપર-પસ્તી હોય તો આલો.
સાહેબ : મેડમ પિયર ગયા છે, અત્યારે કોઈ નથી, પછી આવજે.
પસ્તી વાળો : તો ખાલી બોટલો હોય તો આલો સાહેબ.