અંબાલાલ પટેલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી

Posted by

ગુજરાતમાં હાલનાં સમયમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ હવે ચોમાસા જેવું વાતાવરણ બની રહ્યું છે. ત્યારે આગામી મે માસમાં પણ ચોમાસા જેવી સ્થિતિની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મે મહિના માટે ફરી એકવાર મોટી આગાહી કરી છે, જેમાં મે મહિનામાં પણ ચોમાસા જેવો માહોલ રહેશે, તેવી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મે મહિનામાં ગરમી, વાવાઝોડું અને વરસાદ થવાની સંભાવના છે. ૨ મે થી બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે અને વાવાઝોડું ઉભુ થવાની પુરી સંભાવના છે. આ વાવાઝોડું ૧૧ થી ૧૮ મે દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત બનવા માટે મજબુત બનશે. તેનો માર્ગ બાંગ્લાદેશ તરફ હશે, આ દરમિયાન તામિલનાડુમાં વરસાદ થવાની સંભાવના છે. ૧૧ થી ૧૮ તારીખમાં દક્ષિણ ખાડીમાં પણ મોજા ઉછળશે.

આ સમયગાળા દરમિયાન ગંગા જમુના, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ગરમી પડશે. ગંગા જમુનામાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી રહેવાની સંભાવના છે જ્યારે ગુજરાત પણ મહત્તમ ૪૩ ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૧૦-૧૧ મે પછી વરસાદ ક્રુતિકા નક્ષત્રમાં હોવાથી સારો વરસાદ કહી શકાય. અરબ સાગરમાં પણ ૧૨ મે ની આસપાસ હલચલ જોવા મળી શકે છે.

અરબ સાગરમાં ૨૫ મેથી ૪ જુન વચ્ચે હળવાથી મધ્યમ ચક્રવાત રહેવાની સંભાવના રહેલી છે. જો તેનો માર્ગ ઓમાન તરફ જશે તો ગુજરાતનાં પશ્ચિમ વિસ્તારોમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. હવામાનનાં નિષ્ણાંત અંબાલાલ પટેલે મે મહિના માટે નવી આગાહી કરી છે. જેમાં મે મહિનામાં વાવાઝોડુ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાં માટે ચાલો જાણી લઈએ અંબાલાલ પટેલની નવી ભવિષ્યવાણી શું કહી રહી છે. ગુજરાતમાં ક્યારે વાવાઝોડું ત્રાટકશે અને ક્યાં વિસ્તારોમાં ત્રાટકશે?.

પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના રહેશે. બંગાળની ખાડીમાં ૨ જી મે થી દરિયામાં હલચલ થશે જ્યારે ૧૦-૧૧ મે ના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના રહેશે. જે ૧૮ તારીખ સુધીમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. મહાકાય વાયુ વાહકનાં નક્ષત્રમાં સુર્ય હોવાથી ગુજરાતમાં ભારે વાવાઝોડુ થવાની સંભાવના છે, જેની અસર દક્ષિણ પુર્વ કિનારા પર જોવા મળશે.

આ ચક્રવાત બાંગ્લાદેશ સુધી પહોંચી શકે છે. ૨૫ તારીખથી સુર્ય રોહિણી નક્ષત્રમાં છે ત્યારે અરબસાગરમાં પણ ચક્રવાત જોવા મળશે. ત્યારબાદ તેમણે વધુ એક વાવાઝોડું આવવાની પણ આગાહી કરી હતી, જે મે ના અંતમાં અને જુન મહિનાની શરૂઆતમાં આવશે. તેમણે કહ્યું હતું કે ૨૫ મે થી જુન મહિનાનાં શરૂઆતમાં વધુ એક વાવાઝોડું આવવાની સંભાવના છે અને ૮ જુન સુધીમાં અરબસાગરમાં પણ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે.

જેનાં કારણે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં હાલનાં દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે. મે મહિનામાં ભારે વાવાઝોડુ અને વરસાદ થવાની સંભાવના નજર આવી રહી છે તો ૮ મે બાદ વાતાવરણમાં ચક્રવાતનું પ્રમાણ વધશે, જેની વધુ અસર બાગાયતી પાકો પર પડશે.