સ્પીકર જેવું આ અનોખું કુલર તમને દરેક જગ્યાએ આપશે ઠંડક, માત્ર ૧૮૪ રૂપિયામાં લઈ આવો ઘરે

Posted by

તાપમાન દરરોજ વધી રહ્યું છે. ગરમીથી બચવા માટે જો તમે પણ તમારી ઓફિસ, દુકાન, કિચનમાં ઠંડક મેળવવા માટે નવો ટેબલ ફેન શોધી રહ્યાં છો તો આજે અમે તમને એક એવા યુનિક ફેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કુલરથી ઓછું નથી. તમે તેનો કિચન, ઓફિસ, રૂમ કે પછી દુકાનમાં પર્સનલ કુલર તરીકે ઉપયોગ કરી શકો છો. તેનો લુક એટલો યુનિક છે કે દરેક લોકો જોઈને તેની પ્રસંશા જ કરશે.

હકિકતમાં અમે વાત કરી રહ્યા છીએ Symphony Duet પર્સનલ ટેબલ કુલિંગ ફેનની. તેને પહેલી નજરમાં જોઈને દરેક લોકો દગો ખાઈ શકે છે કારણકે તે દેખાવમાં સેમ-ટુ-સેમ ટાવર સ્પીકરની જેવું લાગે છે. તે ખુબ જ હળવું અને પોર્ટેબલ છે એટલે કે તમે તેને ઉઠાવીને કોઈપણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો છો. જેમ કે અમે તમને જણાવી ચુક્યા છીએ કે તેને તમે તમારી ઓફિસ, કિચન કે પછી દુકાનમાં તમારા પર્સનલ કુલરની જેમ આરામથી ઉપયોગ કરી શકો છો. તો ચાલો હવે નજર નાખી લઈએ તેની ખાસિયત અને કિંમત પર.

વોટર ઇન્ડિકેટર સાથે આઈસ ચેમ્બર

હકિકતમાં આ એક ટેબલ ફેન છે, જેને કંપનીએ એક યુનિક લુક આપ્યો છે. તેનાં ફેનમાં કુલરની જેમ ૬ લિટર વોટર ટેંક છે, જે વોટર ઈન્ડીકેટર સાથે આવે છે. સાથે જ તેમાં એક ડેડીકેટેડ આઈસ ચેમ્બર પણ છે, જે તમને ઠંડી હવા આપવામાં મદદ કરે છે.

ફેનમાં છે ત્રણ સ્પીડ સેટિંગ

આ ટેબલ ફેન મિકેનિકલ છે. તેમાં ત્રણ સ્પીડ સેટિંગ આપવામાં આવ્યું છે, જેને તમે નોબ દ્વારા તમારી સુવિધા અનુસાર સેટ કરી શકો છો. આ સિવાય તેમાં એક હેન્ડલ પણ છે, જેનાં લીધે તેને તમે સરળતાથી કોઈપણ જગ્યાએ લઈ જઈ શકો છો.

ફરી ફરીને આપે છે ઠંડી હવા

તેમાં મલ્ટીલેવલ સ્વિગ મોડ છે અને ઓટોમેટીક હોરીજોંટલ એર ફ્લો છે એટલે કે ફેન ફરી-ફરીને તમને હવા આપે છે. સ્વિંગ ફીચર રૂમમાં ચારેય તરફ હવા ફેંકે છે અને ઠંડક બનાવી રાખવામાં મદદ કરે છે.

હનીકોમ્બ કુલીંગ પેડ અને ડસ્ટ ફિલ્ટર

ફેનમાં હનીકોમ્બ કુલીંગ પેડ છે, જેની મદદથી ઠંડી હવા મળે છે. તેની સાથે જ તેમાં ડસ્ટ ફિલ્ટર પણ છે, જે હવાને સાફ રાખે છે. આ સ્ટાઇલિશ પરંતુ પોર્ટેબલ મશીન ગરમ-ગંદી હવાને ઠંડી અને ભેજવાળી હવામાં બદલી નાખે છે.

હવે વાત કરીએ તેની કિંમતની

Symphony ની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર ટેબલ ફેનની કિંમત ૫૭૯૯ રૂપિયા છે પરંતુ ઓફિશિયલ સાઇટ પરથી તમે તેને ૫૩૯૯ રૂપિયામાં ખરીદી શકો છો. કંપની તેની સાથે ફ્રી ડીલીવરી અને એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી આપી રહી છે. વેબસાઇટ અનુસાર બજાજ ફિનસર્વનાં ગ્રાહકોને ૩ મહિનાની નો કોસ્ટ EMI, પસંદગીનાં ક્રેડિટ કાર્ડ પર નો કોસ્ટ EMI અને WELCOME250 કુપન કોડનો ઉપયોગ કરી પહેલા ઓર્ડર પર ૨૫૦ રૂપિયાની છુટ આપવામાં આવી રહી છે.

વળી જો તમે તેને flipkart પરથી ખરીદો છો તો તમારા થોડા પૈસા બચી શકે છે. ફ્લિપકાર્ટ પર ફેનની કિંમત ૫૭૯૯ રૂપિયા છે પરંતુ તેને ૮% ની છુટ સાથે ૫૨૯૯ માં ખરીદી શકાય છે. આ સિવાય ગ્રાહકો ૮૦૦ રૂપિયા સુધીનાં એક્સચેન્જ બોનસનો પણ લાભ ઉઠાવી શકાય છે. ત્યારબાદ તેની કિંમત માત્ર ૪૪૯૯ રૂપિયા રહી જાય છે. તેને ૧૮૪ પ્રતિ મહિનાની શરૂઆતનાં EMI પર પણ ઘરે લાવી શકાય છે. સાથે જ ફેન પર ઘણી બધી બેન્ક ઓફર પણ મળી રહી છે.