સોશિયલ મીડિયા યુઝર્સને લાગી શકે છે મોટો ઝટકો, નજીકનાં સમયમાં ઇન્સ્ટાગ્રામ થઈ શકે છે ચાર્જેબલ, આટલી ચુકવવી પડી શકે છે ફી

Posted by

ઇન્સ્ટાગ્રામ હવે પોતાનાં પ્લેટફોર્મ પર સબસ્ક્રિપ્શન ની સુવિધા લાવી રહ્યું છે. આ વાતની જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ વિશેષ કંટેન્ટ રજુ કરશે. જે ફક્ત ક્રીએટર્સ ના સબ્સ્ક્રાઇબર્સ ને જ જોવા મળશે. હવે મેટા નાં સ્વામિત્વ વાળું ફોટો શેરિંગ પ્લેટફોર્મ આગામી ફીચરનાં વ્યાપક પરીક્ષણ માટે તૈયાર છે.

ઇન્સ્ટાગ્રામ ની એપ સ્ટોર લિસ્ટિંગમાં હવે યુએસમાં એક નવું “ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન” ઇન-એપ ખરીદીનું વિકલ્પ આવી ચુક્યું છે. તમને જણાવી દઈએ કે લિસ્ટિંગને ૧ નવેમ્બરનાં રોજ અપડેટ કરવામાં આવ્યું હતું. પહેલીવાર લિસ્ટીંગને ટાવર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન ની કિંમત લગભગ $0.99 અને $4.99 ની વચ્ચે છે.

ભારતમાં ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન ની આટલી હશે કિંમત

ભારતમાં ઇન્સ્ટાગ્રામ માટે એપ સ્ટોર લિસ્ટિંગમાં ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન માટે ૮૯ રૂપિયા પ્રતિ મહિને ચુકવવા પડી શકે છે. આ પહેલા લિસ્ટિંગમાં ફક્ત ઇન-એપ ખરીદીનાં રૂપમાં બૈજ સામેલ હતું, જેમની કિંમત ૮૯ રૂપિયાથી ૪૪૯ રૂપિયા સુધીની હતી. ઇન્સ્ટાગ્રામ નાં પ્રમુખ એડમ મોસેરીનું કહેવું છે કે, “આ પ્લેટફોર્મ ક્રિએટર્સ માટે એવું મોડેલ તલાશ કરી રહ્યું છે, જે સબસ્ક્રિપ્શન બૈસ્ડ હોય.

જોકે ઈન્સ્ટાગ્રામે હજુ સુધી કોઈપણ આધિકારિક ઘોષણા કરી નથી પરંતુ લિસ્ટિંગ એવો સંકેત આપી રહ્યું છે કે કંપની અપકમીંગ ફીચર પર કામ કરી રહી છે. આ સબસ્ક્રિપ્શન માં યુઝર્સ ફોટો શેરિંગ એપ પર પ્રભાવિતો અને કંટેન્ટ નિર્માતાઓને વિશેષ કંટેન્ટ વેંચવાની અનુમતિ મળી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ પોતાની યોજનાઓની રૂપરેખા તૈયાર કરી હતી. કંપનીઓએ સપ્ટેમ્બર મહિનામાં તેને કેનેડા અને યુએસએ જેવા દેશોમાં આઇઓએસ યુઝર્સ માટે પહેલા તબક્કામાં રજુ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સબસ્ક્રિપ્શન બેસ્ડ સેવાઓ સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, જ્યાં યુઝર્સ પોતાના પસંદીદા ક્રીએટર્સ માટે વિશેષ કંટેન્ટ માટે ચુકવણી કરી શકે છે. જણાવી દઈએ કે ટ્વિટરે પણ હાલમાં ટ્વીટર બ્લુ લોન્ચ કર્યું છે, જે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શનનું એડિશન છે.