સોશિયલ મીડિયામાં ફની એડ્રેસ થયું વાયરલ : લોકો શોધી રહ્યા છે દુકાન, ફ્લિપકાર્ટ એ પણ લીધી મજા

Posted by

કોરોના મહામારીએ દુનિયાને બદલીને રાખી દીધી છે. કોરોના મહામારીને ખતમ કરવા માટે દુનિયાના તમામ દેશોએ લોકડાઉનનો સહારો લીધો હતો. ભારતમાં પણ કોરોનાને હરાવવા માટે દેશમાં લોકડાઉન લગાવ્યું હતું. લોકડાઉનનાં કારણે બહાર ના નીકળી શકવાના લીધે લોકોએ ઘરે બેસીને ખૂબ જ ઓનલાઇન શોપિંગ કરી હતી. આ દરમિયાન લોકોએ જરૂરિયાતનો બધો જ સામાન ઓનલાઇન જ મંગાવ્યો હતો. ઘર સુધી સામાન ડિલિવરી કરવા માટે તમામ ઓનલાઇન કંપનીઓને આ દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન સૌથી વધારે પરેશાની જેમને થઈ હતી તે હતાં ડીલીવરી કરવા વાળા લોકો.

સામાનની ડિલિવરી કરનાર લોકોએ લોકડાઉન દરમિયાન દિવસ-રાત મહેનત કરી હતી. આ લોકો માટે અમુક સરનામા શોધવા ખૂબ જ સરળ હતાં પરંતુ અમુક સરનામા શોધવામાં તેમને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ઓનલાઇન શોપિંગ કરવા દરમિયાન એવા સરનામા પણ લખ્યા, જેમને શોધવા ખૂબ જ મુશ્કેલ હતાં.

આવું જ એક સરનામું સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ સરનામાને જોઇને તમે પણ પોતાનું હસવાનું રોકી નહી શકો. ટ્વિટર પર આ સરનામું ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ સરનામું હૈદરાબાદમાં રહેતા કોઈ સલીમ લાલાનું છે, જેમાં તેમણે સરનામાની જગ્યાએ લખ્યું છે, ૧૨-૨૪/Z1, પાશા ભાઈની દુકાને આવીને પૂછી લો, સલીમ લાલા ક્યાં રહે છે, ઘર સુધી મૂકી જશે, ચાર મિનાર, હૈદરાબાદ.

વળી રાજસ્થાનમાં રહેતા ઉદય વીર શક્તિવાતે પોતાનું એડ્રેસ લખ્યું છે, “મંદિરની સામે આવતાં જ ફોન લગાવજો, હું આવી જઈશ, (મંદિર પહોંચીને મને બોલાવજો, હું તેને લેવા આવી જઈશ). આ ફોટા પર ફ્લિપકાર્ટે પણ મજેદાર ટ્વિટસ્ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *