બાયોલોજીનાં સર કહે “સેલ” એટલે શરીરનાં “કોષો”. ફિઝિક્સનાં સર કહે “સેલ” એટલે “બેટરી”. ઇકોનોમિક્સનાં સર કહે “સેલ” એટલે “વેચાણ”. અંગ્રેજીનાં સર કહે “સેલ” એટલે “મોબાઇલ”. ઇતિહાસનાં સર કહે “સેલ” એટલે “ટિયર ગેસ”. લગ્ન કર્યા પછી સાચું જ્ઞાન મળ્યું, જ્યારે પત્નિએ કહ્યું કે, “સેલ” એટલે…

Posted by

જોક્સ
પત્નિએ પતિને પુછ્યું : તમે ફેસબુક ઉપર વિદેશી છોકરીઓ સાથે કેમ વાત કરો છો?.
પતિ : તને શું લાગે છે?. ભારતનાં આંતરરાષ્ટ્રીય સબંધો ખાલી મોદીજીનાં લીધે જ સુધરી રહ્યા છે?.

જોક્સ
સોહન સમોસા ખોલીને માત્ર અંદરનો મસાલો જ ખાતો હતો.
સંજુ : અરે… તું આખું સમોસું કેમ નથી ખાતો?.
સોહન : હું બિમાર છું ને એટલે… ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે.

જોક્સ
ડોક્ટર : શું તકલીફ છે તમને?.
રમેશ : સાહેબ… રાત્રે ઉંઘમાં ડર લાગે છે કે પલંગ નીચે કોઇ સંતાયુ છે. તેનાં લીધે ઉંઘ નથી આવતી.
ડોક્ટર : તેનાં માટે તમારે સતત ૬ મહિના સુધી વિક માં એક દિવસ આવવું પડશે.
રમેશ : એક વખતની ફી કેટલી થશે સાહેબ?.
ડોક્ટર : ત્રણ હજાર.
૬ મહિના પછી ડોક્ટર, રમેશને રસ્તામાં મળી ગયા.
ડોક્ટર : કેમ રમેશ… તું ઈલાજ માટે પછી આવ્યો જ નહી?.
રમેશ : અરે ડોક્ટર સાહેબ… મારે તો લાખોનો ખર્ચો બચી ગયો. મારા એક મિત્ર એ ફ્રી માં મારો ઈલાજ કરી આપ્યો.
ડોક્ટર : શું વાત છે. મિત્ર એ ફ્રી માં કેવી રીતે ઈલાજ કર્યો ?.
રમેશ : કંઇ નહીં સાહેબ… એણે કહ્યું, પલંગ વેચી નાખ અને ગાદલું જમીન પર પાથરીને સુવાનું રાખ.

જોક્સ
પતિનો આખો હાથ રાખડીથી ભરેલો જોઈને
પત્નિ : આ શું છે?.
પતિ : જા… હજુ બાહર જઈને સોસાઈટીની બૈરાઓ પાસે જઈને બોલ… તમારા ભાઈ… તમારા ભાઈ…

જોક્સ
એક મહિલા પોતાની કેટલીક સમસ્યાઓ લઈને એક બાબા ના આંગણે પહોંચી.
બાબા એ બધી સમસ્યાઓ ખુબ જ ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું,
દિકરી… ઉકેલ મળી જશે, બધું જ સારું થઈ જશે પરંતુ તેના માટે થોડો ખર્ચો થશે.
મહિલાએ પુછ્યું : કેટલો ખર્ચ થશે?.
બાબા : હું તારી પાસે વધુ નહિ લઉ પરંતુ પુરાણો અનુસાર આપણા કુલ ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે. બસ દરેકનાં નામથી એક-એક પૈસો દાન આપજે.
મહિલા પણ ચાલાક હતી, તેણે મનમાં ગણતરી કરી તો બાબાનાં કહેવા પ્રમાણે કુલ ખર્ચ ૩૩ લાખ હિસાબ આવતો હતો.
તે બોલી : સારું બાબાજી… તમે વારાફરતી દરેકના નામ લેતા જાઓ, હું એક-એક પૈસો મુકતી જઈશ.
(બાબાજી હજુ પણ ભાનમાં આવ્યા નથી.)

જોક્સ
પત્નિ પતિ ને : ક્યાં જાઓ છો?.
પતિ : આપઘાત કરવા.
પત્નિ : સાથે થેલી લેતા જાવ.
પતિ : કેમ?.
પત્નિ : વિચાર બદલાય તો ૧૦ નું દહીં લેતા આવજો.

જોક્સ
ભણતો હતો ત્યારે એક મુંઝવણ હતી.
બાયોલોજીનાં સર કહે “સેલ” એટલે શરીરનાં “કોષો”.
ફિઝિક્સનાં સર કહે “સેલ” એટલે “બેટરી”.
ઇકોનોમિક્સનાં સર કહે “સેલ” એટલે “વેચાણ”.
અંગ્રેજીનાં સર કહે “સેલ” એટલે “મોબાઇલ”.
ઇતિહાસનાં સર કહે “સેલ” એટલે “ટિયર ગેસ”.
લગ્ન કર્યા પછી સાચું જ્ઞાન મળ્યું,
જ્યારે પત્નિએ કહ્યું કે, “સેલ” એટલે “ડિસ્કાઉન્ટ”.

જોક્સ
એક માજીને ૧૦૦ વર્ષ પુરા થયાં. આખું કુટુંબ ભેગું થયું અને માજીને ખુરસીમાં ગોઠવીને તડકે લઈ આવ્યા.
ઘડીકવાર થઈને માજી ડાબી કોર નમવા માંડ્યા. બે-ચાર જણ હડી કાઢીને ઓશીકા લઈ આવ્યા અને ડાબી બાજુ બે ઓશીકા મુક્યાને માજીને સીધા બેસાડ્યાં.
પછી થોડીક વાર થઈને માજી માંડ્યા જમણી કોર નમવા, એટલે જમણી બાજુ ઓશીકા મુકીને એમને સીધા કર્યાં.
થોડીવાર પછી દિકરીનો દિકરો અમેરિકાથી આવ્યો.
માજીને પુછ્યું, “મજા આવે છે ને?”.
તો માજી કહે, “મને પાદવા પણ નથી દેતા”.
નોંધ : વધારે પડતી લાગણી પણ ક્યારેક મુશ્કેલીમાં મુકી દે છે.

જોક્સ
નટુ (ગટુ ને): આજ તો ભારે થઇ. સવારે જંગલ ગયો, ત્યાં તો સામે સિંહ આવી ગયો.
ગટુ : લે બહુ કરી નટુ… પછી?.
નટુ : પછી શું?. મેં તો વાળી મુઠ્ઠી, હું આગળને સિંહ પાછળ… થોડીવાર પછી પાછળ જોયું તો સિંહ લપસ્યો.
ગટુ : પછી?…
નટુ : વળી પાછી દોટ મુકી… હું આગળ અને સિંહ પાછળ… થોડીવાર પછી પાછળ જોયું તો સિંહ ફરી લપસ્યો. માંડ-માંડ ડેલી આવી અને ઘરી ગયો ડેલીમાં.
ગટુ : વાહ નટુ વાહ… અમારા જેવા ને તો ઝાડા જ થઇ જાય.
નટુ : તો શું સિંહ અમથો બે વાર લપસ્યો તો?.