સોનાની ખાણ છે આ નદી, લોકો જુએ છે પૂરની રાહ, જાણીને થશે આશ્ચર્ય

ભારત એક ખૂબ જ અજીબો ગરીબ દેશ છે. અહીંયા પર આશ્ચર્યજનક અને રોમાંચક વસ્તુઓ છે, જે કોઈ હોલીવૂડ ફિલ્મની કહાનીથી ઓછી નથી. ભારતના અમુક વિસ્તાર આજે એવા પણ છે જ્યાં નહાવાથી લઈને ખાવા-પીવા સુધીનું કામ નદીઓના પાણીથી કરવામાં આવે છે. ભારતને પહેલાં “સોને કી ચીડિયા” કહેવામાં આવતું હતું. આજે જાણવા મળી ગયું કે આવું શા માટે કહેવામાં આવતું હતું.

દર વર્ષે વરસાદની સિઝનમાં મળે છે સોનુ

આપણા દેશમાં એક એવી નદી છે, જે વરસાદના દિવસોમાં સોનું આપે છે. સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી ગયા હશો પરંતુ તે સત્ય હકીકત છે. આ નદીની આસપાસ વસેલા લોકો નદીમાં પૂર આવવાની દર વર્ષે રાહ જોતા હોય છે. અમે જે નદીની વિશે વાત કરી રહ્યા છીએ તે બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લામાં સ્થિત છે. રામનગરમાં વિસ્તારની આસપાસના અમુક ગામોમાં લોકોને દર વર્ષે વરસાદની સિઝનમાં સોનું મળે છે.

બિહારમાં દર વર્ષે હોય છે પૂરની સમસ્યા

તે લોકોને સોનુ કોઈ બીજી જગ્યાએથી નહીં પરંતુ નદીમાંથી પ્રાપ્ત થાય છે. લોકોનું કહેવું છે કે આ નદીઓ બલૂઈ કાપન અને સોનહા છે, જે દર વર્ષે પોતાની સાથે સોનાને લઈને આવે છે. અહીંયાના લોકો ચાળીને સોનાને કાઢે છે અને સંપૂર્ણ વર્ષ તેનાથી પોતાનું જીવન પસાર કરે છે. જો કે સાંભળવામાં જેટલું સરળ લાગી રહ્યું છે એટલું સરળ હોતું નથી. બિહારમાં વરસાદના સમયમાં એક ખુબ જ મોટી સમસ્યા રહી છે.

ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે સોનુ કાઢવાનું કામ

પુરનાં સમયમાં આ નદીઓ પણ ભયાનક રૂપ લઈ લેતી હોય છે. આ ગામના લોકો નદીમાં પાણી ઓછું થવાની રાહ જોતા હોય છે. આ નદીનું પાણી ઓછું થતાં જ લોકો સોનુ શોધવા માટે નિકળી પડે છે. નદીઓમાં વહેતી રેતીને ચાળીને સોનુ કાઢે છે, ત્યારબાદ તેને બજાર લઈ જવામાં આવે છે. આ વિસ્તારોમાં આવું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આદિવાસીઓ પહાડી નદીઓમાંથી સોનુ કાઢવાનું કામ ઘણા વર્ષોથી કરી રહ્યા છે. પરંતુ દરેક વખતે નસીબ સારા હોતા નથી. ઘણીવાર આખો દિવસ મહેનત કરવા છતાં પણ કંઈપણ હાથ લાગતું નથી.