કોઇકે ફેસબુકમાં પ્રશ્ન પુછ્યો : લગ્ન કરાય ?, એમાં પહેલી જ કોમેન્ટ આવી, સુખ સુખ સહન ના થતું હોય તો કરાય.

Posted by

જોક્સ
ટીચર : તમારો છોકરો સ્કુલમાં ખુબ જ તોફાન કરે છે. કોઈનું માનતો જ નથી.
છોકરાનાં પપ્પા : મસ્તી તો ઘરમાં ય કરે છે, અમે તમને કોઈ દિવસ કહેવા આવ્યા?.

જોક્સ
છોકરો છોકરીને પોતાની કારમાં બેસાડીને લઇ જઈ રહ્યો હતો.
છોકરી : આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?.
છોકરો : લોન્ગ ડ્રાઈવ પર.
છોકરી : ઓહ… તો પહેલા કેમ ના કહ્યું?.
છોકરો : મને પણ હમણાં જ ખબર પડી.
છોકરી : કઈ રીતે?.
છોકરો : ગાડીની બ્રેક નથી લાગી રહી.

જોક્સ
હદ થઈ ગઈ યાર…
સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.
આજે મે મારી પત્નિને કહ્યુ : મારુ દિલ એક મોબાઈલ છે અને તુ એની સિમ છે.
પત્નિએ ધારીને જોતા પુછ્યુ : ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને?.

જોક્સ
ભુરાને મસ્તી સુજી અને એણે કોઈક અજાણ્યાને ફોન લગાડ્યો અને એક આંટી એ ઉપાડ્યો.
ભુરો : હેલ્લો પુજા?.
આંટી : ના પુજા નથી. ફોન કટ.
ભુરો : હેલ્લો પુજા?.
આંટી : કીધું ને નથી.
ભુરો : તો ફોન મુક ને.
ભુરો ફરીવાર ફોન કરીને : હેલ્લો આંટી ફ્રીજ છે?.
આંટી : તારે શું કામ છે?. ફોન કટ.
ભુરો બીજીવાર ફોન કરીને : હેલ્લો આંટી ફ્રિજ છે?.
આંટી : કંટાળીને. હા છે ને. શું કામ છે?.
ભુરો : પકડીને રાખજો. ફોન કટ.
ભુરો : હેલ્લો આંટી. ફ્રીઝ છે?.
આંટી : ના નથી.
ભુરો : કીધું તું ને પકડીને રાખજો.

જોક્સ
પત્નિ : હું તમને કેટલી સારી લાગુ છું?
પતિ : ઘણી વધારે.
પત્નિ : તો પણ જણાવો કેટલી સારી લાગુ છું?.
પતિ : એટલી બધી કે મન થાય છે કે તારા જેવી બીજી લઇ આવું.

જોક્સ
એક શેઠિયાએ છાપામાં જાહેરાત આપી “માણસ જોઈએ છે”.
સાઇકલ ચાલાવતા અવડવું ફરજીયાત છે. બે વાર જમવાનું મળશે.
બકાને થયું બે વાર જમવાનું મળશે તો આ નોકરી લેવા જેવી.
બકો ગયો શેઠનાં ઘરે અને કહ્યું : નોકરી માટે આવ્યો છું. સાઇકલ ક્યાં છે?.
શેઠજી : આ રહી.
બકો : કામ શું કરવાનું છે ?.
શેઠ : કામ કંઈ ખાસ નથી.
સવારે ને સાંજે તારે બાલાજી હનુમાન જવાનું. ત્યાં જમી લેવાનું અને મારા માટે ટિફિન લેતા આવવાનું…બેજ ધક્કા છે.

જોક્સ
સોનુ : મોનુ પથરી થઇ હોય તો કોની “માનતા” રખાય?.
મોનુ : નાની હોય તો “દિવ”ની અને મોટી થઇ હોય તો “ગોવા”ની.

જોક્સ
છોકરો : પપ્પા મને એ કહો. તમારા જીવનની એવી કઈ એક ભુલ છે, જેનો પસ્તાવો તમે અત્યાર સુધી કરી રહ્યા છો?.
પપ્પા કશું જ બોલ્યા નહિ અને બસ મમ્મી ની સામુ જ જોઈ રહ્યા.
છોકરો : રહેવા દો પપ્પા, સમજી ગયો.

જોક્સ
પિતાએ પુત્રને કહ્યું : છોકરીવાળાઓ સામે મોટી-મોટી વાતો કરજે.
જેવા છોકરા વાળાઓ આવ્યા કે તરત દિકરાએ પિતાને કહ્યું,
પપ્પા ચાવી આપો, પેલી ટ્રેન તડકામાં ઉભી છે, એને અંદર મુકી દવ.
છોકરીવાળા તરત જ પાછા જતા રહ્યા.

જોક્સ ૧૦
૩૦ દિવસ પછી કિધા વગર ઘરેથી ગાયબ થયેલો પતિ ઘરે પાછો આવ્યો.
પત્નિ : હું તો તમારા દુખમાં બિમાર પડી ગઇ હતી. મરી જાત તો.
પતિ : હું ક્યાં સ્મશાનની ચાવી મારી સાથે લઇને ગયો હતો.

જોક્સ ૧૧
સાહેબ : બોલ ભુરા, હું તારા પપ્પા ને ૫,૦૦૦ રૂપિયા ૧ વર્ષની મુદ્દતે ૨% નાં વ્યાજે આપુ તો ૧ વર્ષ પછી તારા પપ્પા મને કુલ કેટલા રૂપિયા પરત કરશે?.
ભુરો : એકેય રૂપિયો નઈ.
સાહેબ : કેમ…? તું ગણિત નથી જાણતો?.
ભુરો : સાહેબ હું તો ગણિત જાણું છુ પણ તમે મારા બાપા ને નથી જાણતાં.

જોક્સ ૧૨
કોઇકે ફેસબુકમાં પ્રશ્ન પુછ્યો : લગ્ન કરાય ?.
એમાં પહેલી જ કોમેન્ટ આવી,
સુખ સહન ના થતું હોય તો કરાય.

જોક્સ ૧૩
તિજોરી પર લખ્યું હતું, તોડવાની જરૂર નથી, ખાલી બટન દબાવો ખુલી જશે.
ચોરે બટન દબાવતા જ પોલિસ આવી ગઇ,
પોલિસે કહ્યું પોતાની સફાઇમાં કંઇ કહેવું છે?,
ચોર : માં કસમ, મારો માણસાઇ પરથી તો ભરોસો જ ઉઠી ગયો.