જ્યુસ શેર કરતાં સમયે સોનુ સુદ સાથે થયો ભેદભાવ, ઇન્સ્ટાગ્રામ ઈંફ્લુએંસરે સોનુ સુદનાં હાથ માંથી છીનવી લીધો ગ્લાસ

Posted by

બોલિવુડ એક્ટર સોનુ સુદ પોતાની ઉદારતાનાં કારણે ઘણા સમયથી દર્શકોનાં દિલ પર રાજ કરી રહ્યો છે. સોનુ સુદના નેક કામ વાળા વીડિયો તમે ઘણીવાર જોયા પણ હશે, જેમાં સોનુ સુદ પોતાની ચિંતા કર્યા વગર બીજાને મદદ કરતો જોવા મળે છે. ફરી એકવાર સોનુ સુદ પણ આવું જ કંઈક કરવા માંગતા હતાં પરંતુ આ વખતે લોકપ્રિય ઈંફ્લુએંસરે તેમની સાથે જે કર્યું તે સોનુ સુદ ક્યારેય ભુલી નહિ શકે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખબી લેમ સોનુ સુદ પાસેથી સ્ટ્રો છીનવી લેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોનારા લોકો પોતાને હસવાથી રોકી શકતા નથી. જાણો સોનુ સુદે એવું તે શું કર્યું કે આ વીડિયો ખુબ જ ફની ગયો. બોલિવુડ અભિનેતા સોનુ સુદ અને સોશિયલ મીડિયા પર્સનાલિટી અને ઈન્ફ્લુએન્સર ખબી લેમ સાથે એક ફની વીડિયોમાં જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં બંને વચ્ચે ડ્રિંકને લઈને જબરદસ્ત ઝઘડો થતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ ફની વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સેનેગલ-ઇટાલિયન કોમેડિયન ખબીએ પણ આ ફની વીડિયોમાં પોતાની સિગ્નેચર મુવ કરી હતી, જેના માટે તે ફેમસ છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સોનુ સુદ ૨ ગ્લાસમાં એક બરણીમાંથી જ્યુસ કાઢતા જોવા મળી રહ્યા છે. સોનુ સુદ પોતાના મહેમાનનાં સ્વાગત માટે તેમનાં ગ્લાસમાં બધુ જ જ્યુસ રેડી દે છે અને પોતાના ગ્લાસમાં જ્યુસના બે ઘુંટડા જ ભરે છે.

આવી સ્થિતિમાં જ્યારે ખબી લેમ સોનુ સુદના ગ્લાસને જુએ છે ત્યારે તે ગ્લાસ તરફ હાથ લંબાવે છે. આવી સ્થિતિમાં સોનુ સુદને લાગે છે કે ખબી લેમ તેને પોતાનું જ્યુસ આપી રહ્યો છે પણ અહીં કંઈક બીજું જ જોવા મળ્યું હતું. ખરેખર ખબી લેમ સોનુ સુદના ગ્લાસમાંથી સ્ટ્રો પોતાના માટે કાઢી રહ્યો હતો પરંતુ જ્યારે સોનુ તેમને પોતાના ગ્લાસ તરફ હાથ લંબાવવા નથી દેતો ત્યારે તે બળજબરીથી તેમની પાસેથી સ્ટ્રો લઈને નીકળી જાય છે અને આ વીડિયો દ્વારા સોનુ સુદ પોતાનાં જીવનનો એક બોધપાઠ પણ સમજે છે.

 

View this post on Instagram

 

A post shared by Khaby Lame (@khaby00)

સોનુ સુદ અને ખબી લેમનો આ વીડિયો દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સનાં ફની રિએક્શન જોવા મળી રહ્યા છે. બંનેના આ ફની વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ૪૦ હજારથી પણ વધુ વ્યુઝ મળી ચુક્યા છે. આ વીડિયો પર ઘણા જાણીતા સ્ટાર્સે પણ કોમેન્ટ કરી છે. સમાચાર લખતા સમયે આ ઇન્સ્ટા રીલને ૫.૫ M  લાઇક્સ અને ૫૩.૩૩ હજાર કોમેન્ટ્સ મળી ચુકી છે.