જાણો ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોનું ભાગ્ય કેવું હોય છે, જાણો તેમને ક્યારે સફળતા મળે છે

Posted by

જો કોઈ વ્યક્તિનો જન્મનો મહિનો ખબર હોય તો તેના વિશે ઘણું બધુ જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક મહિનો એક ખાસ પર્સનાલિટી વાળા લોકોને જન્મ આપે છે. આ જ કારણ છે કે એક જ મહિનામાં જન્મેલા અલગ-અલગ વ્યક્તિનો સ્વભાવ અને આદતો ઘણા હદ સુધી એકબીજા સાથે મળતી હોય છે. તો ચાલો જાણી લઈએ કે ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોનું ભવિષ્ય કેવું હોય છે.

ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં સુર્ય અને મંગળ ગ્રહને પ્રબળ માનવામાં આવે છે. તેવામાં આ મહિનામાં જન્મેલા લોકો પણ આ બંને ગ્રહો સાથે ઘણા હદ સુધી પ્રભાવિત થાય છે. આ લોકો સ્વભાવથી વધારે મહત્વકાંક્ષી અને ક્રોધી હોય છે. પ્રબળ સુર્યનાં કારણે આવા લોકોમાં એક અલગ જ આકર્ષણ હોય છે, જેનાથી લોકો તેમની તરફ આકર્ષિત થાય છે. એવા લોકો અભિમાની પણ હોય શકે છે. ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો વાત કરવામાં ખુબ જ ચપળ હોય છે. તે પોતાની વાતોથી દુશ્મનોને પણ મિત્ર બનાવી શકે છે. તેમનું મગજ તેજ હોય છે. દિલથી તેઓ દયાળુ હોય છે. તે બીજાની સાથે ખોટું થતા નથી જોઈ શકતા.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દ્રઢ નિશ્ચયથી કામ કરે છે. આ લોકોને ભાગ્યના ધની માનવામાં આવે છે. તેમની પાસે ધન અને સુખ-સુવિધાઓની કોઈ કમી હોતી નથી. તેઓ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે અને તેમાં તેમને સફળતા પણ મળે છે. આ મહિને જન્મેલા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. તેમને હંમેશા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

આવું રહેશે તેમનું કરિયર

જો કામનાં ક્ષેત્રની વાત કરીએ તો આવા લોકો સ્વભાવથી દાર્શનિક અને ગહન અધ્યયન વાળા હોય છે. તે પોતાના માટે કરિયર પણ એવું જ શોધે છે જ્યાં મગજની કસરતનું કામ હોય. શારીરિક શ્રમ વાળા કામ તેમનાં માટે ખુબ જ મુશ્કેલ હોય છે અને તે દરેક સંભવ પ્રયાસ કરીને તેનાથી દુર રહે છે. સામાન્ય રીતે તે પોતા પૈસાને ઘણી જગ્યાએ રોકાણ કરીને રાખે છે.

કેવું હોય છે તેમનું સ્વાસ્થય

ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખુબ જ જાગૃત હોય છે. જોકે તે જરૂરિયાતથી વધારે મગજનું કામ કરવાનું કે બિનજરૂરી ચિંતાનાં કારણે સ્ટ્રેસનો શિકાર થઈ શકે છે. નાની-મોટી ઋતુજન્ય બિમારીને છોડી દઈએ તો તેમનું સ્વાસ્થય મોટાભાગે સારું રહે છે.

આ મહિનામાં જન્મેલા લોકોએ કરવા જોઈએ આ ઉપાય

ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોએ રવિવાર તથા મંગળવારનું વ્રત રાખવું જોઈએ. જો તે સુર્યદેવને સવારે સ્નાન કર્યા બાદ અર્ધ્ય આપે છે તો તેમને કરિયરમાં મનગમતો ગ્રોથ મળે છે. આવા લોકોએ પોતાના ક્રોધ અને અહંકાર પર કંટ્રોલ રાખવો જોઈએ. આવું ના કરવા પર હાથમાં આવેલા ઘણા બધા અવસર નીકળી શકે છે. સ્વભાવથી દયાળુ હોવાનાં કારણે તમે બીજાની દરેક સંભવ મદદ કરો છો પરંતુ આવું કરવું તમારા માટે ક્યારેક-ક્યારેક નુકસાનનું કારણ બની શકે છે એટલા માટે પોતાની સીમા માં રહીને જ બીજાની મદદ કરવી જોઈએ.

  • ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોનો ભાગ્યશાળી અંક ૧, ૩ અને ૮ હોય છે.
  • લકી કલર – પીળો, બ્રાઉન, લાલ અને પર્પલ
  • લકી દિવસ – રવિવાર, બુધવાર અને શનિવાર
  • લકી રત્ન – મોતી અને પન્ના